તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Coronary Patient Train Trainers And More Than 1 Thousand Found In 11 Days Will Be Put To Quarantine 072029

રાજકોટના કોરોનાના દર્દી સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા અને 11 દિવસમાં મળેલા 1 હજારથી વધુને ક્વોરન્ટાઈનમાં મુકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવી છે. 8મી માર્ચે રાજકોટ આવ્યા બાદ તેને એક સપ્તાહ સુધી શરદી હતી. આ દરમિયાનમાં યુવક દેવપરામાં આવેલા ખાનગી ડોક્ટર પાસે દવા લેવા પહોંચ્યો હતો. તે દવાથી તબિયતમાં કોઈ સુધારો ન થતાં અન્ય બે દવાખાને પણ દવા લીધી હતી. છતાં પણ તબિયતમાં સુધારો ન થતાં આખરે 16મી માર્ચે આ યુવક દેવપરા વિસ્તારમાં જ આવેલી લોટસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતાં અને તેની હિસ્ટ્રી જાણતા તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

17 માર્ચે યુવક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવારમાં સિવિલના તબીબોએ તેને કંઈ ન હોવાનું કહી રજા આપી દીધી હતી. જોકે ખાનગી હોસ્પિટલના તબીબે સિવિલ સર્જનને યુવક શંકાસ્પદ હોવાની જાણ કરતાં તાત્કાલિક તેને પાછો બોલાવાયો હતો અને રાત્રે દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને જામનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 10 દિવસના સમયગાળામાં યુવક ઉમરાહ કરીને આવ્યો હોવાથી સંખ્યાબંધ લોકો તેને મળ્યા હતા. આ પછી તેને કોરોના ડિટેક્ટ થયો હોવાને કારણે હવે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. 1 મીટરના અંતરમાં તેને મળેલા તમામ લોકોને હવે શોધવામાં આવી રહ્યા છે અને તમામનું તબીબી પરિક્ષણ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવા કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. 2 પોઝિટિવ કેસ પછી રાજ્યના દરેક શહેરના મેડિકલ ઓફિસરોને એલર્ટ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

અમદાવાદની મહિલા પોઝિટિવ હોવાની આશંકા

ગુજરાતમાં કોરોનાના રાજકોટ અને સુરતના 2 દર્દીના કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા 32 વર્ષનો યુવક મક્કાથી મુંબઈ તેના પરિવાર સાથે આવ્યો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે 8 માર્ચે રાજકોટ પરત ફર્યો હતો. તેની સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ અને 8 તારીખથી 19 તારીખ સુધી તેના સંપર્કમાં આવેલા 1 હજારથી વધુ લોકોની હવે આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ તમામને ક્વોરન્ટાઈન કરવાની પણ કાર્યવાહી કરાશે. જ્યારે ન્યૂ યોર્કથી આવેલી અમદાવાદની એક યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા છે. વધુ ચકાસણી માટે સેમ્પલ પૂણે મોકલી આપવામાં આવ્યા છે.

આરોગ્યની 40 ટીમ, 18 હજારનો સરવે

રાજકોટમાં કોરાનાનો પોઝિટિવ રિપોર્ટ આવે તે પહેલાં જ મ્યુનિ.એ જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગની 40 ટીમો ઉતારી દીધી હતી. આ ઉપરાંત જે સ્થળે યુવક રહેતો હતો તેમજ તેના જે સંબંધીઓને ક્વોરન્ટાઈન કરાયા છે તેમની આસપાસના 18 હજાર લોકોનો સરવે એક જ દિવસમાં કર્યો હતો. જો કે, એકપણમાં કોરોનાના લક્ષણ નહીં મળ્યા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે.

બંને દર્દીઓ સાથે ટ્રાવેલ કરનારાની તપાસ થશે

‘રાજકોટ અને સુરતના દર્દી સાથે ટ્રાવેલ કરનારા તમામ લોકોની માહિતી અમે એકત્રિત કરી રહ્યા છે. તેઓ જ્યાં ગયા અને જેને મળ્યા છે તે તમામની તપાસ કરવામાં આવશે. > જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગ કમિશનર, ગુજરાત

કોરોનાના દર્દીને ‘તમને કંઈ નથી કહી રાજકોટ સિવિલે રવાના કરી દીધો હતો’

ભાસ્કર ન્યૂઝ | રાજકોટ

શહેરમાં કોરોનાના ભય વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી પકડાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યો તે યુવક અને તેના પિતા મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ અહીંના ડોક્ટરે તમને કઈ નથી કહી તગેડી મૂક્યા હતા.

આ યુવક ચાર ખાનગી ડોક્ટર પાસે પણ સારવાર માટે ગયો હતો. પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં ગત મંગળવારે સિવિલમાં ગયો હતો. યુવકે શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને દવા લખી આપી હતી. જો કે, એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે આ દર્દીને સિવિલમાં જવાની સલાહ આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને યુવક અને તેનો પરિવાર મક્કા મદીનાથી આવ્યો હોવાની જાણ કરી હતી.

યુવક અને તેના પિતા સિવિલ હોસ્પિટલમાં રવાના થયા પછી આરોગ્ય વિભાગમાંથી ફોન આવતાં બંનેને સિવિલના ડોક્ટરોએ ફોન કરીને પાછા બોલાવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ 9 સભ્યોનો પરિવાર મક્કા ગયો હતો અને 8 માર્ચે પરત ફર્યો હતો.

જયપુરમાં મલેરિયા, સ્વાઇન ફ્લૂ અને એચઆઈવીની દવાનો ઉપયોગ કરી 3 દર્દી સાજા કરાયા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

ગુજરાતમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે જયપુરની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ચાર કેસ આવ્યા બાદ તેમને આપવામાં આવેલી સારવાર અને દવામાં કરેલા પ્રયોગ બાદ સફળતા મળી હતી. ચારમાંથી ત્રણ દર્દીઓને મલેરિયા, સ્વાઇન ફ્લૂ અને એચઆઇવીની દવા આપી પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી ત્રણ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રાજસ્થાનમાં ત્રણ દિવસ પહેલા ચાર વ્યક્તિઓનો કોરોના વાઇરસ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ દર્દીઓમાં સવાઇમાનસિંહ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સ્વાઇન ફ્લૂ, મલેરિયા અને એચઆઇવીની દવા આપી કોરોના પીડિત ત્રણ દર્દીઓને કોરોના મુક્ત કર્યા હતા. કોરોના પોઝિટિવ ઇટાલીની મહિલાને જયપુરમાં એચઆઇવીની બીમારીમાં આપવામાં આવતી લોપિનાવિર 200 એમજી અને રીપોનાવિર 50 એમજી દવાનો બે ડોઝ દિવસમાં બે વખત આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઇટાલીના જ 69 વર્ષના અને જયુપરમાં રહેતા 85 વર્ષના વૃદ્ધને મલેરિયામાં આપવામાં આવતી દવા ક્લોરીકીન અને સ્વાઇન ફ્લૂમાં આપાતી ઓસ્લેટામિવિર દવા આપવામાં આવી હતી. આ દવાના કોમ્બિનેશનથી ત્રણ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જયપુરની ટીમને સફળતા મળતા ગુજરાત સહિત છ રાજ્યોએ જયપુરના ડોક્ટરો પાસે વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે.

જામનગરના 20 ક્વોરન્ટાઈનમાં

રાજકોટ ઃ કોરોના પોઝિટિવ યુવક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં આવ્યો હતો. તેની સાથે જામનગરના 20 પેસેન્જર હતા. જેમાંથી 15ને ઓળખી કાઢી હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

જ્યારે રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેષ ભંડેરીએ અપીલ કરી છે કે, કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો તેને જે લોકો મળ્યા હોય તેમણે સામેથી જાણ કરવી જોઈએ. આ ઉપરાંત કોઈનામાં
લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરવામાં
આવી છે.

ખાનગી ડોક્ટરે હેલ્થ વિભાગને જાણ કરતાં પાછા બોલાવ્યા

પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે યુવાનનું જંગલેશ્વર સ્થિત મકાન.

આરોગ્ય તંત્રે 9 દિવસ સુધી પરિવારની નોંધ ન લીધી

અમદાવાદના પાંચનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ન્યૂ યોર્કથી અમદાવાદમાં આવેલી વધુ એક 22 વર્ષની અને અન્ય એક શંકાસ્પદની સ્થિતિ ગંભીર બનતા તેમના સેમ્પલ પૂણે મોકલાયા છે. આ ઉપરાંત પણ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયેલા 5 શંકાસ્પદોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ન્યૂ યોર્કથી આવેલી યુવતીને પોઝિટિવ હોવાનો મેસેજ પણ વાઈરલ થયો હતો.

ત્રણ દર્દીઓમાં પ્રયોગ કરાયો અને સફળતા મળી

ધાર્મિક યાત્રાએથી પરત આવતા જ્ઞાતિ-સમાજના અસંખ્ય લોકો મળવા આવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...