તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot The Final League Of Woman Under 19 Odi Trophy Being Played In Goa 035532

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ|ગોવામાં રમાઇ રહેલી વુમન અન્ડર-19 વન ડે ટ્રોફીના અંતિમ લીગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ|ગોવામાં રમાઇ રહેલી વુમન અન્ડર-19 વન ડે ટ્રોફીના અંતિમ લીગ મેચમાં ત્રિપુરા સામે જીત સાથે સૌરાષ્ટ્રનો આ ટૂર્નામેન્ટમાં પૂર્ણવિરામ થયો છે. સૌરાષ્ટ્રની ટીમ 7 મેચમાં 3 જીત, 4 હાર સાથે 12 પોઇન્ટ મેળવી ગ્રૂપમાં પાંચમા ક્રમે રહી છે.

અંતિમ લીગ મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી ત્રિપુરાને દાવ આપ્યો હતો. ત્રિપુરાએ 43.4 ઓવરમાં 110 રન કર્યા હતા. પૂજા પોલે 45 રન કર્યા હતા, જ્યારે સૌરાષ્ટ્રની ટી.ધારિણીએ 10માં 3 ઓવર મેડન ફેંકી 27 રન આપી 6 વિકેટ મેળવી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રે 42.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીતનો લક્ષ્યાંક પૂરો કરી વિજય મેળવ્યો છે. પી.કનોજિયાના અણનમ 34, કોમલ બી.ના અણનમ 15 રન હતા. ત્રિપુરાની સબીકા દાસ, ગંગાજી ત્રિપુરાએ 2-2 વિકેટ મેળવી હતી. આમ સૌરાષ્ટ્રની ટીમે છેલ્લા મેચમાં જીત તો મેળવી, પરંતુ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો