રાજકોટ |વાંકાનેરવાળા સોની નાગરદાસ આણંદજી વાગડિયાના પુત્ર વસંતલાલ વાગડિયા (ઉ.વ.67)તે

Rajkot News - rajkot son of nangardas anandji vagadia who was born in vankaria vasantlal vagadia u 67 070518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
રાજકોટ |વાંકાનેરવાળા સોની નાગરદાસ આણંદજી વાગડિયાના પુત્ર વસંતલાલ વાગડિયા (ઉ.વ.67)તે શાંતિલાલ, ભગવાનજીભાઇ, કાંતિલાલના નાનાભાઇ, વિજયભાઇ, જયેશભાઇના પિતા અને ચરખડીવાળા ગો.વા.સોની કાનજીભાઇ જીણાભાઇ રાણપરાના જમાઇ, વલ્લભદાસ, જમનાદાસ, ધીરજલાલના બનેવી તા. 20ના અવસાન પામ્યા છે. બન્નેપક્ષનું બેસણું તા.22ને સોમવારે સવારે 10.30 થી 12 વાઘેશ્વરી વાડી યુનિટ નં-4, રામનાથપરામાં રાખ્યું છે.

દશા મોઢ માંડલિયા જીતેન્દ્રભાઇ (જનકભાઇ) હિંમતલાલ દોશીના પત્ની જયશ્રીબેન (ઉ.વ.61)તે રાજુભાઇના ભાભી, ચિંતન, અમિતના માતા તા. 21ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22ના સાંજે 5 થી 6, બજરંગવાડી શેરી નં-12, વરિયા પ્રજાપતિની વાડી, જામનગર રોડ રાજકોટમાં રાખ્યું છે.

પ્રમોદચંદ્ર ઓતમચંદભાઇ પારેખ (ઉ.વ.75)તે નીરૂબેનના પતિ, જીગરભાઇ, અવનીબેન સોમેશભાઇ મલ્લીક, કિંજલબેન સંજયભાઇ મોદીના પિતા અને શ્રુતિબેનના સસરા, મૌનીલના દાદાજી, પ્રભુલાલ કેશવલાલ ચોવટિયા (જેતપુર)ના જમાઇનું તા. 20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 22ને સોમવારે સવારે 10 થી 11.30 કલાકે, પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મળા રોડ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ લક્ષ્મીદાસ પૂજારા (ઉ.વ.59)તે ભારતીબેન, મુકેશભાઇ, સુનિલભાઇના ભાઇ, મનીષાબેનના પતિ, રાઘવ, અમિતના પિતા અને હરિલાલ કેશવજીભાઇ સૂચકના જમાઇનું તા. 21ના અવસાન થયું છે. ઉઠમણું તા. 22ના સાંજે 5 કલાકે, પંચનાથ મહાદેવ મંદિરે અને પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મોરબી |રાણપરા પાર્વતીબેન જમનાદાસ (ઉ.વ.90)તે જમાનાદાસ નરસીદાસનાં પત્નિ, સ્વ. જ્યેન્દ્ર ભાઈ, ખુશાલભાઈ, નીતિનભાઈ, ભરતભાઈ તેમજ સુશીલાબેન, રમાબેન, વસંતબેન, ચંદ્રિકાબેન, હીનાબેન,ભાવનાબેનનાં માતાનું તાં.21નાં રોજ અવસાન થયું છે. બેસણું તાં.22ને સોમવારના રોજ હેરિટેજ હાઈટસ, શક્તિ પ્લોટ મોરબી ખાતે રાખ્યુ છે.

ભાલારા રમાબેન વસનજીભાઇ (ઉ.વ.82) તે સ્વ. વસનજીભાઈ વાલજીભાઈ ભાલારાના પત્ની, પ્રવિણભાઈ, કીરીટભાઈ, નરેન્દ્ર ભાઈ, ચંદ્રેશભાઇ તથા ચંદ્રિકાબેન વીનોદભાઈ પંચાસરાના માતાંનું તા. 20ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 22નાં ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નંબર 1, લખધીરવાસ, ખાતે સાંજે 4 થી 6 રાખ્યું હતું.

ગોંડલ |બ્રહ્મક્ષત્રિય ઓતમચંદ (લાલભાઈ) રણછોડદાસ નિર્મળ (ઉ.વ.86)તે મુકેશભાઈ, હર્ષદભાઈ, જનકભાઈના પિતા તથા નવીનભાઈના ભાઈનું તા.21ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.22ને સોમવારના રોજ સાંજે 5થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, હવેલી શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.

