તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot Thakor Saheb Will Record 3000 Youths And Young Women Playing Talwar Ras 071610

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ઠાકોર સાહેબના રાજતિલક પર્વે ત્રણ હજાર યુવક અને યુવતીઓ તલવાર રાસ રમી રેકોર્ડ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટના સત્તરમા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક તા.30મી જાન્યુઆરીના રોજ થવાનું છે, રાજકોટ રાજવી પરિવાર દ્વારા આ રાજતિલક પર્વની ભવ્ય ઉજવણી થવાની છે અને આ પ્રસંગે તલવાર રાસ, અભિષેક અને દીપમાળા પ્રજ્વલિત કરવાનો વિશ્વ રેકોર્ડનો પણ પ્રયાસ કરવામાં આવશે.

રાજકોટના યુવરાણી કાદમ્બરીદેવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.30 જાન્યુઆરીએ રણજિત વિલાસ પેલેસ ખાતે શાસ્ત્રોક્તવિધિ સાથે ઠાકોર સાહેબની તિલકવિધિ થશે આ પર્વની ઉજવણી તા.27 જાન્યુઆરીથી થશે. તા.27ની સાંજે 4.30 થી 6.30 દરમિયાન દેહશુદ્ધિ , દશવિધિ સહિતની શાસ્ત્રોક્તવિધિ થશે. તા.28ને સવારે 8.30 થી 1 દરમિયાન પૂજનવિધિ થશે, સવારે 10 વાગ્યે એક અનોખો કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના 3 હજાર દીકરા-દીકરીઓ એકસાથે 12 મિનિટ તલવાર રાસ રમશે, અત્યાર સુધીમાં 2 હજાર દીકરા દીકરીઓના તલવાર રાસનો રેકોર્ડ છે, જ્યારે તિલકવિધિ પ્રસંગે યોજાનારા આ તલવાર રાસમાં 3 હજાર યુવક યુવતીઓ પરંપરાગત વસ્ત્રપરિધાન કરી તલવાર રાસ રમી રેકોર્ડ સર્જશે. તા.28ને સાંજે 4 થી 6 દરમિયાન નગરયાત્રા નીકળશે જેમાં વિન્ટેજ કાર, બગીઓ, પાટ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા-શરણાઇ આકર્ષણનું કેન્દ્ર બનશે. નગરયાત્રા વખતે વિવિધ સમાજ દ્વારા ઠાકોર સાહેબ અને યાત્રાનું સન્માન કરી ફૂલવર્ષા કરવામાં આવશે તેમજ યાત્રા સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ શો પણ યોજાશે, કાર અને બગીમાં સંતો મહંતો બિરાજમાન થશે.

તા.29ના સવારે 9.30 થી 1 વાગ્યા સુધી ફરીથી વિવિધ પૂજનવિધિ થશે, જેમાં 300 બ્રાહ્મણ દ્વારા અભિષેક કરવામાં આવશે, એક સાથે 300 બ્રાહ્મણ દ્વારા રાજતિલક પ્રસંગે પૂજનવિધિ પણ વિશ્વ રેકોર્ડ બનશે. બપોરે 3 થી 6 દરિમયાન પૂજનવિધિ, સાંજે 7.30થી 9.30 દરમિયાન 300થી વધુ લોકો દ્વારા 7000 થી 10000 દીપ પ્રગટાવી રાજકોટ રાજ્યનું રાજચિહ્ન બનાવીને જ્યોતિપર્વ મનાવવામાં આવશે અને જ્યોતિપર્વનો પણ વિશ્વ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો