Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માલેગાંવમાં રાજકોટના કાઠિયાવાડી અશ્વનો દબદબો
અશ્વપાલકોને શુદ્ધ ઓલાદના સંવર્ધન અંગેનું પૂરતું જ્ઞાન ન હોવાને કારણે કાઠિયાવાડી નસલના અશ્વોની સંખ્યામાં ઝડપી ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે મહારાણા પ્રતાપ જેને વફાદાર માનતા હતા તે કાઠિયાવાડી નસલના ચેતક અશ્વ લુપ્ત ન થાય તે માટે રાજકોટનાં દેવરાજસિંહ જાડેજાએ બીડું ઝડપ્યું છે. આદ્યશક્તિ ગ્રૂપના દેવરાજસિંહ બાળપણથી જ કાઠિયાવાડી નસલના અશ્વપ્રેમી હોય આ નસલનો તમામ ઇતિહાસને વાકેફ કરવા મહારાષ્ટ્રના માલેગાંવમાં યોજાતા અશ્વ મેળામાં ઓળખ આપી છે. ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટસ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે યોજાતા અશ્વ પ્રદર્શનમાં દેવરાજસિંહ કાઠિયાવાડી અશ્વો માટે ભારતના અન્ય રાજ્યોના અશ્વ સંવર્ધકો અને અશ્વ માલિકોમાં કાઠિયાવાડી અશ્વો અંગે જાગૃતિ આવે અને આવી ઉત્તમ ઓલાદના અશ્વોની લાક્ષણિકા અને ઇતિહાસની માહિતીઓ પૂરી પાડી આ નસલને જીવંત રાખવા પ્રયત્નશીલ છે. એક માત્ર ગુજરાતના દેવરાજસિંહ જાડેજા અશ્વ મેળામાં સામેલ થઇ કાઠિયાવાડી નસલના અશ્વની ઓળખ આપી રહ્યાં છે.