તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot To Reduce The Deficiency Of Vitamins In The Youth And Children Of The Country 072004

રાજકોટ | દેશના યુવાનો અને બાળકોમાં વિટામિન્સની કમી નિવારવા અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દેશના યુવાનો અને બાળકોમાં વિટામિન્સની કમી નિવારવા અને વૃધ્ધોને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખાદ્ય પદાર્થમાં વિવિધ વિટામિન્સ ઉમેરીને બજારમાં મૂકવા ઉત્પાદકોને અપીલ કરી છે. રાજ્યમાં દૂધમાં સૌપ્રથમ ફોર્ટિફિકેશન શરૂ કરનાર માહી કંપનીને ફોર્ટિફિકેશન ચેમ્પિયનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ સામાજિક જવાબદારી અદા કરી છે અને કેન્દ્ર સરકારના કુપોષણ નાબૂદ કરવા શરૂ કરાયેલા અભિયાનમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...