તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot The Bogus Doctor Dark Prince Filled The Scourge Of The Health Sector 034233

રાજકોટ | બોગસ તબીબ શ્યામ રાજાણીએ આરોગ્ય ક્ષેત્રની બદીઓનો ભરપૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બોગસ તબીબ શ્યામ રાજાણીએ આરોગ્ય ક્ષેત્રની બદીઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બોગસ પ્રમાણપત્ર તો બનાવ્યું સાથે સરકારી હોસ્પિટલમાંથી દવાઓ ચોરીને વેચવાનું પણ કારસ્તાન શરૂ કર્યું હતું. આરોગ્ય વિભાગની તપાસમાં શ્યામની લાઈફ કેર હોસ્પિટલમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલના ત્રણ વિભાગ સીલ કર્યા હતા. પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ સ્થળની ફરી તપાસ થતા સ્વાઈન ફ્લૂના દર્દીઓ તેમજ તેની અસર ધરાવતા દર્દીઓને અપાતી ટેમીફ્લૂ મળી આવી હતી. આ તમામ ટેબ્લેટ સરકારી હતી. ટેમીફ્લૂ મોંઘી દવા છે, પણ સરકાર સ્વાઈન ફલૂની સામે રક્ષણ મેળવવા સિવિલ હોસ્પિટલને વિનામૂલ્યે આપે છે. આ દવાઓ 2015 અને 2016ની વચ્ચે હોસ્પિટલમાંથી તફડાવી હોવાનો અંદાજ દવાની તારીખ પરથી આવે છે જેથી શ્યામના પિતા કે જે સિવિલ હોસ્પિટલના કર્મચારી હતા તેમના પર શંકાનો ગાળિયો વધુ ઘેરો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...