તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Brahmakshatriya Swaro Shashikant Jechandbhai Vimshi The Son Of Vankarnaralaya Jay Prakash Ra 62 It Is A Self Bharatbhai 072606

રાજકોટ |બ્રહ્મક્ષત્રિય સ્વ.શશીકાંત જેચંદભાઇ વીંછી વાંકાનેરવાળાના પુત્ર જયપ્રકાશ (ઉ.વ.62)તે સ્વ.ભરતભાઇ,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |બ્રહ્મક્ષત્રિય સ્વ.શશીકાંત જેચંદભાઇ વીંછી વાંકાનેરવાળાના પુત્ર જયપ્રકાશ (ઉ.વ.62)તે સ્વ.ભરતભાઇ, અતુલભાઇ, ચેતનભાઇના મોટાભાઇ, સ્વ.કેશવલાલ રામજી આશરાના દોહિત્ર તા. 9મીએ અવસાન પામેલ છે. ઉઠમણું તા. 11ના સાંજે 5.30 કલાકે શીતળા માતાજી મંદિર, ભાવનગર રોડ, રાજકોટમાં રાખ્યું છે.

વિનોદભાઇ બાલુભાઇ ચૌહાણ (ઉ.વ.69)નું તા. 7ના અવસાન થયું છે. તે રઘુભાઇ મોહનભાઇના ભાઇ, હર્ષાબેન ભરતભાઇ, મીનાબેન પંકજભાઇ, નયનાબેન મુકેશભાઇ, વર્ષાબેન પીયૂષભાઇના પિતાનું બેસણું તા. 11ના નટેશ્વર મહાદેવ મંદિર, 80, ફૂટ રોડ, કોઠારિયા રોડ રાજકોટમાં સાંજે 4 થી 6 કલાકે, રાજકોટ ખાતે રાખ્યું છે.

માધાપર મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી અરવિંદભાઇ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.71)તે કમલેશભાઇ, મુકેશભાઇના પિતા અને સ્વ. ચમનભાઇ, જયસુખભાઇ, સતીષભાઇ, નાનુભાઇના ભાઇનું તા. 8ના અવસાન થયું છે. બેસણું તા. 11ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6, માધાપર ગામ, નીલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે.

કંડોળિયા બ્રાહ્મણ મહુવાવાળા હાલ મુંબઇ રમેશચંદ્ર નાગરદાસ અધ્વર્યુ (ઉ.વ.75) નું તા. 5ના અવસાન થયું છે. તે સ્વ.ચંપકલાલ જોષીના વેવાઇ, મીતા હિતેશ જોષીના પિતા, કાશ્મીરા રાજીવ અધ્વર્યુના કાકાની સંયુક્ત સાદડી તા. 11ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાકે અમરેશ્વર કૃપા, 5-રામનગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મૂળ કુતિયાણા , હાલ રાજકોટ મોઢવાણિક ગં. સ્વ. મઘુવંતીબેન કાંતિલાલ બખાઈ ઉ.વ.75 , તે ઇલાબેન યગ્નેશભાઈ મહેતા , કલ્પનાબેન રાજુભાઈ મહેતા, પ્રીતિબેન કમલેશભાઈ મહેતા, તૃપ્તિબેન જીજ્ઞેશભાઈ જાની ના માતા અને અરુણભાઈ બખાઈ ના ભાભી , વસુમતીબેન જયસુખ ભાઈ વોરા ના બેન તા.9 ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.11 ને ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે, રામેશ્વર મંદિર , સુભાષ નગર, રામેશ્વર ચોક પાસે રાખેલ છે.

રમણીકલાલ પ્રેમશંકર ભટ્ટ (ઉ.વ.87 ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી વાંકાનેર હાલ રાજકોટ તે અ.સૌ.વંદનાબેન, સ્વ.પૂજાબેન, શ્વેતાબેનના પિતા, સ્વ.જગજીવન રેવાશંકર જાનીના જમાઇનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 11ને ગુરુવારના રોજ સવારે 9.30 થી 11 ઓમકારેશ્વર મહાદેવ મંદિર,સરકારી કર્મચારી સોસાયટી મેઇન રોડ ખાતે રાખ્યું છે.

હિતેશ જસવંતભાઇ રાઠોડ (વેસ્ટર્ન રેલવે ઉ.વ.34)તે સ્વ.જસવંતભાઇ જે.રાઠોડના પુત્ર, સંદીપભાઇના નાનાભાઇનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 11ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર શેરી નં-1, રેલવે સ્ટેશન પાસે તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

મૂળ ખેવાડિયા હાલ રાજકોટ કુલદીપસિંહ (ઉ.વ.27)તે કિશોરસિંહ ઝાલાના નાનાપુત્ર, ઘનશ્યામસિંહના નાનાભાઇનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 11ના સાંજે 4 થી 6 કલાકે સુંદરમ મહાદેવ મંદિર, સુંદરમ પાર્ક-3માં, રાજકોટ ખાતે રાખ્યું છે.

મૂળ મોટી પાનેલી હાલ રાજકોટ સ્વ.નટવરલાલ અમૃતલાલ અઢિયાના પત્ની અને રાકેશભાઇના માતા અને પ્રવીણભાઇ અમૃતલાલ કોટેચા એસ.ટી.વાળાના મોટાબહેન રૂપાબેન અઢિયા (ઉ.વ.70)નું તા. 8ના અવસાન થયું છે. ઉઠમણું તા. 12ના સાંજે 5 થી 6 પુનિતનગર ગેટની પાસે, મોહનેશ્વર મંદિરે પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.ચુનીલાલ કાનજીભાઇ સોલંકીના જમાઇ કિશોરભાઇ (હાલ અમદાવાદ) તે દિનેશભાઇ, પ્રકાશભાઇ, જગદીશભાઇ, હરેશભાઇ, ગીતેશભાઇ, હીરાબેન, બકુલાબેન, ભારતીબેનના બનેવીનું તા. 7ના અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા. 12ના સાંજે 5 થી 6, કાનજી ગોવિંદ, મિલપરા મેઇન રોડ રાજકોટમાં રાખ્યું છે.

ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિના ખીરસરાવાળા જમનાદાસ મૂળજીભાઇ ચાવડાના પત્ની લીલાવંતીબેન જમનાદાસ ચાવડા તે ગોંડલવાળા સ્વ.ડાયાલાલ કરશનભાઇ સોલંકીની પુત્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા. 12ને શુક્રવારના રોજ સવારે 9 થી 10 કલાકે, ગુજરાતી મચ્છુ કઠિયા જ્ઞાતિની વાડી, સહયોગ, ધર્મજીવન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

ટંકારા નિવાસી હાલ રાજકોટ પારેખ ત્રિકમજીભાઇ કુકડાભાઇના પુત્ર પ્રવીણભાઇના પત્ની પ્રભાબેન પ્રવીણભાઇ (ઉ.વ.65) તે ડાયાલાલ કેશવજી ફિચડિયાના દીકરીનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા.11ને ગુરુવારના રોજ સવારે 10 થી 12 કલાકે, સોની સમાજની વાડી, યુનિટ નં.1, ખીજડા શેરી ખાતે, રાજકોટમાં રાખ્યું છે.

ધોબી મંજુલાબેન કરશનભાઇ સોલંકી તે કરશનભાઇ કાનજીભાઇ સોલંકીના પત્ની તથા કિશોરભાઇ, નરોત્તમભાઇ, શાંતિભાઇના માતાનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ના સાંજે 4 થી 5 કલાકે, નિવાસસ્થાન, ગોપાલનગર શેરી નં.3, લાખના બંગલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતપુર |સોરઠીયા ધોબી હરીભાઇ નરણભાઈ ગોહેલના પુત્ર ડાયાભાઈ (ઉ.વ.55)તે જગદીશભાઈના લઘુબંધુ, પ્રવિણભાઈ ચંદુભાઈના વડીલબંધુ તેમજ ઉમંગ, હાર્દિક, ઇશાની(રાજકોટ)ના પિતા તા. 8ને સોમવારના અવસાન થયુ છે. બેસણુ તા.11 ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 નિવાસ સ્થાન વિશાલવાટિકા, સ્પેસ સ્કૂલ રોડ,નકલંક આશ્રમ પાસે, જેતપુર ખાતે રાખ્યુ છે. જેતપુર : રંજનબેન પ્રભૂદાસ

પ્રજાપતિ સ્વ.મોરારજીભાઇ નાથાભાઇ મસાલિયાના પત્ની રાધાબેન (ઉ.વ.92) તે હરિભાઇ, પ્રવીણભાઇ, કિશોરભાઇ, ભરત ભાઇ, દીપકભાઇના માતાનું તા. 10ના અવસાન થયું છે. સદ્બેસણું તા. 12ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, બ્રહ્મસમાજની વાડી, ફૂલવાડી, રામજી મંદિર રોડ, જેતપુર ખાતે રાખ્યું છે.

