• Gujarati News
  • National
  • Rajkot News Rajkot News Reports That There Was An Accident Due To Human Error 071100

રાજકોટ : માનવીય ક્ષતિને કારણે અકસ્માત સર્જાતો હોવાના સમાચાર છાશવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : માનવીય ક્ષતિને કારણે અકસ્માત સર્જાતો હોવાના સમાચાર છાશવારે પ્રસિદ્ધ થાય છે. લોકોને માર્ગ સલામતીના નિયમો અને તેનો યોગ્ય અમલ કરે તેવા સંદેશ સાથે બ્રહ્માકુમારીઝની ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ વિંગ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણી 6 થી 12 મે સુધી કરવામાં આવી રહી છે. સુરક્ષા અને હું વિષય પર 5 થી 15 વયના બાળકોને ચિત્રો દોરી સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર પ્લે કાર્ડ, પત્રિકા વિતરણ કરવા સાથે સુલેખન સ્પર્ધા, ચિત્ર, ક્વિઝ, સડક સુરક્ષા-જીવન રક્ષા પર રંગોળી અંકીત કરાઇ હતી. 108 રાજયોગી ભાઇઓ, બહેનો રાજકોટમાં દરેક રોડ, રસ્તા પરના મુસાફરો, ટ્રાફિક બ્રિગેડને શુભ વિચારોની શક્તિ પ્રદાન કરી રહ્યા છે. ઉદ્દઘાટન જોઇન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીના હસ્તે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...