તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Residents Complain That Police Have Arrested Two Men With 50 Liquor Bars 072604

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહેવાસીઓની ફરિયાદથી પોલીસે બે શખ્સને દારૂના 50 ચપલાં સાથે પકડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના જામનગર રોડ, માધાપર ચોકડી પાસે આવેલા બેકબોન રેસિડેન્સીમાં આવેલા ફલેટમાં રહેતા શખ્સની રોજ દારૂની પાર્ટીઓને કારણે અન્ય રહેવાસીઓ ત્રાસી ગયા હતા. જેને પગલે રહેવાસીઓએ ફલેટના માલિકને જાણ કરતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. દારૂની પાર્ટી અંગેની માહિતી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ગત મોડીરાતે બેકબોન રેસિડેન્સી દોડી ગયા હતા અને એચ વીંગના બીજા માળે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન થોડીવાર માટે ફલેટમાં રહેલા શખ્સોએ દરવાજો ખોલ્યો ન હતો. પરંતુ બાદમાં ફલેટનો દરવાજો ખોલ્યો હતો. ફલેટમાંથી મૂળ જામનગરના ગુલાબનગર સથવારા સમાજ શેરીમાં રહેતો સંજય ઉર્ફે સંજલો ભીખાભાઇ શિયાર અને રૈયા રોડ, મીરાનગર-3માં રહેતા ધાર્મિક ઉર્ફે ધમો જયેશભાઇ જોષી મળી આવ્યા હતા. ફલેટમાં તપાસ કરતા કંઇ નહી મળતા પોલીસે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે ફલેટની બારીમાંથી દારૂ ભરેલો થેલો ફેંકી દીધાની વાત કરી હતી. જેથી પોલીસે ત્યાં તપાસ કરતા થેલામાંથી વિદેશીદારૂના 50 ચપલા મળી આવતા દારૂ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી હતી.

જયારે અન્ય એક બનાવમાં શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા કપીલા હનુમાન મંદિર નજીક ગુરૂવારે રાતે અલ્પેશભાઇ વિનુભાઇ મિરાણીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું. પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ કરતા અલ્પેશભાઇએ એકલવાયા જીવનથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારે જણાવ્યું છે. દરમિયાન સારવારમાં રહેલા અલ્પેશભાઇએ શુક્રવારે દમ તોડતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો