તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના મવડી બ્રિજનું કાલે જનતા લોકાર્પણ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર રાજકોટ

અંદાજે 32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મવડી બ્રિજનું જનતા લોકાર્પણ રવિવારે રામનવમીના દિવસે કરવામાં આવશે. આ બ્રિજની કામગીરી ચાલુ હતી ત્યારે અનેક વખત ક્યુબ ટેસ્ટ અને અલ્ટ્રાસોનિક ટેસ્ટ નાપાસ થયા હતા. આ અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો. એક વર્ષ પહેલા બે ગડરનો અલ્ટ્રાસોનિક ટેસ્ટનો રિપોર્ટ નાપાસ થતા બન્ને ગડર દૂર કરાયા હતા

રાજકોટ મહાનગરપાલિકાએ 150 ફૂટ રિંગરોડ મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજની ચાલતી કામગીરી હવે પૂર્ણતાની આરે છે. રવિવારે રામનવમી અથવા સોમવારે આ બ્રિજનું જનતા લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજમાં 28 આર.સી.સી. પીઅર, 84 આર.સી.સી. ગડર તથા 28 આર.સી.સી. ડેકસ્લેબ મુકવામાં આવ્યા છે. આ ગર્ડરની કામગીરી દરમિયાન અલ્ટ્રાસોનિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે ગર્ડરના નમૂના એક વર્ષ પહેલા નાપાસ થયા હતા. ત્યારે બન્ને ગર્ડર બ્રિજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા.

કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી દરમિયાન અનેક પ્રકારના ટેસ્ટ કરાતા હોય છેે. જેથી બ્રિજની મજબૂતાઇ ચેક કરી શકાય. વર્ષ પહેલા એજન્સીએ બનાવેલા ગર્ડરના નમૂના નાપાસ થતા ગર્ડર ફિટ કરાયા નથી. તેમજ એજન્સીને દંડ પણ ફટકાર્યો હતો. બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત છે, કોઇ ખામી નથી.

અન્ય સમાચારો પણ છે...