• Gujarati News
  • National
  • Rajkot News Rajkot The Original Bhadli Jasdan Presently Rajkot Laljibhai Nanjibhai Gajjar 073043

રાજકોટ | મૂળ ભડલી જસદણ હાલ રાજકોટ લાલજીભાઇ નાનજીભાઇ ગજ્જર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મૂળ ભડલી જસદણ હાલ રાજકોટ લાલજીભાઇ નાનજીભાઇ ગજ્જર (તલસાણિયા) તે સ્વ.રામજીભાઇ, સ્વ.હરજીવનભાઇના નાનાભાઇ, વિજયભાઇ, પ્રદ્યુમ્નભાઇ, જાગૃતિબેન વિશરોલિયાના પિતા તા. 25ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27ના સાંજે 4 થી 6, યોગીસભા ગૃહ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાખ્યું છે.

મૂળ નાની બરાર હાલ રાજકોટ મચ્છુ કઠિયા લુહાર સ્વ.બેચરભાઇ (બલવંતભાઇ) ખીમજીભાઇ કવૈયાના પત્ની રંજનબેન કવૈયા (ઉ.વ.64)તા. 25ના અવસાન પામ્યા છે. તે મહેશભાઇ, અલ્પેશ ભાઇ, ચેતનાબેન, અંજનાબેન, ક્રિષ્નાબેન, કિરણબેન, જીજ્ઞાબેનના માતા અને નાનજીભાઇ વાલજીભાઇ પરમાર (રાજ સમઢિયાળા)ના દીકરી, સ્વ.મનસુખભાઇ, રમેશભાઇના બહેનનું બેસણું તા. 27ના સાંજે 4 થી 6 મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિની વાડી, રણછોડનગર-14 રાખ્યું છે.

બ્રહ્મક્ષત્રિય ગોંડલ છગનલાલ જેઠાલાલ ગરાચ (ઉ.વ.81)તે ગાંડાલાલ જેઠાલાલ મેર (જેતપુર)ના જમાઇ, રસિકલાલ (મુંબઇ)ના મોટાભાઇ, દીપકભાઇ, જયેશભાઇ, ભાવનાબેન દિનેશભાઇ પડિયા (અમદાવાદ)ના પિતા અને મિતેશના દાદાનું તા. 26ના અવસાન થયું છે. ઉઠમણું તા. 27ના સાંજે 5 કલાકે, શીતળા માતાજી મંદિર, ભાવનગર રોડ રાખ્યું છે.

ઔ.ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ લીલિયા નિવાસી હાલ અમરેલી પ્રતાપરાય ભાનુશંકર જોષી (ઉ.વ.70)તે રાકેશભાઇ, કલ્પેશભાઇના પિતા અને હરિશંકર નરભેરામ શુક્લ (રાજકોટ)ના જમાઇનું તા. 25ના અવસાન થયું છે. સસરાપક્ષનું બેસણું તા. 28ના સાંજે 4 થી 5, નથુ તુલસી બ્રાહ્મણ બોર્ડિંગ વાડી, 9-ગોપાલનગર, રાજકોટમાં રાખ્યુ છે.

જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. ગંગાબેન લાલજીભાઇ પુરોહિત (મૂળ શ્રીનગર હાલ રાજકોટ તે પ્રવીણભાઇ લાલજીભાઇ પુરોહિત, સરલાબેન ચંદ્રેશકુમાર લખલાણી (કેશોદ)ના માતાનું તા. 25ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી6 કલાકે, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઇન રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

કિશોરભાઇ ગોપાલજી ચગ (ઉ.વ.70)તે કિરણ, કમલના પિતા અને હસુભાઇના નાનાભાઇ, સંજયના કાકા, કાંતિલાલ પરસોત્તમદાસ શિંગાળાના જમાઇ, ભરતભાઇ, નરેશભાઇ, નીતિનભાઇ, ભૂપતભાઇના બનેવી, દીપક પ્રવીણચંદ્ર મદલાણીના મામાનું તા. 25ના અવસાન થયું છે. ઉઠમણું તા. 27ના સાંજે 4.30 થી 5.30, સસરાપક્ષનું બેસણું સાથે પંચનાથ મંદિર, લીમડા ચોક રાખ્યું છે.

મૂળ પોરબંદર હાલ રાજકોટ સ્વ.કાંતિલાલ પરસોત્તમભાઇ ત્રિવેદીના પુત્ર પ્રકાશભાઇ (ઉ.વ.52)તે સંજયભાઇ, માર્કંડભાઇના ભાઇ, મુકુંદરાય શાંતિલાલ ધારૈયાના જમાઇ, સ્વ. મહેશભાઇ, જનકરાય પરસોત્તમભાઇ ત્રિવેદીના ભત્રીજા, સંજયભાઇના કાકા, અક્ષય, ચિન્મયના પિતાનું તા. 26ના અવસાન થયું છે. બેસણું તા. 27ના સાંજે 4 થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, માલવિયા ચોક પેટ્રોલપંપ સામેની શેરીમાં રાખ્યું છે.

મ.ક.સઇ સુથાર પ્રભાબેન કાંતિલાલ પીઠડિયા તે સ્વ.કાંતિલાલ દેવજીભાઇ પીઠડિયા (મોરબી)ના પત્ની અને રાજેશભાઇ, અશ્વિનભાઇ, વીણાબેનના માતા અને જયંત, સીમા, પ્રિયંકા, રશ્મી, રાહુલના દાદીમા તથા કરાચીવાળા રામજીભાઇ નથુભાઇ પરમારના દીકરી તા. 25ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 27ના સાંજે 5 થી 6 રામેશ્વર મંદિર, 4-જીવનનગર, રૈયારોડ રાજકોટ અને પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ધોબી મૂળ માળિયાહાટીના હાલ રાજકોટ મગનભાઇ દેવજીભાઇ સરવૈયાનું તા. 26ના અવસાન થયું છે. તે મહેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, કૌશિકભાઇના પિતા અને રાહુલ, મયંક, પાર્થ, તેજસના દાદાજીનું બેસણું તા. 27ના સાંજે 4 થી 6, વિશ્વેશ્વર મહાદેવ મંદિરે રાખ્યું છે.

ચંપાબેન જીવરાજભાઇ કોટક (ઉ.વ.92)નું તા. 26ના અવસાન થયું છે. તે ભીખુભાઇ, સ્વ.નાથાભાઇ (કમલેશભાઇ), અનિલભાઇના માતા અને મુકેશભાઇના કાકી, શ્યામ, ઉમંગના દાદાનું ઉઠમણું તા. 27ના સાંજે 4.45 કલાકે ભીડભંજન મહાદેવ મંદિર, તિરૂપતિનગર મેઇન રોડ, હનુમાન મઢી પાસે રાખ્યું છે.

મનબહાદુર શાલીગ્રામ ઓલી (ઉ.વ.85) તે સ્વ. હંસાબેનના પતિ, ઉદય (એ.જી. ઓફીસ), જ્યોતિ શૈલેષકુમાર કોટેચા (યુ.કે), રીના અરવિંદ શાહ (યુ. કે.)નાં પિતા, રણજિતભાઈ (રણુભાઈ વશિષ્ઠ)નાં બનેવી અને લલિતસિંહ શાહી (એડવોકેટ)નાં મામાનું તા.25ના અવસાન થયુ છે. બેસણું તા.27ના સાંજે 5.30 થી 6.30 વચ્ચે હોબી સેન્ટર, એરપોર્ટ રેલવે ફાટક પાસે, વિવેકાનંદ સોસાયટી પાછળ ખાતે રાખેલ છે.

ગોંડલ |ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ જ્ઞાતિ ના યશવંતભાઈ ભાઈશંકરભાઈ ભટ્ટ (બટુકભાઈ) ઉ. 80 તે સંજયભાઈ, સુનિલભાઈ, મેહુલભાઈ તથા નેહાબેન હિતેશકુમાર પંડ્યા (કોયમ્બતૂર) ના પિતા તથા સ્વ. મુકુન્દરાય, નરેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, સ્વ.ભુપતભાઇ, સુરેશભાઈ,સુધીરભાઈ, જયોતિબેન મહેન્દ્રકુમાર દેસાઈ ના ભાઈ નું તા. 26 ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 28 ને શનિવારે સાંજે 4 થી 6 રાજશક્તિ એપાર્ટમેન્ટ, સુખનાથ નગર, સરકારી દવાખાના પાછળ, srp ગેટ સામે ગોંડલ મુકામે રાખેલ છે.

ગોંડલ વેકરી દેવકુંવરબા બહાદુરસિંહ ચુડાસમા ( ઉ.વ. 86 ) તે સુખદેવસિંહ, ગિરિરાજસિંહ ના માતા, ગૌરવસિંહ(ગોવુભા) ના મોટાબા, પ્રવિણસિંહ તથા વિક્રમસિંહ(આરટીઓ જામનગર) ના ભાભી નું તા. 25 ના અવસાન થયેલ છે.

ઉપલેટા |મરછુ કડીયા સઈ સુતાર દરજી ક્ષાતિના જગદીશભાઈ નટવરલાલ દેગડા ઉ.વ 40 તે શાંતિલાલ દેગડા ના ભત્રીજા તથા રમેશભાઈ ના મોટા ભાઈ તથા મહેનદભાઈ ધોરાજીવાળા ના ભાણેજ તેમજ અશોકકુમાર કાતિલાલ રાઠોડ ના સાળા તા 26ના અવસાન પામ્યા છે. બેસણુ તા 27ના સાંજે 4 થી 5 જળેશ્વર મહાદેવ મંદિર રાખેલ છે.

જૂનાગઢ |બાબુભાઇ લાલજીભાઇ જેઠવા (ઉ.વ.53) તે પરેશભાઇ, અતુભાઇ બાબુભાઇ જેઠવા, રેખા હરીકૃષ્ણ ચૌહાણના પિતાનું તા. 26ના અવસાન થયું છે. બેસણું તા. 27ના સાંજે 4થી 6 કલાકે, સત્સંગ હોલ, 9- રાયજીનગર,મોતીબાગ પાસે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ પંડ્યા સુખદેવભાઇ કૃષ્ણપ્રસાદભાઇ (ઉ.વ.70)તે નિરૂપમાબેનના પતિ, જમનાબેનના ભાઇ, પ્રજ્ઞેશભાઇ, રાકેશભાઇ, અર્ચિતાબેનના પિતાનું તા.26ના અવસાન થયું છે. સદ્દગતનું પ્રાર્થનાસભા તા.27ને શુક્રવારના રોજ સાંજના 5 થી 6 કલાકે, રાજરાજેશ્વર મંદિર, શિશુમંગલ પાસે, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

નંદાણીયા ઉમેશભાઇનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.29ને રવિવારના રોજ સાંજના 4 થી 5:30, કલાકે,ઓમકારેશ્વર મહાદેવના મંદિરે, દિપાંજલી, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કોડીનાર |કવા અશોકભાઇ બાબુભાઇ તે વિપુલભાઇ, પ્રમોદભાઇના પિતા, ધૃવિલભાઇ, હેતભાઇના દાદાનું તા.24ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.27ને શુક્રવારના રોજ કોટેશ્વર મંદિર, છારાઝાંપા, કોડીનાર ખાતે રાખ્યું છે.

સાવરકુંડલા |નિમ્બાર્ક કેશુરામ લક્ષ્મીરામ (ઉ.વ.83)તે રમેશભાઈ, દિનેશભાઈના પિતાનું તા.26ના વંડામાં અવસાન થયું છે. બેસણું તા.28ને શનિવારના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી વંડા ખાતે તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

રાજ્યગુરૂ કમલેશભાઈ(ઉ.વ.41)તે ડો.દિનેશભાઇના પુત્ર, અમિતભાઇ ના ભાઈ, ડૉ.સુભાષભાઈ, રાજુભાઇ, ભરતભાઇ, રમેશભાઈ ના કાકાના દીકરાનું તા.24ને મંગળવારના અવસાન થયું છે.

અમરેલી |જાની પ્રવિણચંદ્ર ગીરધર લાલ (ઉ.વ.84)તે ડો.નિલેશભાઇ, માધવીબેન જોષી, કલ્પનાબેન, વૈશાલીબેનના પિતા, દિપલના સસરાનુ તા.26ના અવસાન થયું છે. બેસણુ તા.30ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, જીમખાના હોલ, બસ સ્ટેશન સામે, અમરેલી ખાતે રાખ્યું છે.

મુંજપરા જયાબેન નટવરલાલનું તા.26ના અવસાન થયું છે. બેસણુ તા.27ન શુક્રવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, સોની જ્ઞાતિની વાડી, અમરેલી ખાતે રાખ્યું છે.

વેરાવળ |પોપટ મંજુલાબેન (ઉ.વ.75)તે રમણીકલાલના પત્ની, સ્વ.મગનલાલ, સ્વ.જમનાદાસ, સ્વ.નાનાલાલ, છોટાલાલના ભાભી નું તા.23ના અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા.28ને શનિવારના રોજ સાંજના 4 થી 6, લોહાણા મહાજન વાડી, સટ્ટાબજાર, વેરાવળ ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...