તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot The Original Narmana Resident Currently Has Rajkot Ramniklal Hansraj Tanna 034159

રાજકોટ| મૂળ નરમાણા નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ હંસરાજ તન્ના તે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| મૂળ નરમાણા નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ હંસરાજ તન્ના તે પ્રફુલભાઈ, સતિષભાઈ તન્ના( સદભાવના હોસ્પિટલ) તથા સંજયભાઈ તન્નાના પિતા તથા ગિરીશકુમાર કલ્યાણજીભાઇ ગોટેચા કેશોદવાળાના સસરા, મનસુખભાઈ, રમેશભાઈ, નવીનભાઈ તથા ભરતભાઈ ખંઘેડિયાના બનેવી તા. 12ના અવસાન પામેલ છે. ઉઠમણું તથા સસુરપક્ષની સાદડી તા.14ને સોમવારના રોજ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ ખાતે સાંજે 4 થી પ રાખેલ છે.

વડાલ નિવાસી હાલ રાજકોટના વાળંદ પ્રભાબેન વ્રજલાલભાઇ ભટ્ટી ( ઉ.વ ૯૨ ) તે ચંદુભાઇ ભાઇ,જગદીશભાઇ તથા સ્વ. અમૃતલાલ રૂડાભાઈ ભટ્ટીના ભાભી તથા ચંપાબેન છોટાલાલ સુરાણી (પોરબંદર) જશીબેન પ્રતાપભાઇ ટાટમીયા(રાજકોટ)ઉષાબેન ભુપતભાઇ હીરાણી(પાંચ પીપળા) ગીતાબેન અતુલભાઇ શિશાંગીયાના(રાજકોટ) ના માતા તથા ભાવિકભાઇ,અજયભાઇ, આશિષભાઇ, રાજુભાઇ, પ્રતિક ભાઇના દાદીમા તથા રુદ્રના મોટા દાદીનું તા. ૧૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્થાને તા. 14ને સોમવારે બપોરે 4 થી 6 વાગ્યે પેડક રોડ આર્યનગર મેઇન રોડ આનંદ પાનવાળી શેરી (બંધ શેરી) આર્યનગર શેરી નં. 14, રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતબેન ઇશ્વરલાલ રાજવીર (ઉ.વ.72)તે સ્વ. ઇશ્વરલાલ ભાઇચંદભાઇ રાજવીરના પત્ની તથા હિમાશુભાઇ, મનીષભાઇના માતાનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજે 5થી 5.30 કલાકે, શ્રી ભીડભંજન મહાદેવ, 7-પરસાણાનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

ગામ મહિકા હાલ રાજકોટ વાળંદ લાલજીભાઇ બચુભાઇ પોપટાણી તે વશરામભાઇ, ભીખુભાઇના નાનાભાઇ તથા આશીષભાઇના પિતા તથા મુકેશભાઇના બનેવી તથા ધવલકુમારના સસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 14ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, પ્રજાપતિ સોસાયટી 2/6નો ખૂણો, રાજકોટ ખાતે રાખેલ છે.

સોની રામજીભાઇ ઇચ્છારામ ભાઇ આડેસરા (સબાઉવાળા) (ઉ.વ.93) તે રસિકભાઇ, ચંદુભાઇ, સુરેશભાઇના પિતા તથા મયૂરના દાદા તથા દર્શિતના મોટાદાદાનું તા.11ના અવસાન થયું છે.

મચ્છુકઠિયા સઇ સુથાર મૂળ ગામ ઉમરાળીવાળા હાલ રાજકોટ સ્વ. પોપટલાલ છગનભાઇ પરમારના પત્ની તથા મધુબેન પોપટલાલ પરમાર (ઉ.વ.82)તે રેખાબેન, દેવિકાબેન, પ્રફૂલ્લાબેનના માતા તથા સુલતાનપુરવાળા દયાળજી ભાઇ હંસરાજભાઇ સોલંકી તથા જયસુખભાઇ સોલંકીના મોટાબહેનનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજે 5 કલાકે, શક્તિપાર્ક શેરી નં.12, મોરબી રોડ, નવા જકાતનાકા, સેટેલાઇટ ચોકથી આગળ,પ્રકાશભાઇ પીઠડિયાના નિવાસસ્થાને રાખેલ છે.

25 ગામ હાલાઇ ભાટિયા નિરંજના રાજેન્દ્ર આશર (ઉ.વ.76) તે તુલસીદાસ મેઘજી આશર (માછરડાવાળા)ના પુત્રવધૂ, હિતેશ, અમિતના માતા તથા સુધીરભાઇ, ભરતભાઇ, પ્રહલાદભાઇ, ગિરિશ ભાઇ, વિમલાબેન, સુધાબેન, સુગીતાબેનના ભાભી તથા મનસુખલાલ વેદ (જૂનાગઢવાળા), કુસુમબેનના દીકરી તથા અનિતા, નમ્રતાના સાસુ તથા સિમ્મી, શ્લોક, મિસ્ટીના દાદીનું તા. 12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 14ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5.30 કલાકે, ડાયમંડ ટોકિઝ કમ્પાઉન્ડ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન હોલમાં રાખેલ છે.

રાજકોટ નિવાસી સ્વ.નટવરલાલ મગનલાલ દત્તાણી (ભાડથરવાળા)ના પત્ની કંચનબેન નટવરલાલ દત્તાણી (ઉ.વ.76) તે વિજયભાઇ, કિશોરભાઇ, કીર્તિભાઇ, ચંદ્રિકાબેન દિલીપકુમાર ધોકાઇ, મોનાબેન બિપીનકુમાર કેશરિયા (રાજકોટ), સરોજબેન રાજેશકુમાર ઠક્કર (અમેરિકા)ના માતા તથા ગોવિંદજી ખેરાજભાઇ સામાણીના પુત્રીનું તા. 12ના અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા તા.13ને રવિવારના રોજ સાંજે 5.30 કલાકે, 305, વૃજ મંગલ એપાર્ટમેન્ટ, 11-પટેલ કોલોની, જામનગરથી નીકળશે. તથા સદ્દગતનું ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજે 4.30 થી 5 કલાકે, નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગર ખાતે રાખેલ છે. ભાઇઓ બહેનોનું સાથે રાખેલ છે. તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ રિતેશ બિપીનચંદ્ર મહેતા (ઉ.વ.40)તે ઇન્દુબેન બિપીનચંદ્ર મહેતાના પુત્ર તથા પ્રેમભાઇ,હરિશભાઇ, ઉમેશભાઇના ભત્રીજા તથા કિરણભાઇ, શ્રેયાંશી બહેનના મોટાભાઇનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 17ને ગુરુવારના રોજ સાંજે 4.30 થી 5.30 કલાકે, નીલકંઠ મહાદેવ મંદિર, પ્રેમમંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મોરબી |ભાવસાર રીટાબેન ભરતભાઇ (ઉ.વ. 52) તે હરીશભાઈ ભાવસારના ભાભીનું તા. 12ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા. 13ને રવિવારના રોજ રોજ સવારે 10 થી 11 સુધી તેમના નિવાસ સ્થાન રવાપર રોડ, વી માર્ટની સામેની શેરી, મોરબી ખાતે રાખ્યું છે.

મુળ નાનીબરાર હાલ મોરબી નિવાસી નિવૃત શિક્ષક વૈષ્ણવ છબીલદાસ હીરાદાસ (ઉ.વ.73) જે વૈષ્ણવ મગનલાલ ભાણદાસના ભત્રીજા, મનસુખભાઈ હીરાલાલના મોટાભાઈ અને અનિરુધ્ધભાઈ, જીતુભાઈ, સંજયભાઈ અને વિપુલભાઈના પિતાનુ તા.11ના મોરબી અવસાન થયું છે. બેસણુ તા .14ના સોમવારે સાંજે 4થી 5,જડેશ્વર મહાદેવ મંદીરે ખાતે, રાજકોટમાં રાખેલ છે.

ભાવનગર| ભડલી નિવાસી ગોહિલ ગંભીરસિંહ રવુભા (ઉ.વ.85) તે જાડેજા સ્વ. દિલુભા, ભરતસિંહ, વજેન્દ્રસિંહ, મજબૂતસિંહ જોરૂભા જાડેજાના બનેવીનું અવસાન થયું છે.

સુરેન્દ્રનગર |દિનેશભાઇ રતિલાલ શક્રાણી (ઉ.વ.61) તે વિશાલ (મોન્ટી), હાર્દિકના પિતા તથા બકુલભાઇ, મયૂરભાઇ, જયેશભાઇ, નિલેશભાઇના મોટાભાઇ તથા ઘનશ્યામભાઇના ભત્રીજા તથા દિનેશભાઇ સોમૈયાના બનેવીનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 11ને રવિવારના રોજ બપોરે 3.30 થી 5 કલાકે, લોહાણા મહાજન વાડી, બાલા હનુમાન સામે, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગોંડલ |ભગવાનજી ભાઈ મોહન ભાઇ પરમાર(ઉ.વ. 70) તે સ્વ.ધીરજલાલ મોહનભાઇ મકવાણા ના જમાઈ તથા હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, ચંદુભાઈ ના બનેવી નું તા. 11 ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 14 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે, બાલાહનુમાનજી મંદિર, રણછોડ નગર, ગોંડલ મુકામે રાખેલ છે.

ગોવિંદભાઈ હીરાભાઈ દેપાણી ઉવ 87, તે ભીખાભાઈ તથા ઉકા લાલ ના પિતાનું તારીખ 12 ના અવસાન થયેલ છે તારીખ 14ને સોમવાર પાટીદાર મુકામે સવારે 8 થી 11 કલાકે નિવાસસ્થાને રાખેલ છે તેમજ સાંજે 3 થી 5:00 કડવા પટેલ સમાજ ગુંદાળા રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

પોરબંદર |મોઢા ગૌરીશંકર મણીલાલ(ઉ.વ.71, મુળ પાછતર, હાલ ઇન્દીરાનગર)તે હિતેનભાઇ, નિકુંજભાઇ, રશ્મિબેન, રીનાબેનના પિતા, સતિષભાઇ, ચંદુભાઇના ભાઇનું તા.10ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.14ને સોમવારના રોજ સાંજના 4 થી 5 કલાકે , મધુર ડેરી, બિરલા કોલોની, ઇન્દિરાનગર, છાયાં ખાતે રાખ્યું છે.

સાવરકુંડલા |ગોટી મગનભાઇ રામજીભાઇ(ઉ.વ.70, નિવૃત પ્રિન્સિપાલ એસ.વી.દોશી, ગર્લ્સ હાઇસ્કૂલ અને મંત્રી નિર્દોષાનંદ આશ્રમ)તે મનિષભાઇ, મૌલિકભાઇ ના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારના રોજ સાંજના 3 થી 6 કલાકે, કલ્યાણ સોસાયટી, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

ચૌહાણ નમીરાબાનું મહેબુબભાઇ (ઉ.વ.18)નું તા.11ના અવસાન થયું છે. જીયારત તા.13ને રવિવારના રોજ સવારે 10 થી 11, મસ્જીદે ખદીઝા બીડી કામદાર સોસાયટી તેમજ ઓરતોની જીયારત નિવાસસ્થાને બીડીકામદાર સોસાયટી,સાવરકુંડલામા ંરાખેલ છે.

પોરબંદર |જોષી લીલાવંતીબેન (ઉ.વ.80) તે ભગવાનજી ગોકલદાસજીના પત્નિ, પ્રદિપભાઇ, પ્રફુલભાઇ, મેનાબેન, જયશ્રીબેનના માતા, અજયભાઇ, અક્ષયભાઇ, હિનાબેન ના દાદીનું તા.11ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.17ને ગુરુવાર ના રોજ સાંજના 4 થી 5 કલાકે, અન્નપૂર્ણાકૃપા, મારૂતિપાન પાછળ, એસીસી રોડ, છાંયા ખાતે રાખેલ છે.

મોઢા નરસીદાસ પરષોત્તમ (ઉ.વ.82, મુળ ગોરાણા, હાલ પોરબંદર) તે રાજેશભાઇ, કમલેશ ભાઇ, રેખાબેન, મીનાબેન, શોભનાબેનના પિતાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ને શુક્રવારના રોજ સાંજના 4 થી 5, તેમના નિવાસસ્થાન સાધના રામટેકરી પાસે, પોરબંદર ખાતે રાખ્યું છે.

માળીયાહાટીના| કાનાબાર હિનાબેન (ઉ.વ.65)તે મધુસુદન ભાઇ મોરારજીભાઇના પત્નિ, ઋષિનભાઇ, દિશાબેનના માતા, રાહુલ વિઠલાણીના સાસુ, નરશીભાઇ મેઘજીભાઇ પોપટ, ટંકારાના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિતૃપક્ષની સાદડી તા.14ને સોમવારના રોજ સાંજના 4:30 કલાકે લોહાણા મહાજનવાડી, માળીયાહાટીના ખાતે રાખેલ છે.

જૂનાગઢ | સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ પંડ્યા હસમુખભાઇ (ઉ.વ.57, મુળ રામેશ્વર, હાલ જૂનાગઢ)તે સ્વ.ઉમીયાશંકર પ્રભાશંકરના પુત્ર, મુગટભાઇ, કિરીટભાઇના ભાઇ, ધવલભાઇ, ધાર્મિકભાઇના પિતા, કનકરાય જમનાદાસ ભટ્ટના જમાઇ, સ્વ.હેમતલાલભાઇ, ચંદુલાલભાઇ, કનકરાયભાઇ, જીવનભાઇ, સ્વ.ઇશ્વરભાઇ, રમણીકભાઇ, ચંદ્રકાંતભાઇના ભાણેજ, અશોકભાઇ રતિલાલ ભટ્ટના સાળાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તથા સાસરાપક્ષની સાદડી તા.14ને સોમવારના રોજ સાંજના 4:30 થી 5:30, વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ચોક, જૂનાગઢ ખાતે રાખેલ છે.

વેરાવળ | વડુકર નાથાભાઇ ગોવિંદભાઇ(ઉ.વ.70)નુ તા.11ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજના 4 કલાકે સોરઠીયા પ્રજાપતિ કોમ્યુનિટી હોલ, શ્રીબાઇ ગરીબચોક ભાલકા ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...