સ્વ ઠા.કેશવજીભાઇ માવજીભાઈ અઢીયાની પુત્રી સાવિત્રીબેન (ઉં.વ.82)તે અનિલકાંતભાઈ, ધીરજલાલ તથા લક્ષ્મીદાસભાઈ અઢીયાની બેન તથા નંદલાલભાઈ ગોવિંદજીભાઈ કારીયાના પત્નીનું તા.18ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા સાદડી તા.22ને સોમવારે સાંજે 4થી 5: 30 કલાકે લોહાણા મહાજન વાડી, મહાદેવ વાડી ગોંડલ ખાતે રાખેલ છે.

લાંબા |ભાયાણી ભગવાનજીભાઈ મથુરાદાસ (ઉ.વ.82) તે મણીભાઈ ના નાના ભાઈ તે ભીખુભાઈના પિતા તે વલ્લભદાસ દાવડા, રમેશભાઇ રાચાણી, વિજયભાઈ મોદી, મુનેષકુમાર પાઉના સસરા તે નાથાલાલ નારણદાસ કાનાણીના જમાઇનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તથા સાદડી . 22ના સાંજે 4 થી 4.30 વાગ્યે લોહાણા મહાજન વાડી, લાંબામાં રાખ્યું છે.

જામનગર |રસિકલાલ જગજીવન ગણાત્રા (ઉ.વ.82) તે સ્વ.કાંતિલાલ, સ્વ. ઇન્દુલાલન નાનાભાઇ તે વિમલભાઇ, સોનલ બેન કૌશલભાઇ કારીયાના પિતાનું તા. 21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 22ના સાંજે 4.30 થી 5,ભાઇઓ તથા બહેનો માટે રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખેલ છે.

શાંન્તીલાલ મણીશંકર પંડયા તે હિતેષભાઇ, હર્ષાબેન હસમુખભાઇ પંડયા, પુજાબેન અશ્વિનભાઇ ત્રિવેદી, કિરણબેન અતુભાઇ ત્રિવેદી, રેખાબેન નરેન્દ્રભાઇ રાવલ, મનીષાબેન નિલેશભાઇ ત્રિવેદીના પિતાનું તા. 20ના અવસાન થયું છે. ઉઠમણું તા. 22ના સાંજે 5 થી 5.30 વાગ્યે, તળાવની પાળ, પાબારી હોલ, જામનગરમાં રાખ્યું છે.

અમદાવાદ | મૂળ રાજકોટ, હાલ અમદાવાદ રાધાદેવી યોગેન્દ્રકુમાર અંજારીઆ (ઉ.વ.86) તે કવિતા પ્રકાશભાઈ વૈદ્ય, ગાયત્રી નિકુંજભાઈ વૈદ્ય, જ્યોતિર્મય અને મનિષીના માતાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા સોમવાર તા.22ને સોમવારના રોજ સાંજે 5 થી 7 કલાકે,, યશ ટાવર, સેટેલાઈટ ખાતે રાખેલ છે.

માળીયા-હાટીના |કરડાણી ગોરધનભાઈ દેવશીભાઈ (ઉ.વ. 78)તે દિનેશભાઇ, યોગેશ ભાઈના પિતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું પટેલ સમાજ ખાતે રાખ્યું છે.

માણાવદર |પટેલ ભુત કીરીટભાઇ ગોકળભાઇ તે ચાર્મીબેન, ભવ્યેશ ભાઇના પિતાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ને સવારે 8 થી સાંજના 5, બાલકૃષ્ણ કોમ્યુનીટી હોલ, બાલ સ્કુલની બાજુમાં, જીઇબી પાછળ, માણાવદર ખાતે રાખ્યું છે.

પરમાર લીલાધરભાઇ દેવશીભાઇ (ઉ.વ.70)તે તુલશીભાઇ, હરેશભાઇના પિતા, જેન્તીલાલના બનેવીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ને સવારે 8 થી સાંજના 6, સતવારા સમાજ, માણાવદર ખાતે રાખ્યું છે.

કારીયા પુષ્પાબેન(ઉ.વ.75)તે સ્વ.ધીરજલાલના પત્ની, રાજેશભાઇ, બીનાબેન લાખાણી, રેખાબેન સુબા, પારૂલબેન ઠકરારના માતાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.22ને સોમવારના રોજ સાંજના 4 થી 5, શ્રીજલારામ મંદિર, માણાવદર ખાતે રાખ્યું છે.

X
Rajkot News - rajkot son of nangardas anandji vagadia who was born in vankaria vasantlal vagadia u 67 070518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી