તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Rs Gupta Appointed As New Education Officer Of Rajkot District 034047

રાજકોટ | રાજકોટ જિલ્લાના નવા શિક્ષણાધિકારી તરીકે મુકાયેલા આર.એસ.ઉપાધ્યાય દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ જિલ્લાના નવા શિક્ષણાધિકારી તરીકે મુકાયેલા આર.એસ.ઉપાધ્યાય દ્વારા હવે કચેરીમાં લાંબા સમયથી આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢવા તૈયારી આદરવામાં આવી છે. જેના ભાગરૂપે સરકારી સ્કૂલોના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની સિનિયોરિટી ચકાસવાનો કેમ્પ ગુરુવારે યોજાયો હતો.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નવા સાત આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની નિમણૂક માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.

જેના ભાગરૂપે ગુરુવારે સરકારી સ્કૂલના શિક્ષકોની સિનિયોરિટીનો કેમ્પ યોજાયો હતો જેમાં માધ્યમિક સ્કૂલના 23 અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના 23 મળી કુલ 46 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ 46 સરકારી શિક્ષકોની વિષયવાર સિનિયોરિટી ચકાસાયા બાદ તેમાંથી સાત સરકારી શિક્ષકોની એઇઆઇ તરીકે નિમણૂક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...