• Gujarati News
  • National
  • Rajkot News Rajkot On Monday In Protest Against The Lathi Charge Made By Junagadh Police On Journalists 071114

રાજકોટ | પત્રકારો પર જૂનાગઢ પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં સોમવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પત્રકારો પર જૂનાગઢ પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં સોમવારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કોંગ્રેસના પ્રભાત ડાંગર સહિતનાઓ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ચોકમાં ભીમસેનાએ ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો.

તેમજ શિવસેના અને એનએસયુઆઇ દ્વારા અલગ-અલગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકાર મિત્રો પર પોલીસે ખોટી રીતે ખાખીનો રોફ બતાવી લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ લાંછનરૂપ અને નિંદનીય ઘટના છે. પડધરીમાં પત્રકાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભીમસેનાના પાંચ કાર્યકરોની અટકાયત

હોસ્પિટલ ચોકમાં ચક્કાજામનો કાર્યક્રમ યોજાતા પોલીસે પાંચની અટકાયત કરી હતી જેમાં અધ્યક્ષ દિલીપ ધીરૂભાઇ સોલંકી, હિતેશ જીવરાજભાઇ રાઠોડ, સમ્રાટ પરસોત્તમભાઇ બોદર, ઇન્દ્રજીત રવજીભાઇ પરમાર અને રણમલ આલજીભાઇ શેખાવતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...