તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Recruitment Of 54 Academic And 51 Non Academic Students In The Univ 072033

યુનિ.માં 54 શૈક્ષણિક અને 51 બિન શૈક્ષણિકની કરાશે ભરતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના આદેશ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે ત્યારે યુનિવર્સિટીમાં 54 શૈક્ષણિક અને 51 બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરાશે તેમ જાણવા મળ્યું છે.

પીવીસી ડો.વિજય દેસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 પ્રોફેસર, 20 એસોસિએટ પ્રોફેસરો અને 19 આસિસ્ટન્ટ પ્રોફેસરો તથા 51 નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવનાર છે. કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કવાયત ચાલી રહી છે.

આ ભવનોમાં એસો. પ્રોફેસરની ભરતી કરાશે
બાયોસાયન્સ, ઇકોનોમિક્સ, હોમસાયન્સ, નેનો સાયન્સ, જર્નલિઝમ, સ્ટેટેસ્ટિક્સ ફિઝિક્સ, મેથેમેટિક્સ, લાઇબ્રેરી સાયન્સ, એજ્યુકેશન, કમ્પ્યૂટર સાયન્સ, એજ્યુકેશન, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સાયકોલોજી, ફાર્મસી

આ ભવનોમાં થશે આસિ. પ્રોફેસરની ભરતી
બાયોસાયન્સ, અંગ્રેજી, હોમ સાયન્સ, નેનો સાયન્સ, ફિઝિક્સ, સ્ટેટેસ્ટિક્સ, કેમિસ્ટ્રી, ડો.બાબાસાહેબ આંબેડકર ચેર, મેથેમેટિક્સ, સાયકોલોજી, ફાર્માસ્યૂટિકલ સાયન્સ, હિસ્ટ્રી

આ ભવનોમાં પ્રોફેસરોની નિમણૂક કરાશે
બાયોસાયન્સ, એજ્યુકેશન, કેમિસ્ટ્રી, ઇકોનોમિક્સ, હોમ સાયન્સ, જર્નલિઝમ, લો, હિન્દી, સાયકોલોજી, મેથેમેટિક્સ, સોશિયોલોજી, હ્યુમન રાઇટ્સ એન્ડ આઇએચએલ, ફાર્માસ્યૂટિકલ સાયન્સ

અન્ય સમાચારો પણ છે...