તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર ઝોન U-17 ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ મોકૂફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરમાં વરસાદી માહોલને કારણે આજથી શરૂ થનાર સૌરાષ્ટ્ર ઝોનની અન્ડર-17 ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી છે. ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્રના 6 જિલ્લાની કુલ 12 ટીમ વચ્ચે અન્ડર-17 ગર્લ્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ ભારે વરસાદની આગાહીને કારણે આ ટૂર્નામેન્ટ તા.28થી 1 ઓક્ટોબર વચ્ચે રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ પર રમાવવાની હતી. જે ટૂર્નામેન્ટની તારીખમાં ફેરફાર કરી આ ટૂર્નામેન્ટ તા.2થી 4 ઓક્ટોબરના રમાવવાની જાહેરાત કરાઇ છે. તમામ ટીમોએ તા.1નાં રોજ રિપોર્ટિંગ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...