તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કાથી આવેલા રાજકોટના યુવાનનો રિપોર્ટ શંકાસ્પદ, સેમ્પલ પુના મોકલાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તંત્રએ પોઝિટિવ કેસ સમજી તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 14 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા.

જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષનો યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી ચાર દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ તેમને શરદી અને તાવની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. કોરોનાની શંકાએ યુવાનના લોહી, કફના નમૂના લઇ જામનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જામનગર લેબોરેટરીમાં સેમ્પલ પરથી નિદાન સ્પષ્ટ થયું નહોતું અને કોરોનાની શંકા દૃઢ બનતા સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે.

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જામનગરની લેેબોરેટરીમાં પૃથક્કરણ બાદ કોઇ બાબત સ્પષ્ટ નહીં થતાં વધુ નિદાન માટે સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. બીજીબાજુ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ કહ્યું હતું કે, દર્દીનો રિપોર્ટ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, પરંતુ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. વૃદ્ધના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા 14 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકનો રિપોર્ટ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતાં યુવકને કોરોના હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ ગઇ હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની ઉપર બીજા માળે આવેલા આઈસોલેશન વોર્ડની સામે આવેલા ટીબી વોર્ડ તેમજ નીચેના માળે આવેલા પ્રસુતિ વિભાગના દર્દીઓની સલામતિ માટે તેમની લિફ્ટ અલગ કરી દેવામાં આવી છે તેમજ તેમના એક જ સંબંધીને હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં હાલ 76 લોકો કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. બુધવારે વહેલી સવારે બે યુવાનમાં વાઇરસના લક્ષણો દેખાતા નમૂના લેવામાં આવ્યા હતા. બપોર બાદ એક 90 વર્ષના વૃદ્ધ અને એક 58 વર્ષના વ્યક્તિમાં પણ વાઇરસના લક્ષણો દેખાતા નમૂના લેવામાં આવ્યા છે. સવારે લેવામાં આવેલા બે યુવાનોના સેમ્પલમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.

શહેરમાં તંત્રની કાર્યવાહી

રાજકોટમાં શંકાસ્પદ દર્દી નોંધાતા મોડીરાત્રે આરોગ્ય તંત્રે બેઠક કરી હતી.

પોલેન્ડથી કેવલે કરી ભાસ્કર સાથે વાત

હું પોલેન્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરું છું. રાજકોટના અમે 4 વિદ્યાર્થી છીએ. કોરોનાને કારણે લોકડાઉન શરૂ થયો ત્યારે અમે તેમજ બીજા ભારતીયોએ ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા શરૂ કરી હતી. ચાર દિવસ પહેલા અમારી ટિકિટ કન્ફર્મ થઈ એટલે અમે હોસ્ટેલથી નીકળી એરપોર્ટ પહોંચ્યા પણ ત્યારથી અત્યાર સુધી ફ્લાઈટ કેન્સલ થાય છે અથવા રિશિડ્યૂલ થયા કરે છે. એરપોર્ટ પર સુવાનો વારો આવ્યો છે.

{ જાહેરમાં થૂંકતા 80 અને 21 ગંદકી કરતા પકડાયા, મનપાએ દંડ ફટકાર્યો.

{ આધાર નોંધણી કેન્દ્રો પર બીમાર વ્યક્તિઓએ ન આવવા સૂચના.

{ કલેક્ટરે સમાજના આગેવાનો સાથે બેઠક કરી ધાર્મિક મેળાવડાઓ બંધ કરવા અપીલ કરી.

{ મુંબઇથી આવતા પ્રવાસીનો રેકર્ડ રહેશે.

{ કોરોનાની બેઠકને પગલે અપીલ બોર્ડ ન મળી શક્યું.

{ દરેક ટ્રીપ દીઠ એસટી બસની સફાઇ કરવા આદેશ.

વૃદ્ધના પરિવારજનો સહિત 14 લોકોને ક્વોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખસેડાયા

4 દિવસ પૂર્વે આવ્યા બાદ તબિયત ખરાબ થતાં સિવિલમાં દાખલ કરાયા’તા

આરોગ્ય તંત્રની મોડીરાત્રે બેઠક

રાજકોટ | કોરોનાને કારણે હાલ દેશમાં ભયનો માહોલ છે ત્યારે પણ રાજકોટ સેવા માટે આગળ આવ્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં કોરોનાને લઈને હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ હેલ્પલાઈન સેન્ટરમાં એન.આર.આઈ. અને સિનિયર સિટિઝન માટે રહેવા-જમવાની સગવડ પૂરી પડાશે. બેંકમાં નાણા ઉપાડવા, ફ્લાઈટની ટિકિટ બુક કરવા સહિતની સેવા પુરી પડાશે હેલ્પ માટે રક્ષિત જોષીના મોબાઈલ નં. 9824221447 પર સંપર્ક કરવો.

NRI- વૃદ્ધો માટે રહેવા જમવાની સુવિધા
અન્ય સમાચારો પણ છે...