તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના કેસમાં આગોતરા જામીન નામંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશીદારૂના કેસમાં સંડોવાયેલા આરોપીના અદાલતે આગોતરા જામીન નામંજૂર કર્યા છે. થોડા દિવસ પહેલા પોલીસે નવાગામમાં આવેલી ન્યૂ શક્તિ સોસાયટી-7માં હરેશ વિહાભાઇ પલાળિયા નામના શખ્સના ઘરે દરોડો પાડી વિદેશીદારૂની 132 બોટલ પકડી પાડી હતી. જો કે, પોલીસ દરોડાની ગંધ આવી જતા આરોપી પોલીસ પહોંચે તે પહેલા જ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તેવા જ સમયે નાસતા ફરતા આરોપી હરેશ પલાળિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આરોપીની અરજી સામે સરકાર પક્ષે રોકાયેલા એપીપી મુકેશ પીપળિયાએ કરેલી દલીલને ધ્યાને રાખી અદાલતે આરોપીના આગોતરા જામીન રદ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...