તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Phd Of Economics Of Saurashtra University Course Work Student 071015

રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની વિદ્યાર્થિનીને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની વિદ્યાર્થિનીને વહેલી સવારે બોલાવી કિસ કરી લેવાના પ્રકરણમાં એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી સામેની તપાસ નિવૃત્ત જજ એ.પી.ત્રિવેદીને સોંપવામાં આવી છે.

પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, બાયોસાયન્સ ભવનના પ્રોફેસર પંચાલની તપાસ જેમને સોંપવામાં આવી હતી તે અમદાવાદના નિવૃત્ત જ્જ દિનેશ ત્રિવેદીને આ પ્રકરણની તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે નાદુરસ્ત તબિયતના કારણે તપાસ સંભાળવાનો ઇનકાર કર્યો હતો.

બીજીબાજુ ડો.રાકેશ જોશીને ગત 13મી ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેને 2 મહિના પૂરા થતા હોય તેથી જો નિવૃત્ત જજને તપાસ ન સોંપવામાં આવે તો 13મી એપ્રિલે આપોઆપ સસ્પેન્શન દૂર થઇ જાય તેમ હોવાથી તાત્કાલિક નિર્ણય લઇ નિવૃત્ત જ્જ એ.પી.ત્રિવેદીને તપાસ સોંપવામાં આવી છે અને તેમને 2 મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...