તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં ચાર પેઢીમાં GSTના દરોડા, 6 લાખની ટેક્સની વસૂલાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં ચાર પેઢીમાં એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા છે.જેમાં એક પેઢીમાંથી રૂ.6 લાખની ટેક્સચોરી ઝડપાઈ છે. જ્યારે બે સ્થળે તપાસ હજુ ચાલુ છે. આ ઉપરાંત એક પેઢીમાંથી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.

ટેક્સ ચોરી માટે મોરબી એપી સેન્ટર બની ગયું છે. તાજેતરમાં જ બોગસ બિલિંગ કાૈભાંડ ઝડપાયું હતુ. જેમાંથી ચારથી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની ટેકસ ચોરી ઝડપાઈ છે. ત્યારે ભવિષ્યમાં થતા બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા માટે ફરી અમદાવાદથી તપાસના આદેશો કરવામાં આવ્યા હતા.જેના અનુસંધાને મોરબીમાં શુક્રવારે એસજીએસટીની ટીમ તપાસ માટે ત્રાટકી હતી. કુલ ચાર પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ લાંબી ચાલશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે. બોગસ બિલિંગ કૌભાંડ સહિતના મુદે હાલમાં મોરબીમાં અનેક સ્થળોઅે તપાસ ચાલુ કરાતા મોરબીના વેપારમાં તેની અસર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...