તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની RTO કચેરી શનિ-રવિવારે ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજ્યમાં લાગુ પાડવામાં આવેલા મોટરવાહન અધિનિયમ(સુધારા) 2019 તથા અન્ય લગત નિયમોના સુધારાને કારણે જાહેર જનતાને લાઇસન્સ, આર.સી બૂક, પીયુસી, HSRP વગેરેની કામગીરી વધવા પામી છે. આ પ્રકારની અરજીઓનો સમયસર નિકાલ કરાવવા અને જાહેર જનતાને વધુ સારી સુવિધા આપવા માટે તારીખ 28 અને 29 સપ્ટેમ્બર સહિત આગામી સમયની શનિવાર અને રવિવારની રજામાં રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓને ચાલુ રાખવા જણાવાયું છે. આ દિવસોમાં વાહનની અને અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધેલી લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતની તમામ સેવાઓ ચાલુ રાખાશે. રાજકોટ આરટીઓમાં કેટલાક દિવસોથી અરજદારોનો ભારે ધસારો રહે છે. લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન સહિતની કામગીરી માટે લોકોની લાઈનો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...