તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Riyadhar39s Water Line Collapses Impacting Water Distribution In 30 Areas 073033

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૈયાધારની પાણીની લાઇન તૂટી, 30 વિસ્તારમાં પાણી વિતરણને અસર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

ઠંડીમાં વધારો થવાથી મહાનગરપાલિકાની પાણીની લાઇન તૂટવાનું પ્રમાણ વધી ગયું છે. 150 ફૂટ રિંગરોડ પર રૈયાધારની પાણીની મુખ્ય લાઇન તૂટી જતા વોર્ડ નં.2,9 અને 10ની અંદાજે 30 જેટલા વિસ્તારમાં ચારથી પાંચ કલાક પાણી વિતરણ મોડું થયું હતું. બીજી તરફ ડ્રેનેજ કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વોર્ડ નં.14ની વોર્ડ ઓફિસ પાસે જ પાણીની લાઇન તૂટી હતી જે તુરંત રિપેરિંગ કરી દેવામાં આવતા પાણી વિતરણ પર કોઇ અસર થઇ નથી.

ઠંડીમાં લોખંડ સંકોચાતું હોવાથી પાણીની લાઇનના સાંધા ખુલ્લી રહ્યા છે જેના કારણે પાણીની લાઇન લીકેજ થઇ રહી છે. 150 ફૂટ રિંગરોડ પર રૈયાધારથી પસાર થતી મુખ્ય 300 એમ.એમ.ની લાઇન ગુરૂવારે મોડીરાત્રીએ લીકેજ થઇ હતી. પરિણામે વોર્ડ નં.2નાં રંગ ઉપવન તથા વોર્ડ નં.9નાં શિવપરા, હીરામનનગર તથા વોર્ડ નં.10માં તિરૂપતી સહિતનાં વિસ્તારોમાં ચારથી પાંચ કલાક સુધી પાણી વિતરણ ખોરવાયેલું રહ્યું હતું.

લાઈન તૂટતાં રસ્તા પર પાણીની રેલમછેલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો