શૌચાલયો તપાસવા રાજકોટની ટીમના વલસાડમાં ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ બંધાયેલા વ્યક્તિગત શૌચાલયોનું ઇન્સ્પેકશન કરવા રાજકોટ સ્થિત રાજ્યના પાલિકા નિયામક કચેરીની ટીમે શુક્રવારે ધામો નાખતા પાલિકાના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા .શહેરના સ્લમ વિસ્તારોમાં લાભાર્થીઓને અપાયેલી વ્યક્તિગત શૌચાલયોની સુવિધાનો લાભ મળી રહ્યો છે કે કેમ તે મુદ્દે ઘરેઘર ફરી વ્યક્તિગત પૂછપરછ કરાઇ હતી. શહેરમાં આવેલા સ્લમ વિસ્તારો ધોબીતળાવ, રાખોડિયા તળાવ, દેરા ફળિયા, દોડિયા ટેકરા, આંધિયાવાડ, તરિયાવાડ, કાશ્મીર નગર, બરુડિયાવાડ જેવા સ્લમ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરોમાં વ્યક્તિગત શૌચાલયો તૈયાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...