તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Saurashtra Is Suffering From Chinese People 20 Lakhs Of Berry Is Eaten Annually 070641

ચાઈનીઝ લોકોને સૌરાષ્ટ્રનું જીરું ભાવે છે, વર્ષેે 20 લાખ બોરી ખાઈ જાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી અને કપાસ, ઘઉં બાદ જીરાનો પાક લે છે. સૌરાષ્ટ્રમાં થતા જીરાનો સ્વાદ અલગ અને સ્વાદિષ્ટ હોવાથી ચાઈનીઝ લોકોને બહુ ભાવે છે. એકલું માત્ર ચીન જ દર વરસે 20 લાખ બોરી સૌરાષ્ટ્રનું જીરું ખાઈ જાય છે, જ્યારે આખા ભારતમાં દર વરસે 25-30 લાખ બોરી, અન્ય પૂરા વિશ્વમાં 22 લાખ બોરી દર વરસે અહીં એક્સપોર્ટ થાય છે. સૌરાષ્ટ્રની જેમ ચાઈનીઝ લોકો રસોઈમાં વઘાર તરીકે જીરાનો જ ઉપયોગ કરે છે.

સૌરાષ્ટ્રનું જીરું પૂરા ભારતમાં તો જાય જ છે સાથોસાથ ચીન, યુરોપ અને યુએસએમાં એક્સપોર્ટ થાય છે. તુર્કી ,સીરિયા અને પાકિસ્તાનમાં વોરને કારણે આ વખતે જીરાનો પાક નથી થયો, જ્યારે ભારત દેશમાં વરસાદ અને ઝાકળથી જીરાના પાકને નુકસાન થયું છે. આખા ભારતમાં 80 લાખ બોરી જીરાનો પાક થવાનો અંદાજ હતો. સામે ઉત્પાદન માત્ર 60 લાખ બોરી જ થયું છે. સામે સૌરાષ્ટ્રમાં 20 થી 25 લાખ બોરી ઉત્પાદન થાય છે, જ્યારે આ વખતે તેમાં ઘટાડો થયો છે અને 12-15 લાખ બોરી ઉત્પાદન થયું છે. સૌરાષ્ટ્રમાં ઉગતા જીરાની ખરીદી સૌથી વધુ ચીન દેશ કરે છે.

પાક ઓછો હોવાથી જીરાની બજાર સારી છે
પ્રતિકૂળ વાતાવરણની અસર જીરાના પાકને ભારે નુકસાન કરી ગયું છે. ઉત્પાદન જ ઓછું હોવાથી બજારમાં આવક ઓછી છે. સામે બજાર સારી છે, જ્યારે ફેબ્રુઆરીમાં બજાર ખૂલી ત્યારે જીરાના ભાવ 3000 થી 3100 રૂપિયા હતો,જ્યારે માર્ચ માસમાં ભાવ ઘટીને રૂ.2700-2800 એ પહોંચી ગયો હતો. હાલ એપ્રિલ માસમાં ભાવ ફરી પાછા ઊંચકાયા છે અને 3000-3100 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. વિજયભાઈ નાગ્રેચા, જીરાના વેપારી

ખેડૂતો માવજત સારી રીતે કરે છે
ખેડૂતો જમીનની માવજત સારી રીતે કરે છે તેને કારણે દરેક પાકમાં મીઠાશ આવે છે. તેથી દરેક પાકની ગુણવત્તા પણ સારી હોય છે. સૌરાષ્ટ્રના જીરાની સુગંધ અને સ્વાદ અન્ય વિસ્તાર કરતા અલગ હોય છે. દિનેશભાઈ સગપરિયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...