લાખાણી (બરોડા) (ઉ.વ.65)તે પ્રવિણચંદ્ર, મનઃસુખભાઈ તુલસીદાસ દાતાણીના બહેનનું તા. 8ને સોમવારના અવસાન થયુ હતુ. પિયર પક્ષની સાદડી તા.11ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 જૂની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી રોડ, જેતપુર ખાતે રાખેલ છે. ગોંડલ: જયાબેન

હરગોવિંદભાઇ રાણપરીયા ઉ.80 નું તા.10 બુધવાર નાં અવસાન થયું છે.બેસણું તા.12ના સાંજે 5 થી 7 સુતારશેરી ગોમટા ખાતે રાખેલ છે.

ગોંડલ |સમજુબેન રણછોડભાઈ સખીયા (ઉમર વર્ષ 82 )તે કાંતિભાઈ તથા મનસુખભાઈ સખીયાના માતા તથા જયેશભાઈ, અમિતભાઈ, ધ્રુવીકભાઈના દાદી, પરસોત્તમભાઈ સંખ્યા તથા ચંદુભાઇના કાકી નું તા. 9 ના અવસાન થયેલ છે. બેસણું તા.12 શુક્રવાર સાંજે 5 થી 7 કલાકે, સિંધુભવન સિંધુ સમાજની વાળી, મહાદેવ વાડી, શેરી નંબર 6, ગોંડલ ખાતે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય ભગવાનજી રૂગનાથ નિર્મળના પુત્રવધૂ અને ભોગીલાલ નિર્મળના પત્ની ડોલરબેનનું તા. 9ના અવસાન થયું છે. તે ચેતનભાઇ, આશિષભાઇ, પ્રીતિબેન પરેશભાઇ સિંઘવડ મુંબઇના માતાની સદ્દગતની પ્રાર્થનાસભા તા. 11ને ગુરુવારના સાંજે 5 થી 6.30 કલાકે, જ્ઞાતિની વાડી, વેરી દરવાજા પાસે, મોટી બજાર ગોંડલમાં રાખેલ છે.

લાભુબેન રામજીભાઇ રૈયાણી (ઉ.વ.82) તે રમેશભાઇ, ધનજીભાઇ, ભવાભાઇ, પરસોત્તમ ભાઇ, શામજીભાઇના માતાનું તા. 7ના અવસાન થયું છે. બેસણું તા.11ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, ભોજરાજપરા શેરી નં.18/13, ગોંડલ ખાતે રાખ્યું છે.

કીર્તિભાઇ શામજીભાઇ ચૌહાણના પત્ની રસનાબેન (ઉ.વ.59) તે દર્શિતા, પ્રિયંક, ગાયત્રીના માતા તથા હરિશભાઇ, રાજેન્દ્રભાઇના ભાભીનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 6 કલાકે, દરબાર ગઢ, લાલપુલ પાસે, ગોંડલ ખાતે રાખ્યું છે.

અમરેલી |ઔ.સ.ચિ.બ્રાહ્મણ વસંતરાય પ્રભાશંકરભાઇ જોષી (ઉ.વ.89) તે સ્વ.જનકભાઇ, કનૈયાલાલભાઇ, નવનીતભાઇના મોટાભાઇ, રજનીકાંતભાઇના પિતા અને કશ્યપભાઇના દાદાનું તા. 8ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 7 શશાંક મહાજન પાર્ટી પ્લોટ, રેલવે સ્ટેશનની પાસે, અમરેલીમાં રાખ્યું છે.

જામનગર |ઇન્દુબેન ધનવંતરાય પ્રાણજીવન શાહ (ઉ.વ.86) તે પ્રો.પ્રફુલ્લભાઇ છાપીઆના માતાતુલ્ય, હરિશભાઇ, હરદીપભાઇ, નેમિષભાઇ, પલ્લવીબેન રમેશભાઇ ઘાટલિયાના માતાનું તા. 10મીએ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 11ના સવારે 8.30 કલાકે, લીમડાવાળા ઉપાશ્રય, હેડ પોસ્ટ ઓફિસ પાસે, જામનગરમાં રાખ્યું છે. ચક્ષુદાન કરાયું છે.

ભેંસાણ | લખાણી ગોબરભાઇ નારણભાઇ (ઉ. 77), તે વિનોદ ભાઇ, ભરતભાઇ, રમેશભાઇ નાં પિતાનું તા. 9 નાં અવસાન થયું છે.

જૂનાગઢ |પાંધી શોભનાબેન ગીરીશકુમાર (ઉ. 60), તે સ્વ. મથુરાદાસ જેરામભાઇનાં દિકરી, સ્વ. મનુભાઇ, સ્વ. ધીરૂભાઇ, જશુબેન, સરયુબેન, મંજુલાબેનનાં બહેન, અનિલભાઇ, નિલયનાં ફઇબાનું તા. 7 નાં અવસાન થયું છે. સદ્દગતની પિયરપક્ષની સાદડી તા. 11 નાં સાંજે 5 થી 6 કલાકે, અનિલભાઇનાં નિવાસસ્થાન ઘનશ્યામપુરાનાં ડેલામાં, જવાહર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ડોબરીયા બાબુભાઇ રામજીભાઇ, તે શારદાબેનના પતિ તેમજ સંદિપભાઇ અને કિશોરભાઇના પિતાનું તા. 10 નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. 13 નાં બપોરે 3 થી 6, નિવાસસ્થાન બાલાજી હોમ્સ, પંચામૃત એપા. પાસે, તળાવ દરવાજા પાસે, જૂનાગઢમાં રાખેલ છે.

પુરોહિત મૃદુલાબેન(ઉ.વ.73)તે નવસુખરાય મણિશંકરનાં પત્નિ, સ્વ.નવીનચંદ્રનાં ભાભી, ભારતેન્દુભાઇ, સ્વ.કિરણબેન, મનિષાબેન, કલ્પનાબેનનાં માતા, સ્વ.અંબારામનાં દિકરી, સ્વ.જયાશંકર, રમેશચંદ્રનાં બહેનનું તા.10 નાં અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.13 નાં સાંજે 5 થી 6 કલાકે, ભુતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રૂપારેલ રસીલાબેન(ઉ. 92), તે સ્વ. હરજીવનભાઇ જીવાભાઇનાં પત્નિ, પ્રફુલભાઇ, હરેશભાઇ, પ્રકાશભાઇ, પ્રવિણાબેનનાં માતા, વિજયભાઇનાં સાસુ, બાબુભાઇ, વૃજલાલભાઇનાં બહેનનું તા. 9 નાં અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. 11 નાં સાંજે 5 થી 6, ભૂતનાથ સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

કેશોદ | ચૌહાણ જયાબેન કેશવ ભાઇ (ઉ. 74), તે કેશવભાઇનાં પત્નિ, દિલીપભાઇ, પરેશભાઇનાં માતા, નિખિલ, અનુજનાં દાદીનું તા. 9 નાં અવસાન થયું છે. બેસણું તા. 11 નાં સાંજે 4 થી 6, તેમનાં નિવાસસ્થાન આંબાવાડી, જલારામ મંદિર રોડ, રઘુવીર ટાવર સામે, કેશોદ ખાતે રાખેલ છે.

વિસાવદર |સરધારા વલ્લભભાઇ ખીમાભાઇ (ઉ. 94), તે શંભુભાઇ, ધીરૂભાઇ, બટુકભાઇનાં પિતા, સ્વ. હરિભાઇ, મોહનભાઇ, જીવરાજભાઇ, પાંચાભાઇનાં ભાઇ, કિશોરભાઇ, ભરતભાઇ, નરેન્દ્રભાઇનાં દાદાનું તા. 9 નાં રોજ કાલસારી મુકામે અવસાન થયું છે.

માંગરોળ| નરસાણા ચુનીલાલ ગોરધનદાસ (ઉ. 73), તે હરકિશનદાસનાં જમાઇ, કેતનભાઇ નાં કાકાનું તા. 7 નાં અવસાન થયું છે. બેસણું તા. 11 નાં સાંજે 5 થી 7, કેતનભાઇનાં નિવાસસ્થાન, ગાયત્રી નગર, માંગરોળ ખાતે રાખેલ છે.

માળિયા-હાટીના| સાદરાણી જીતેન્દ્રકુમાર ડાયાલાલ, તે સ્વ. ગોરધનદાસ નારણદાસ રતનધાયરાના જમાઇ તેમજ મુકેશભાઇ અને શૈેલેષભાઇના બનેવીનું તા. 8 નાં રોજ ભીલાડ મુકામે અવસાન થયું છે. તેમની સાદડી તા. 13 નાં રોજ સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, માળિયા હાટીના ખાતે રાખેલ છે.

જામનગર |ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ઋષિકુમાર વ્યાસ (ઉ.વ.42) તે સ્વ. ભૂપેન્દ્રભાઇ રમણીકલાલ વ્યાસના પુત્ર તે જલ્પેશભાઇ વ્યાસના મોટાભાઇ તે પ્રવિણભાઇ નવલશંકર જોષીના જમાઇનું તા. 9ના અવસાન થયું છે. તથા પિયર પક્ષનું બેસણું તા. 11ના સાંજે 5 થી 6 વાગ્યે નર્મદેશ્વર મહાદેવ મંદીર, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખ્યું છે.

હાલાઇ ભાનુશાળી મધુબેન તે સ્વ. શશીકાંત મનસુખભાઇ જોઇશરનાં પત્નિનું તા.10ના અવસાન થયું છે.

મુળ સિકકા, હાલ જામનગર શુશીલાબેન રામગોપાલ પાંડે (ઉ.વ.84) તે રાજેશભાઇ, રાકેશભાઇ, સુશીલભાઇના માતા નું તા. 9ના અવસાન થયંુ છે. સદ્દગતનું બેસણું તા. 11ના સાંજે 5 થી 5.30 વાગ્યે વ્રજ રેસીડન્સી, 9 પટેલ કોલોની રોડ નં. 1, ગોરીયા હાઇસ્કુલની સામે, નિવાસ સ્થાન ,જામનગરમાં રાખ્યું છે.

મુળ જાેડીયા, હાલ જામનગર વાણંદ પ્રમિલાબેન ઝાલા (ઉ.વ.62) તે વિનોદભાઇ પરસોતમભાઇ ઝાલાના પત્નિ તે રવિનભાઇ, ભરતભાઇના ભાભી તે બિન્દુબેન કૌશીકભાઇ દસાડીયા, રૂપલબેન ઝાલા, રાકેશભાઇના માતા તે કૌશિકભાઇ આર. દશાડીયાના સાસુ તે સાક્ષીના નાની તે હંસાબેન મારૂ, મનેશ્વરીબેન એસ. પરમારના ભાભી તે કિશોરભાઇ છગનભાઇ રાઠોડના બહેનનું તા. 10ના અવસાન થયું છે. સદ્દગતનુ ં ઉઠમણું તા. 12ના સાંજે 5.30 થી 6 વાગ્યે રણજીતનગર, હર્ષસિધ્ધી માતાજી મંદિર, જામનગરમાં રાખ્યું છે.

જામનગર : ઇન્દુબેન ધનવંતરાય પ્રાણજીવન શાહ (ઉ.વ.86) તે પ્રફુલ્લભાઇ છાપીઆના માતાતુલ્ય તે હરીશભાઇ, હરદીપભાઇ, નેમિષભાઇ, પલ્લવીબેન રમેશભાઇ ધાટલીયાના માતાનું તા. 10ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણંુ તા. 11ના સવારે 8.30 વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, હેડ પોસ્ટ ઓફિસ પાસે, જામનગરમાં રાખ્યું છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

અલીયાબાડા |મચ્છુ કઠીયા સઇ સુથાર પ્રભાબેન પીઠડીયા તે સ્વ. પોપટલાલ સવજીભાઇ પીઠડીયાના પત્નિ તે પ્રવિણભાઇ, જેન્તીભાઇ, ભુપતભાઇના માતા તે ધર્મેન્દ્રના દાદીનું તા. 8ના અવસાન થયું છે. સદ્દગતનંુ બેસણું તા. 12ના સાંજે 4 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે વછરાજડાડાની વાડી, અલીયાબાડામાં રાખ્યું છે.

ઉના |લુહાર વાઘેલા વનિતાબેન લીલાધરભાઇ (ઉ. 78), તે અનિલભાઇ અને જગદીશભાઇના માતા તેમજ દિનેશભાઇ નાથાભાઇ કવાના સાસુનું તા. 10ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, જૂના બસ સ્ટેશન, ઉના ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...