તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Saurashtra Travelers Fall On Fall Delhi Rajkot Flight From Rajkot Stops On The Other Hand Delhi Delhi Train On 18 And 21 January Is Also Canceled 073030

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના મુસાફરોને પડ્યા પર પાટું | રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ બંધ થઇ, બીજી બાજુ 18 અને 21 જાન્યુઆરીની દિલ્હીની ટ્રેન પણ રદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટથી દિલ્હી જવા માટે દરરોજ બેને બદલે હવે સપ્તાહમાં માત્ર એક જ ફ્લાઈટ ઉડશે. બીજી તરફ રેલ્વે તંત્રે પણ રાજકોટ દિલ્હીની 18 અને 21 જાન્યુઆરીની પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન રદ કરી દેતાં મુસાફરોની હાલત કફોડી બની છે. ફ્લાઈટમાં કાપ આવ્યા બાદ દિલ્હીની ટ્રેન પણ રદ કરી દેવાતાં એડવાન્સ બુકિંગ કરાવનાર મુસાફરો રઝળી પડ્યા છે હવે અન્ય ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ મળવી પણ મુશ્કેલ છે.

માર્ચ સુધી દિલ્હીની ફ્લાઈટ સપ્તાહમાં એક જ દી’ ઉડશે
એર ઇન્ડિયામાં ફ્લાઈટની અછતને કારણે ડોમેસ્ટિક ફ્લાઈટમાં કાપ મુકાયો છે. રાજકોટથી દિલ્હી જવા યાત્રિકોને દરરોજ બેને બદલે હવે સપ્તાહમાં માત્ર એક જ ફ્લાઈટ મળશે. અગાઉ રાજકોટથી દિલ્હીની એક ફ્લાઈટ દરરોજ બપોરે 2.30 વાગ્યે અને બીજી ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ સવારે અને ત્રણ દિવસ સાંજે ઉડાન ભરી રહી હતી. હવે સંભવત માર્ચ મહિના સુધી રાજકોટથી દિલ્હીની સવારે, બપોરે અને સાંજે ઉડાન ભરતી ફ્લાઈટને અસર થશે. રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવારે રદ કરવા આદેશ આપી દેવાયા છે.

દિલ્હી જવાની બે ટ્રેન પણ એકાએક રદ કરી દેવાઈ
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા તા.18 અને 21 જાન્યુઆરીની પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસપ્રેસ રદ કરવાની જાહેરાત કરાઈ છે. ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં અજમેર-પાલનપુર સેકશન અંતર્ગત ભીમાના-માવલ સ્ટેશનોની વચ્ચે ડબલ ટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે. તેના કારણે તારીખ 18 અને 21 જાન્યુઆરીના રોજ પોરબંદરથી ઉપડતી ગાડી નં.19263 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ રદ થશે. પરતમાં તારીખ 20 અને 23 જાન્યુઆરીએ દિલ્હી સરાઇ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે.

યાત્રિકોને આટલી મુશ્કેલી પડશે
રોજ બે ફ્લાઈટમાં 200 લોકો દિલ્હી જતા, હવે અઠવાડિયે માત્ર 100 લોકો જઈ શકશે

18મી અને 21મીની દિલ્હીની ટ્રેન એકાએક રદ કરી દેવાતા રિઝર્વ ટિકિટવાળા યાત્રિકો રઝળશે

500થી વધુ યાત્રિકોની બુકિંગ કરેલી ટિકિટ રદ થઇ જશે

ટ્રેન ઉપાડવાના 10 દિવસ પહેલા જ ટ્રેન રદ કરતા યાત્રિકોને હવે અન્ય ટ્રેન મળશે પણ કન્ફોર્મ ટિકિટ મળવી મુશ્કેલ

સપ્તાહમાં એક જ દી’ ફ્લાઈટ હોવાથી લાંબુ વેઈટિંગ રહેશે

મહિને અંદાજિત 5 હજારથી વધુ યાત્રિકો દિલ્હી મુસાફરી કરે છે, તેમને અગવડતા પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો