તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સંગીત નાટ્ય ભારતી ટ્રસ્ટ રાજકોટના ઉપપ્રમુખ અને ગાયને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સંગીત નાટ્ય ભારતી ટ્રસ્ટ રાજકોટના ઉપપ્રમુખ અને ગાયને ક્લોજિસ્ટ ડો.કુમુદબેન જી.નેનેની સ્મૃતિમાં પ્રાર્થનાસભા સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય રાજકોટ દ્વારા 26 ફેબ્રુઆરીના સાંજે 6 થી 6.30 જે.જે.પાઠક મ્યુનિસિપલ શાળા નં-19, સરદારનગર શેરી નં-8, સરદારનગર મેઇન રોડ, જાગનાથ પોલીસ ચોકી પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

સવજીભાઇ છગનભાઇ સોલંકી (ઉ.વ.68)તે નટુભાઇના મોટાભાઇ, જીજ્ઞેશભાઇ, તુષારભાઇ ના પિતાનું તા. 23ના અવસાન થયું છે. બેસણું તા. 28ના સાંજે 4 થી 6 વિશ્વેશ્વર મંદિરે રાખેલ છે.

કારડિયા રાજપુત મુક્તાબેન (ઉ.વ.60)તે મહેન્દ્રસિંહ માધવસિંહ મકવાણાના પત્ની અને મીતેશભાઇ, હસ્મીતાબેન, ચંદ્રિકાબેન, શર્મીલાબેન અને પ્રવીણાબેનના માતા અને રેણુકાબેનના સાસુનું તા. 23ના અવસાન થયું છે. બેસણું તા. 25ના સાંજે 4 થી 6, 2-રજપૂતપરા, રામ મંદિરે રાખેલ છે.

સ્વ.અમૃતલાલ પરસોત્તમ વાઘેલા, સ્વ.અનસુયાબેન અમૃતલાલ વાઘેલાના પુત્ર અને લતાબેન, વિનોદભાઇ, રાજુભાઇ, મુકેશ ભાઇ, શૈલેષભાઇ, પંકજભાઇ, જાગૃતિબેનના ભાઇ અને ડો.રાધિકાબેન, ડો.રિધ્ધિબેન, હેમાંગભાઇના પિતા ડો.બકુલભાઇ વાઘેલાનું તા. 24ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 25ને સોમવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

સ્વ.હિરાલાલ હરજીવનદાસ તન્નાના પુત્ર અરવિંદભાઇ હિરાલાલ તન્ના તે કિશોરભાઇના નાનાભાઇ, જેન્તીભાઇ, સ્વ.ધીરૂભાઇના મોટા ભાઇ, નયનાબેન (સાવરકુંડલા)ના મોટાભાઇ, અમિતના પિતાનું તા. 23ના અવસાન થયું છે. ઉઠમણું તા. 25ના સાંજે 4 થી 5, માર્કેટીંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર નં-ઇ-2-47, આર.ટી.ઓ.પાછળ રાજકોટ ખાતે.

સોની પોપટલાલ મોહનલાલ આડેસરાના પુત્ર પ્રવીણભાઇ પોપટલાલ આડેસરા (ઉ.વ.75)તે સ્વ.રસિકલાલ, કાંતિભાઇ, હસુભાઇ, સુરેશભાઇ, હંસાબેનના ભાઇ, ધર્મેન્દ્રભાઇ, દિનાક્ષીબેન, ધર્મિષ્ઠાબેન, જીગીસાબેનના પિતા અને દામજીભાઇ ચત્રભુજભાઇ પારેખના જમાઇનું તા. 24ના અવસાન થયું છે. બેસણું તા. 25ના બપોરે 3 થી 5 કલાકે, વાઘેશ્વરી વાડી યુનિટ નં-3, રામનાથપરા રાજકોટમાં રાખેલ છે.

મૂળ કુતિયાણા હાલ રાજકોટ વાંઝા દરજી સ્વ.માધવજી અરજણભાઇ મકવાણાના પુત્ર હરેશભાઇ (બાપી) (ઉ.વ.52)નું અવસાન થયું છે. બેસણું તા.25ના સવારના 9 થી 11 કલાકે, અવધેશ્વર મહાદેવ, અયોધ્યા રેસિડેન્સી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન ચંદુલાલ વિરમગામી (મુળ વિરમગામ હાલ રાજકોટ)તે ભરતભાઇ (નિવૃત્ત રેલવે કર્મચારી), કમલેશભાઇ, શોભનાબેન, જ્યોતિબેન, પલ્લવીબેનના માતા અને અમર, મહાવીર, રીના, ચાર્મીના દાદીનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 25ના સવારે 9 થી 11, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 3/12 જંક્શન પ્લોટ, રેલવે સ્ટેશન પાસે રાજકોટમાં રાખેલ છે.

સ્વ.દલાલ વિનયચંદ્ર જીવણદાસ નથવાણીના પત્ની ગં.સ્વ.સુશીલાબેન તે પ્રવીણભાઇ, હરેન્દ્ર ભાઇ, પારસભાઇ, બિન્દુબેન વિરલભાઇ કારિયાના માતા, સ્વ.લીલાધર પ્રાગજીભાઇ પોપટના દીકરી, પ્રવીણભાઇ, ધનસુખભાઇ, દિલીપભાઇ, કિરીટભાઇ, ભાવેશભાઇના બહેન તા. 24મીએ અવસાન પામેલ છે. ઉઠમણું તા. 25ના સાંજે 5 કલાકે, પંચનાથ મહાદેવ મંદિર રાજકોટમાં પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

લોનકોટડા |વાળંદ નર્મદાબેન બચુભાઇ રાઠોડ (ઉ.વ.95)તે ગોરધનભાઇ, કિશોરભાઇના માતા અને રતિલાલ, જયસુખભાઇના મોટાબા, રમાબેન બાબુભાઇ (જૂના વાઘણિયા), વિણાબેન ભાવેશભાઇ (બંધિયા)ના માતા અને મનુભાઇ ભટ્ટીના ફઇબાનું તા. 23ને શનિવારના રોજ અવસાન થયું છે.

ગોંડલ| રાજેશભાઈ શિરીષચંદ્ર પરમાર (ઉ.વ.62)તે ભારતભાઈ, પૃથ્વીશભાઈ, સ્વ.ઋતેષભાઈ તથા સ્વ.શૈલેષભાઇના ભાઈ તેમજ પાર્થ તથા કરણના પિતાનું તા.22ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.25ને સોમવારના રોજ સાંજે 4 થઈ 6 તેમના નિવાસ સ્થાન ચોકસીનગર, ઉમવાડા ફાટક પાસે, ગોંડલ ખાતે રાખેલ છે.

રંભાબેન રાઘવભાઈ પણસારા ઉ.91 તે સવજીભાઈ, ધનજીભાઈ, દિનેશભાઈ ના માતૃશ્રી ભાવેશભાઈ, સુનીલભાઈ, એવલભાઈ ના દાદીમા નું તા. 24 ના રોજ અવસાન થયેલ છે. બેસણું : તા.25 સાંજે 4.30 થી 6.30 નિવાસ સ્થાન ફેડરલ બેન્ક વાળી શેરી, ભવનાથ-૨, શેરી નં ૨, જીઇબી ની પાછળ ગોંડલ ખાતે. સદગતની ચક્ષુઓનું દાન કરેલ છે.

રામજીભાઈ ગોવિંદભાઇ ટીમ્બડીયા ઉ.84 તે દિનેશભાઇ, વિનોદભાઈ ના પિતા નું તા. 24 ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. 28 ને ગુરુવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન જાણતા સોસાયટી , મોવિયા રોડ, ગોંડલમાં રાખેલ છે.

કંચનબેન ગોપાલભાઈ આરદેશણા (ઉ.વ. 87)તે ડો.ગોપાલભાઈ મેઘજીભાઈ આરદેશણાના પત્ની, ડો.કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રવિણભાઇ, પ્રકાશભાઈના માતા, મિલન મનસુખભાઇ રામાણીના નાનીનું તા.23ના અવસાન થયેલ છે. બેસણું તા.25 સોમવાર સવારે 8થી 10 કલાકે સોમેશ્વર મહાદેવ મંદિર, રવીરત્ન પાર્ક મેઇન રોડ, રાજકોટ તેમજ ગોંડલમાં સાંજે 4થી 6 કલાકે બેનાણી વાડી, વચલી શેરી, દરબાર ગઢ ચોક, ખાતે રાખેલ છે.

અમરાપુર| ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ અમરાપુર નિવાસી ઇચ્છાશંકર ભાઇશંકર જાની તે સ્વ.પરશોતમભાઇ, સ્વ.શિવશંકરભાઇ (ધારૈય)ના નાનાભાઇ તથા બિમલભાઇ, અરૂણભાઇ, પરેશભાઇ, ચંદ્રેશભાઇ ના પિતા તથા સુરેશભાઇ અમૃતલાલ જાની(ગરણી)ના બનેવીનું તા.23ના અવસાન થયું છે. બેસણુ તા.25ના બપોરે 3 થી 6, નિવાસસ્થાન અમરાપુર ખાતે રાખેલ છે.

વાંકાનેર |ચંદુભાઇ બેચરભાઇ ઠોરિયા તે ચતુરભાઇ, નાથાભાઇ, કાંતિભાઇના ભાઇ અને વિશાલભાઇના પિતાનું તા. 24ના અવસાન થયું છે. બેસણું તા. 25ના પટેલ સમાજની વાડી, જૂના નેશનલ હાઇ-વે, જિનપરા ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

મોરબી |વ્યાસ મનહરબેન કાલિદાસ (ઉ.વ.78)તે કાલિદાસ છગનલાલ વ્યાસ (ન્યુ શર્મા પાનવાળા)ના પત્ની,ભીખાભાઈ (જયંતીભાઈ), ધર્મિશભાઈ, કિશોર અને મનીષાના માતાનું અવસાન થયું છે. બેસણું તા. 25ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે અક્ષર એપાર્ટમેન્ટ, લખધીરવાસ મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે.

