તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજી ટ્રોફી| સૌરાષ્ટ્ર 581/7 ડિક્લેર, કર્ણાટક 13/1

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કર્ણાટકના બોલરો પર હાવી થઇ ગયેલા સૌરાષ્ટ્રના બેટ્સમેને સાત વિકેટ ગુમાવી 581 રનનો જંગી જુમલો ખડકી દીધો છે. બીજા દિવસે ચેતેશ્વર પૂજારા અને શેલ્ડન જેક્શને દાવનો પ્રારંભ કર્યો હતો. શેલ્ડને 299 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 161 રન કરી તેના ફર્સ્ટ કલાસ કેરિયરમાં 17મી સદી નોંધાવી છે. જ્યારે ચેતેશ્વરે 390 બોલમાં 24 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી શાનદાર 248 રન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 13મી બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર 50મો બેટ્સમેન બન્યો છે. 7મી બેવડી સદી સાથે ચેતેશ્વરે રણજી ટ્રોફીમાં 6 હજાર રન પૂરા કર્યા છે. બંને બેટ્સમેન આઉટ થઇ ગયા બાદ સૌરાષ્ટ્રે 7 વિકેટ ગુમાવી 581 રને દાવને ડિક્લેર કર્યો હતો. પ્રેરક માંકડે 86 બોલમાં 5 ચોગ્ગા, 6 છગ્ગાની મદદથી અણનમ 86 રન બનાવી તેના કેરિયરની 9મી અર્ધશતક નોંધાવી છે. જ્યારે કર્ણાટકના સુચિથ, પવન દેશપાંડે અને પ્રવિણ દૂબેએ 2-2 વિકેટ મેળવી હતી. જંગી રનના જુમલા બાદ દાવ લેવા ઉતરેલી કર્ણાટક ટીમનો બેટ્સમેન દેવદત જયદેવ ઉનડકટની પહેલી જ ઓવરના ચોથા બોલે આઉટ થઇ ગયો હતો. દરમિયાન બીજા દિવસની રમતના અંતે કર્ણાટકે એક વિકેટ ગુમાવી 13 રન કર્યા છે.

13મી બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારા 50મો બેટ્સમેન બન્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો