તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Retired Deputy Collector Trishabhbhai Devshibhai Solanki Td Solanki Kiratbhai Arunaben 072011

રાજકોટ |નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર ત્રિભુવનભાઇ દેવશીભાઇ સોલંકી (ટી.ડી.સોલંકી)તે કિરીટભાઇ, અરૂણાબેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર ત્રિભુવનભાઇ દેવશીભાઇ સોલંકી (ટી.ડી.સોલંકી)તે કિરીટભાઇ, અરૂણાબેન રામદાસભાઇ ટીસાણી (મુંબઇ), આરતીબેન રાકેશભાઇ પોલીશવાલા (મુંબઇ)ના પિતા અને તેજસભાઇ, નીધિબેન ગુંદીગર (USA)ના દાદાનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા. 17ના સાજે 5 થી 6 નુતનનગર કોમ્યુનિટી હોલ, નુતનનગર કોર્નર, કાલાવડ રોડ રાજકોટમાં રાખ્યું છે.

તારાબેન જશુભાઈ દવે (ઉ.વ.92)તે મુકુલ જશુભાઈ દવે અને કિરીટભાઈ દવે, હીના દવે, શ્રુતિ દવે ( ઔદિચ્ય ખરેડી, હાલ અમેરિકા ) ના માતા અને ટેલિફોન વાળા સ્વ. જશુભાઈ દવેના પત્નિનું તા. 12ના રાજકોટ ખાતે અવસાન થયું છે. ઉઠમણું તા. 15ના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, હરિહર ચોક, સદર બજાર, રાજકોટમાં સાંજે 5 થી 6 રાખ્યું છે.

બિપીનભાઇ શાહ તે સ્વ.ભૂપતલાલ વૃજલાલ શાહના પુત્ર, ઉષાબેનના પતિ, મીરા તેજશભાઇ મહેતાના પિતા, સ્વ.ઉર્મીલાબેન, મૃદુલાબેન, જ્યોતિબેન, વર્ષાબેન, મીનાબેન, મયૂરભાઇના ભાઇ, ડો.સ્વ.ધીરજલાલ તેજાણીના જમાઇ, ભૂપેન્દ્રભાઇ, ભરતભાઇ (નાઇરોબી), પ્રકાશભાઇ, નરેશ ભાઇ (લંડન)ના બનેવી તથા રમેશભાઇ મહેતાના વેવાઇનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું સવારે 9.30 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 10.30 કલાકે તા. 15ને શનિવારે જૈન ભુવન, 21-ન્યૂ જાગનાથ પ્લોટ, સર્વેશ્વર ચોકની પાસે રાખેલ છે.

ગુર્જર સુતાર ભાડુકાવાળા હાલ અમદાવાદ દેવજીભાઇ મોહનભાઇ પંચાસરા (ઉ.વ.76) તે મોટી મોલડીવાળા સ્વ.રામજીભાઇ પિતાંબરભાઇ સાંકડેચાના મોટા જમાઇ તથા સુરેશભાઇના મોટા બનેવીનું તા. 13ના અવસાન થયું છે. સસરાપક્ષ બેસણું તા. 17ના સાંજે 4.30 થી 6 કલાકે, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ,7/10 ભક્તિનગર સ્ટે. પ્લોટ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ગુર્જર સુતાર બબનભાઇ રામજીભાઇ વીસરોલીયાના પુત્ર, સ્વ.રતિભાઇ, સ્વ.નાનુભાઇ, સ્વ.બટુકભાઇ હીરજીભાઇ સીનરોજાના ભાણેજ રવિનભાઇ (ઉ.વ.40)નું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4.30 થી 6 કલાકે વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં રાખ્યું છે.

મચ્છુ કઠિયા સઇ સુથાર કાકુભાઇ જાદવ ભાડલાવાળાના દીકરા મુકેશભાઇ કાકુભાઇ જાદવના પત્ની રાધાબેન મુકેશભાઇ જાદવ (ઉ.વ.55)તે ચિરાગભાઇ, કરણ ભાઇના માતા તા. 13મીએ અવસાન પામ્યા છે. બેસણું તા. 17ને સોમવારે સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખ્યું છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ચંપાબેન ભાઇશંકરભાઇ વ્યાસ (ઉ.વ.99)તે સ્વ.મનસુખલાલ, જયંતીલાલ, મુકુંદરાય (રાજકોટ), સ્વ.રમેશભાઇ, અશ્વિનભાઇ (ડાંગાવદર)ના માતા તા. 13મીએ અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 15ના રામેશ્વર મંદિર, 4-જીવનનગર, રૈયા રોડ ખાતે સાંજે 5 થી 6 રાખ્યું છે.

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નિવૃત્ત શિક્ષક રમણીકલાલ ખીમજીભાઇ પાઠક (ઉ.વ.88)તે બાબુભાઇ, મણીભાઇના ભાઇ, પ્રફુલ્લભાઇ, અશોકભાઇ, દિલીપભાઇ, રશ્મીબેન દીપકભાઇ મહેતાના પિતા અને દિપકભાઇ એસ. મહેતાના સસરાનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 15ને શનિવારે સાંજે 4 થી 6 ધુમકેતુ હોલ, 4-રોયલ પાર્ક, કાલાવડ રોડ રાજકોટમાં રાખ્યું છે.

ગોંડલ |પ્રફુલભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.વ.70)તે દિનુભાઇના ભાઇ, કૌશિકભાઇના પિતા અને અશોકભાઇ, અનિલભાઇ, અજયભાઇ સોલંકીના કાકા તા. 14ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17ના સાંજે 4 થી 6 સોરઠિયા રજપુત ભવન, સરવૈયા શેરી, તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

દશા સોરઠીયા વણિક મોટાદળવાવાળા સ્વ.ધીરજલાલ જીવનભાઈ માંડાણીના પત્ની લીલાવંતીબેન માંડાણી (ઉ.વ.87)તે સ્વ.જયસુખલાલ રણછોડદાસ રાંક (વડોદરા)ના મોટાબેહન તથા રમેશભાઈ (મુંબઇ), જીતેન્દ્રભાઈ (ગોંડલ) તથા દિનેશભાઇના માતા તથા દિવ્યેશ, નીરવ, માધવ તથા અંકિતના દાદીમાનું તા.13ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.15ને શનિવારના રોજ સાંજે 4થી 5 કલાકે, ગુર્જર સુથાર જ્ઞાતિ વાડી, પેલેસ રોડ ગોંડલ રાખેલ છે.

નીતિનભાઈ વસંતભાઈ ગોહેલ (ગોંડલવાળા હાલ સુરત) (ઉ.વ.47)તે કિરીટભાઇ, અશોકભાઈ, સ્વ.અતુલભાઈના નાનાભાઈ તથા કરણના પિતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 6 જેતપુર રોડ, મેલડી માંના મંદીર પાસે, સોરઠીયા દરજી જ્ઞાતી ટ્રસ્ટની વાડી, ઉપરનાં માળે, ગોંડલ ખાતે રાખેલ છે.

જસદણ |ચંદ્રિકાબેન છગનભાઈ જસાણીતે રાજેશભાઈ છગનભાઈ જસાણી તેમજ દિપકભાઈ, હર્ષદભાઈના માતા તા.14ના રોજ શ્રીજી ચરણ પામેલ છેે. તેમનું ઉઠમણું જસદણ ખાતે હીરપરા વાડી, સરદાર પટેલ ચોક તા.17ને સોમવારના રોજ બપોરે 4થી 6 રાખેલ છે.

જામનગર |પુષ્કર્ણા બ્રાહ્મણ પ્રવિણાબેન જોશી (ઉ.વ.70) તે પ્રવિણચંદ્ર જોશીના પત્નિ તે અમીતભાઇ, તેજસીભાઇ, બીનાબેન, મનીષાબેનના માતાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 15ના સાંજે 5 થી 5.30 વાગ્યે પુષ્કર્ણા બ્રાહ્મણ બ્રહ્મપુરી, સેન્ટ્રલ બેંક પાસે મઠફળી, જામનગરમાં રાખ્યું છે.

બ્રહ્મક્ષત્રિય ચંદ્રકિશોર નરોતમદાસ દુબલ (ઉ.વ.89) તે અમૃતલાલ, ઇશ્વરલાલ, સ્વ. શાંતિલાલ, જેન્તીલાલના મોટાભાઇનંુ મુંબઇમાં તા. 10ના અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા. 15ના સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળિયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે.

નરોતમભાઇ જડીયા (ઉ.વ.68) તે ગૌ.વા. શ્રીમાળી સોની ડોલરરાય ઉમેદલાલ જડીયાના પુત્ર તે ગૌ.વા. પ્રફુલભાઇ, ભોગીલાલના લઘુબંધુ તે ચેતનભાઇના કાકા તે દિપેનભાઇ મહેતાના સાળા તે દિવ્યેશકુમાર પાટલીયા, સૌરભકુમાર છિપાણીના કાકાજીનું તા. 13ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

ભાણવડ |મહેન્દ્રભાઇ (ઉ.વ.62) તે સ્વ. વનરાવન નરશીભાઇ સુચકના પુત્ર તે વિશાલભાઇ, વિવેકભાઇ, ધારાબેન પ્રશાંતકુમાર મજેઠીયાના પિતા તે પ્રવિણભાઇ, રજનીભાઇના નાનાભાઇ તે સ્વ. રણછોડદાસ જેરામભાઇ વિઠલાણીના જમાઇનંુ તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. 15ના બપોરે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ વાડી વ્રજભૂમિમાં ભાણવડમાં રાખેલ છે.

વાણંદ ગોરધનભાઇ મુળજીભાઇ ચુડાસમા (ઉ.વ.75) તે સ્વ. રવજીભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. કાન્તિભાઇ, કિશોરભાઇના ભાઇ તે ઘનશ્યામભાઇ, જયેશભાઇના પિતાનું તા. 14ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 15ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે સોની સમાજની વાડી, રણજીતપરા, ભાણવડમાં રાખ્યું છે.

ધ્રોલ |હસમુખભાઇ આડેસરા (ઉ.વ.82) તે ગો.વા. સોની બેચરભાઈ ડાયાભાઈ આડેસરાના પુત્ર તે ગો.વા. જમનાદાસભાઈ, ગો.વા.પ્રાણજીવનભાઈ, ગો.વા.મનસુખભાઇ, નરભેરામભાઈ, ગો.વા. હરજીવનભાઈ, રેવાબેનના ભાઈ તે કોકિલાબેન, મીનાબેન, ભાવનાબેન, પ્રજ્ઞાબેન, ભારતીબેન, હેમાબેન, ચાંદનીબેન, નયનભાઈનાં પિતા, તે રિષી, આયુષના દાદા તે વાલજીભાઈ ગિરધારભાઈ ફિચડિયાના જમાઈ તે વિનોદરાઈ, ગો.વા. પ્રવીણભાઈ, બકુલભાઈ, સુરેશભાઈના બનેવીનું તા. 14ના અવસાન થયું છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.15ના સાંજે 4 થી 6 વાગ્યે સોની સમાજની વાડી ધ્રોલમાં રાખ્યું છે. તાલાલા |સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ દર્શનાબેન ભટ્ટ, તે દિનેશભાઇ (મુન્નાભાઇ) ભટ્ટના પત્ની, નવરંગરાય છોટાલાલ ભટ્ટના પુત્રવધુ, ભીખાભાઇ, શૈલેષભાઇ, પ્રફુલભાઇના ભાઇના પત્નીનું તા. 13ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા. 15ના ભૂતનાથ મંદિર, પીપળવા રોડ, તાલાલા ગીર ખાતે રાખવામાં આવેલ છે.

જૂનાગઢ |વાણંદ કંચનબેન વાજા તે મનસુખભાઇ વાજાના પત્ની, ભાવેશભાઇ, સતિષભાઇ, હિતેશભાઇના માતાનું તા. 12ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, ખાંટ રાજપૂત સમાજની વાડી, આદિત્ય નગર, જોષીપરા, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

વાજા કંચનબેન તે મનસુખભાઇ કરશનભાઇનાં પત્નિ, ભાવેશભાઇ, સતિષભાઇ, હિતેષભાઇનાં માતાંનું તા.12 નાં અવસાન થયું છે. બેસણું તા. 15 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ખાંટ રાજપુત સમાજની વાડી, આદિત્યનગર જોષીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

કેશોદ |વ્યાસ ભુપતરાય દયાશંકર(ઉ.72)તે વિનોદભાઇનાં, મહેન્દ્રભાઇ, સ્નેહલબેનનાં ભાઈ, જીતેન્દ્રભાઇ, કૌશિકભાઈનાં પિતાનું તા. 13નાં અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 3 થી 5 કલાકે ,ઔ.ગો.બ્રા.બોર્ડિંગ, માંગરોળ રોડ કેશોદ ખાતે રાખેલ છે.

વેરાવળ |અોઝા મનિષકુમાર તે વસંતરાયનાં પુત્ર, વિપુલભાઈનાં ભાઇ, ઓમભાઈનાં પિતા, વસંતભાઈનાં જમાઈ, હર્ષદભાઈનાં બનેવીનું તા.13 ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.16ને રવિવારના રોજ રોજ 3 થી 5 કલાકે, નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ વાડી વેરાવળ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા| વ્યાસ હરેશભાઇ ભાનુશંકર (ઉ. 48), તે કુંદનબેન ભાનુશંકર વ્યાસ (બાઢડા પ્રા. શિક્ષક)ના ભાઈ તેમજ મુકેશભાઈ એન. ત્રિવેદીના સાળાનું તા. 11ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા. 15ને શનિવારના રોજ સાંજે 5 થી 7 કલાકે, “ભવાની વંદના”, યુગાંતર સોસાયટી, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાગર રસિકભાઈ બેચરભાઈ (ઉ. 82), તે સ્વ. મંજુલાબેનના પતિ તેમજ અશ્વિનભાઈ, કુંતલભાઈ તથા મૃદુલાબેન હર્ષદભાઈ સલ્લા(મુંબઇ), હીનાબેન પ્રકાશભાઈ સતિકુંવર(મુંબઇ), ગ્રીષ્માબેન સુધીરભાઈ ઘઘડા(મુંબઇ)ના પિતા, નમ્રતાબેન ભાવિનકુમાર ધકાણ, ચાંદનીબેન મિલનકુમાર જીણાદ્રા, તન્વીબેન અજયકુમાર જગડા, કાજલબેન જયકુમાર ધોરડા તેમજ પાર્થભાઈ, રીમાબેન ના દાદાજી, છાયાબેન તથા ઇલાબેનના સસરા તેમજ દિપાલીબેન પાર્થભાઈ સાગરના દાદાજી સસરાનું તા. 14ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 17ને સોમવારના રોજ બપોરે 4 થી 6 કલાકે, પરજીયા સોની જ્ઞાતિ વાડી, નીચેનો વિભાગ, મણીભાઈ ચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...