• Gujarati News
  • National
  • Rajkot News Rajkot Congress Recently After Raiding The Congress In Fudu39s City 070619

રાજકોટ | કૃષિમંત્રી ફળદુના શહેરમાં કોંગ્રેસે રેઈડ કર્યા બાદ તાજેતરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કૃષિમંત્રી ફળદુના શહેરમાં કોંગ્રેસે રેઈડ કર્યા બાદ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરનારા અને હાલ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તાર એવા વીંછિયા તાલુકામાં મોઢુકા ગામની સેવા સહકારી મંડળીમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની હાજરીમાં ડીએપી ખાતરની બોરીઓનું ઈલેક્ટ્રિક વજન કાંટા દ્વારા વજન કરવામાં આવતા 700 ગ્રામ જેટલા ઓછા વજનવાળી બોરીઓ મળી આવી હતી. આ તપાસ દરમિયાન મંડળીના ગોડાઉનમાંથી 2015ની ડીએપી ખાતરની બોરીઓ પણ મળી આવી હતી. જેથી તેનું વજન કરતા તેમાં પણ 700 ગ્રામ જેટલો ઓછો વજન મળ્યો હતો. 2015ની ડીએપી ખાતરની બોરીઓનો વજન કર્યા બાદ ખબર પડી કે ડીએપી ખાતરની બોરીઓમાં 2015થી ખાતર કૌભાંડ ચાલતું આવે છે. એટલું જ નહી સહકારી મંડળીમાં ડીએપી ખાતરની પડેલી 2015થી માંડીને 2019 સુધીની બોરીઓનો વજન કરવામાં આવતા દરેક બોરીઓમાં 700 ગ્રામ જેટલો ઓછો વજન જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...