Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રૂડાના 4277 લાખના કામોનું 25મીએ લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં થનાર છે ત્યારે આ ઉજવણીમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થવાના છે. મુખ્યમંત્રીના હસ્તે 25 જાન્યુઆરીએ 4277 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.
રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આણંદપર ગામે 338.86 લાખ રૂપિયા, મોટામવામાં રૂ.558.22 લાખ, કાંગશિયાળી ગામે રૂ.138.94 લાખ, ઘંટેશ્વર-મોટામવામાં રૂ.126.03 લાખના ખર્ચે બનેલા રોડનું 25 જાન્યુઆરીએ લોકાર્પણ કરવમાં આવશે. બાઘી, બેડી, ખંઢેરી, માધાપર, પરાપીપળિયા, તરઘડી, ન્યારા, વાજડી, દેવગામ, વિજયનગર ગામના માર્ગોનું લોકાર્પણ વિવિધ વિભાગોના મંત્રીના હસ્તે કરવામાં આવશે. ખોખડદડ ગામે રૂ.526.65 લાખ, વડાલી ગામે રૂ.619.04 લાખ અને કાળીપાટ ગામે રૂ.640.67 લાખના ખર્ચે બ્રિજની કામગીરી કરવામાં આવશે જેનુ મુખ્યમંત્રીના હસ્તે ભુમીપુજન કરાશે.
આ સિવાય માધાપર, મોટામવા ગામે 883.50 લાખ રૂપિયાના ખર્ચે, હરિપર ગામે 141.26 લાખ રૂપિયા, ઘંટેશ્વર ગામે 304.79 લાખના ખર્ચે સી.સી. રોડ બનશે. આ તમામ રોડના વર્કઓર્ડરની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગોરીદળ, રતનપર, ઠેબચડા, લાપાસરી, રાજગઢ, કાળીપાટ, પાળ, માલીયાસણ, નાકરાવાડી, ઢોલરા, હડમતિયા બેડી, નારણકા ગામે રોડ રસ્તાના કામો પણ શરૂ કરવામાં આવશે. જેથી ટ્રાફિક સમસ્યા પણ મહદઅંશે ઉકેલાઈ જશે.