• Gujarati News
  • National
  • Rajkot News Rajkot District Panchayat Member Kishore Padriya Was Caught In The Acb39s Escape 071616

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કિશોર પાદરિયા એસીબીના છટકામાં ફસાતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કિશોર પાદરિયા એસીબીના છટકામાં ફસાતા દોઢ માસ સુધી જેલમાં રહ્યા હતા. જેલવાસ હોવા છતાં વિકાસ કમિશનર કચેરી તરફથી કોઇ પગલાં ન લેવાતા જિલ્લા પંચાયતના પ્રમુખે વિકાસ કમિશનરને પત્ર લખી પગલાં શું લેવામાં આવશે તે અંગે વિગતો માંગી હતી. આ મામલે કિશોર પાદરિયાએ જણાવ્યું હતું કે ‘મારા વિરૂધ્ધ કોઇ ગુનો સાબિત થયો નથી કે પછી સજા પડી નથી તેથી સભ્યપદેથી ગેરલાયક નથી. આ વાત જાણતા હોવા છતાં જિલ્લા પંચાયત પ્રમુખે મારી વિરૂધ્ધ પગલા લેવા વિકાસ કમિશનરને પત્ર લખ્યો છે. પ્રમુખ તેમજ કોંગ્રેસના અન્ય સભ્યો દ્વારા મને સભ્યપદેથી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...