દ્વારકા| પુષ્પાબેન રાયઠઠ્ઠા (ઉ.વ.82) તે નારણદાસ રણછોડદાસ રાયઠઠ્ઠાના પત્નિ તે કનૈયાલાલના માતા તે રામજીભાઇ, અમુભાઇના ભાભી તે પ્રભુદાસ ઝાખરીયાના બહેનનું તા. 24ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તથા મોસાળ પક્ષની સાદડી તા. 25ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે મનવલ્લભ હોલ મહાજન વાડી, દ્વારકામાં રાખેલ છે.

જૂનાગઢ |સોની ધોળકીયા છોટાલાલ જગજીવનભાઇ (ઉ.વ.81)તે દિપકભાઇ, જયેન્દ્ર ભાઇ, ચંદ્રેશભાઇ, હિનાબેન ના પિતા, સ્વ.અનંતરાય ઘેડીયાના બનેવીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તથા બેસણું તા.25ને સાંજના 4 થી 6, સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે.

વૈષ્ણવ જ્યોતિષચંદ્ર શાંતિદાસ તે સ્વ.તપસબેનના પતિ, સ્વ.જયેશભાઇ, નિલેશભાઇ, કૃપા વોરાના પિતાનું વડોદરા ખાતે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ને સાંજના 5:30 થી 6:15, હાટકેશ શિવાલય, જૂનાગઢ ખાતે.

નાણાવટી જુહીબેન વિશ્વદીપભાઇ (ઉ.વ.24)તે તુષારભાઇ, ધ્રુતિબેન ની પુત્રી, મયંકભાઇ, દિગંતભાઇની ભત્રીજી, નીરજભાઇ, ઉદયભાઇની ભાણેજનું તા.24ના અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તા.25ને સોમવારના રોજ સવારે 8 કલાકે તુષારભાઇ અવાશિયાના નિવાસસ્થાન જુહી સિંધી સોસાયટી રોડ, ગાંધીગ્રામથી નિકળશે.

ભેંસાણ |રાજગોર બ્રાહ્મણ શીલુ દીપકભાઇ(ઉ.વ.34)તે સ્વ.શશીકાંતભાઇના પુત્ર, શાંતિભાઇના ભત્રીજા, યોગેશભાઇના ભાઇ, વજુભાઇના જમાઇનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ને સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન ભેડાપીપળીયા ગામ ખાતે રાખ્યું છે.

ધારી |સોરઠીય શ્રીગોડ માળવીય બ્રાહ્મણ ભટ્ટ ભરતભાઇ(ઉ.વ.59, મુળ મોણીયા, હાલ ધારી)તે સ્વ.અમૃતલાલના પુત્ર, ભુપતભાઇ, હરીભાઇ, જગદીશભાઇ, સ્વ.છોટાલાલ, નટુભાઇના ભત્રીજા, પાર્થભાઇ, તૃણાલભાઇના પિતા, સ્વ.ઉમેદલાલના જમાઇ, કિશોર ભાઇ, પ્રદિપભાઇના બનેવીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તથા સંયુકત સાદડી તા.25ને સાંજના 4 થી 6, નર્મદેશ્વર મહાદેવ મંદિર, અમરેલી રોડ, વેકરીયાપરા, ધારીમાં રાખેલ છે.

બગસરા| રાજુલા નિવાસી રાજગોર બ્રાહ્મણ જાની મંજુલાબેન (ઉ.વ.64)તે સ્વ.ચંદ્રકાંતભાઇના પત્ની, ગૌરાંગભાઇ, આરતીબેનના માતા, કે.કે.જાની, અન્તુભાઇ, નિતિનભાઇના ભાભીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ને સોમવારના રોજ સાંજના 4 થી 7, નિવાસસ્થાન, ઓમ શામળીય, સવિતાનગર, રાજુલામાં રાખેલ છે.

કેશોદ |ગરેજા હાર્દિકભાઇ લાલજીભાઇ(ઉ.વ.24)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28ને સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન હેઠાણ ફળી જોષીપરા ખાતે રાખ્યું છે.

વેરાવળ |ચાવડા ડો.જયંતિભાઇ નાનજીભાઇ(ઉ.વ.65)તે ડો.કેતન ભાઇ, તુષારભાઇના પિતા નું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ને સોમવારના રોજ સાંજના 4 થી 5, બિલેશ્વર મંદિર, વેરાવળ ખાતે રાખેલ છે.

તાલાળા |માઢક ભાવનાબેન તે પ્રવિણભાઇના પત્ની, જગુભાઇ જોષીના પુત્રી, દેવશંકરભાઇના લઘુબંધુના પત્નીનું તા.23ને શનિવારના રોજ અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો