તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rotary Club Of Greater Rajkot Gives Students An Insight Into Bed Touch From Good Touch 031003

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થિનીઓનેે ગુડ ટચથી લઇને બેડ ટચની સમજ આપે છે રોટરી ક્લબ ઓફ ગ્રેટર રાજકોટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાજના સમયે શાળા-કોલેજે જતી વિદ્યાર્થિનીઓ શારીરિક અને જાતીય શોષણનો ભોગ બની રહી છે.જેમાંની કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલીક ઘટનાઓ કોઈને ખબર પણ પડતી નથી. પોતાની સાથે થયેલા શારીરિક અડપલાં અને જાતીય શોષણની માહિતી વિદ્યાર્થિનીઓ પોતાના પરિવારજનોને કહેતી નથી અને અંદરને અંદર મૂંઝાઈ છે.આ ઉપરાંત આ જ અવસ્થામાં વિદ્યાર્થિનીને કોઈક ભોળવીને તેને પ્રેમજાળમાં ફસાવી પણ લ્યે છે. આ બન્ને બાબતો ભવિષ્યમાં દુષ્કર્મ સુધી પણ પહોંચે છે. આવી ઘટનાનો ભોગ બનનાર વિદ્યાર્થિની પર નાની ઉંમરથી જ ઊંડી અને ખરાબ અસર પડે છે.નાની ઘટના મોટું સ્વરૂપ ન લે અને વિદ્યાર્થિની ખુલ્લી રીતે પોતાના પરિવારજનોને જાણ કરે તે માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર પાણી પહેલા પાળ બાંધી રહી છે.આ સંસ્થાના સભ્યો શાળા-કોલેજમાં જઇને વિદ્યાર્થિનીને ગુડ ટચ- બેડ ટચ શું છે, તેની જાણકારી આપી રહી છે. જાતીય શોષણનો ભોગ બન્યા બાદ શું કરવું જોઇએ,કેવી રીતે કામ લેવું જોઇએ તેનું પણ માર્ગદર્શન આપે છે. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વિદ્યાર્થિનીને ગુડ ટચ કોને કહેવાય,બેડ ટચ કોને કહેવાય તેનાથી માહિતગાર કરાઈ ચૂકી છે.

ખાસ કરીને અાર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારમાંથી અાવતી વિદ્યાર્થિનીને આ સંદર્ભમાં જાગૃતિ ઓછી જોવા મળે છે અને તેઓ ભોગ પણ વધુ બને છે. તેઓમાં અવેરનેસ આવે એ માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર સરકારી શાળાઓમાં જઇને વ્યક્તિગત રીતે વિદ્યાર્થિનીઓેને મળે છે. તેેને સમજાવે છે તેના વાલીઓને મળી તેની સાથે વાતચીત કરે છે. છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.આ ઉપરાંત હાઈજિન વિશે પણ માહિતગાર કરે છે.ખાસ કરીને માસિક સ્ત્રાવ સમયે શું શું કાળજી રાખવી જોઇએ તેનું પણ માર્ગદર્શન આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો