• Gujarati News
  • National
  • Rajkot News Saurashtra Trade Industry Corporation Holds International Trade Show Every Year 073605

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દર વર્ષે ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દર વર્ષે ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન કરે છે. આ આયોજન દરમિયાન વિદેશી કંપનીઓ અને સંગઠનો સાથેના વાર્તાલાત અને અનુભવો પરથી એસવીયુએમ દ્વારા વેપારના સરળીકરણ માટે સૂચનો તૈયાર કરી વડાપ્રધાન અને મુખ્યમંંત્રીને રજૂઆત કરી છે.

મહામંડળે જણાવ્યું છે કે અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશો કે જે આયાત પર નિર્ભર છે ત્યાં કોઇ મોટી આયાતકાર કંપની સાથે કરાર કરીને ત્યાં મેઈક ઈન ઈન્ડિયા હોલસેલ મોલ શરૂ કરવો જોઇએ જેમાં ભારતીય કંપનીઓ પોતાના ઉત્પાદનો નિયમ ચાર્જ ચૂકવીને પ્રદર્શિત કરી શકે. જેથી સ્થાનિક ગ્રાહકો ઓર્ડર બૂક કરી ભારતથી માલ મંગાવે અને આયાતકાર કંપની તેનુ સંચાલન કરી શકે.

આફ્રિકાના દેશોમાં ત્યાંની સરકાર કોર્પોરેટ ફાર્મિંગ માટે ખુબ જ નજીવા દરે ભાડા પટ્ટે જમીન આપે છે અમુક સરકારો ભાગીદારીમાં પણ કરવા તૈયાર છે તેવા સંજોગોમાં આફ્રીકાના 54 દેશોમાં વણવપરાયેલી કરોડો એકર જમીનનો લાભ લઇ શકાય છે અને દેશને કઠોળ સહિતના ખાદ્યપદાર્થોની આયાત કરવી પડે છે તેમા રાહત મળી શકે છે. આ ઉપરાંત નાના ઉદ્યોગો માટે યુવાનોને જમીન અને આર્થિક સહાય આપવી, રાજકોટમાં પ્રદર્શન હોલ બાંધી આપવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...