તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Municipal Corporation39s Ward No 13 In The Bypolls To Submit The Form On Saturday 034519

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણીમાં શનિવારે ફોર્મ રજૂ કરવાનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણીમાં શનિવારે ફોર્મ રજૂ કરવાનો છેલ્લો દિવસ છે. ગુરુવારે ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યું તે પૂર્વે વોર્ડ નં.13માં આવેલા માયાણી ચોકથી બહુમાળી ભવન અને ત્યાંથી જૂની કલેક્ટર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી સહિતના આગેવાનો જોડાયા હતા. માયાણી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી અંદાજે 5.5 કિ.મી.ના અંતરમાં અનેક સ્થળો પર ટ્રાફિક પોલીસના જવાનો વાહનચાલકોને અટકાવી હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.100-100ના દંડની વસૂલાત કરતા હતા, પરંતુ ભાજપની આ બાઇક રેલીમાં એક પણ નેતાએ હેલ્મેટ પહેરી ન હોવા છતાં તેમને અટકાવવાની હિંમત ટ્રાફિક પોલીસના જવાનોએ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...