તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના 240થી વધુ સબ ડિવિઝનોના ડે. ઈજનેરોને મતદાનના દિવસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના 240થી વધુ સબ ડિવિઝનોના ડે. ઈજનેરોને મતદાનના દિવસે શટડાઉન નહીં લેવા આદેશ આપી દેવાયા છે અને 23મીએ જ્યારે વોટિંગ થવાનું છે તે દરમિયાન કોઈપણ પ્રકારનો વીજ વિક્ષેપ ન સર્જાય તેની પણ તકેદારી રાખવા અને દરેક સબ ડિવિઝનમાં ટેક્નિકલ ટીમ સ્ટેન્ડ ટુ રાખવા આદેશ આપી દેવાયા છે.

એકબાજુ 42 ડિગ્રીથી વધુ તાપમાનમાં લાઈન ટ્રીપ થવા કે અન્ય કોઈ ટેક્નિકલ ક્ષતિ ન સર્જાય તે માટે વીજકંપનીએ અગાઉથી જ જરૂરી મેન્ટેનન્સ કરી લીધું છે છતાં કોઈ આકસ્મિક બનાવ ન બને તેની સંપૂર્ણ કાળજી લેવા ઈજનેરોને જણાવી દેવાયું છે અને આ માટે વીજકંપનીએ પ્લાનિંગ પણ કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં 24 કલાકનો કંટ્રોલ રૂમ અને ફોલ્ટ સેન્ટર ઉપર પણ વધારાનો સ્ટાફ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જે-જે લોકસભા બેઠકનું આગામી 23મીએ મતદાન થવાનું છે ત્યારે મતદાન દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ સરકારી તંત્રને આદેશ આપી દેવાયા છે જે પ્રમાણે જે-તે તંત્ર પોતાની વ્યવસ્થા સંભાળશે. સૌથી મહત્ત્વની જવાબદારી પીજીવીસીએલની હોય વોટિંગ સમયે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજકંપનીનો સ્ટાફ સતત પેટ્રોલિંગ કરશે. આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક પાવર ચેન્જ કરવા અને ગણતરીના સમયમાં જ તેનું નિરાકરણ લાવવા જણાવી દેવાયું છે. લોકસભાની ચૂંટણીમાં લગભગ 2 હજાર જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...