તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Riyaas Can Be A Good Artist Musical 39technique39 In Classics Can Not Be Learned 39tradition39 Ashwini Bhide Deshpande 035119

રિયાઝથી જ સારા કલાકાર બની શકાય, કલાસિસમાં સંગીતની ‘ટેક્નિક’ શીખી શકાય ‘ટ્રેડિશન’ નહીં: અશ્વિની ભીડે-દેશપાંડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજની નવી જનરેશનને સ્ટેજ પર્ફોર્મન્સ કરવાની ઉતાવળ હોય છે, પરંતુ ખરેખર તેઓએ રિયાઝ કરવા પર ફોકસ કરવું જોઈએ. રિયાઝ જેટલું વધુ થાય એટલા જ વધુ સારા કલાકાર બની શકાય. ક્લાસિકમાં સંગીતની ટેક્નિક શીખી શકાય છે, પરંતુ ટ્રેડિશન તો ગુરુ જ શીખવે છે. હું પોતે દરરોજ બે કલાક રિયાઝ કરું છે અને વિદ્યાર્થીઓને પણ શીખવતી વખતે વધુ બે કલાક રિયાઝ થતો હોવાનું શાસ્ત્રીય સ્વર સામ્રાજ્ઞી અશ્વિની ભીડે-દેશપાંડેએ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આપણે ત્યાં 300 રાગ લખાયેલા છે પરંતુ પ્રચાર-પ્રસારમાં હાલ 30 જેટલા જ રાગ છે. રિયાલિટી શો વિશે તેમણે કહ્યું કે, બાળકોને ચોક્કસ તેનાથી ફાયદો થાય છે, એક પ્લેટફોર્મ મળે છે પરંતુ દરેક રિયાલિટી શો પોતાનો માર્ગ જોવે છે ખરેખર તેણે બાળકનો માર્ગ કે ભવિષ્ય જોવું જોઈએ. છ મહિના કે એક વર્ષ ચાલેલા રિયાલિટી શો પછી બાળકનું શું, તેનો પણ વિચાર કરવો જોઈએ. અંતમાં અશ્વિનીજીએ કહ્યું હતું કે, આર્ટિસ્ટ બનતા નથી તેઓ જન્મે છે અને તેઓને પણ તાલીમની જરૂર પડે છે.

અન્ય સમાચારો પણ છે...