તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot Bhupatlal Vrojlalal Khadkhar D 72 Son Of The Late Brijlal Jagjivanbhai 072539

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ભૂપતલાલ વૃજલાલ ખખ્ખર (ઉ.વ.72) તે સ્વ.વૃજલાલ જગજીવનભાઇના પુત્ર,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ભૂપતલાલ વૃજલાલ ખખ્ખર (ઉ.વ.72) તે સ્વ.વૃજલાલ જગજીવનભાઇના પુત્ર, યતિનભાઇ, મોનાબેનના પિતા, હસુભાઇ, કિરીટભાઇ, અશોકભાઇ, હંસાબેન, પન્નાબેન, કાશ્મીરાબેનના ભાઇ, કેયૂરભાઇ ઉનડકટના સસરા, સ્વ.ધનજીભાઇ લાલજીભાઇ રાયઠઠ્ઠા (ગડુવાળા)ના જમાઇનું તા. 11ના અવસાન થયું છેે. ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા. 13ના સાંજે 4 થી 5 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાખેલ છે.

પરેશભાઇ મોહનભાઇ કાકડિયા (ઉ.વ.44)તે કલ્પેશભાઇના મોટાભાઇ, દર્શના પિતા તા. 10ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13ના બપોરે 3 થી 5 કલાકે, પટેલ વાડી, વિભાગ-2, વાણિયાવાડી ખાતે રાખ્યું છે.

સ્વ.મગનભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર કિશોરભાઇનું તા.11ના અવસાન થયું છે. તે અશ્વિનભાઇ, ભરતભાઇના નાનાભાઇ, પરેશભાઇના કાકા, સમીરભાઇના મામાનું ઉઠમણું તા. 13ના સાંજે 4 થી 5 અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયારોડ ખાતે રાખ્યું છે.

ચંદ્રિકાબેન રજનીકાંત વિઠલાણી (ઉ.વ.80)તે સ્વ.રજનીકાંત લક્ષ્મીદાસ વિઠલાણીના પત્ની અને ગુણવંતભાઇ (ભલાભાઇ), ધીરૂભાઇના ભાભી, ધીરૂભાઇ કેશવલાલ તાજાવાલાના બહેન, મનીષ, સ્વ.રાકેશ, અલ્કાબેન, સંગીતાબેન,ઋષિનાબેનના માતા, રાધિકાબેનના સાસુ, અક્ષય, રીદ્ધીનાના દાદીનું તા. 11ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા. 12ના સવારે 9 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 13ના સવારે 10 થી 11 જાગનાથ મંદિરે મોસાળપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમવાય સ્વ.નૌતમલાલ જોષીના મોટાપુત્ર પ્રમોદરાય (ઉ.વ.73) તા. 10ના અવસાન પામ્યા છે. તે ગં.સ્વ.નીલાબેન પ્રમોદભાઇ જોષીના પતિ, જીતેનભાઇ, જયશ્રીબેન, દેવલબેનના પિતા, ઇન્દિરાબેન, રંજનબેન, નલીનીબેન, સ્વ.મુકેશભાઇ, જયેશભાઇના ભાઇનું તા. 13ને સોમવારના રોજ બેસણું ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં-5, સહકાર મેઇન રોડ ખાતે સાંજે 4 થી 5.30 રાખ્યું છે.

હરજીવનભાઇ મંગળજીભાઇ પૂજારાના પત્ની, સ્વ.શિવજીભાઇ વેલશીભાઇ કાથરાણી (ભજુડી)ના પુત્રી ભાગીરથીબેન પૂજારા તે પ્રફુલભાઇ, રાજુભાઇ, જીતેનભાઇ, દિનાબેન નટવરલાલ આચાર્ય, સુધાબેન ભરતભાઇ કારિયા, જાગૃતિબેન, દિલીપભાઇ મજેઠિયા, નીતાબેન મહેશભાઇ આચાર્ય, મનીષાબેન જીગરભાઇ આચાર્યના માતા તા. 11ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 13ના સાંજે 4.30 થી 5.30 રાષ્ટ્રીય શાળામાં રાખ્યું છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ગં.સ્વ.જીવનબેન પ્રાણલાલ ગાંધી (ઉ.વ.93)તે સ્વ.નરેન્દ્રભાઇ, અનિલભાઇ, ભારતીબેન કિશોર ભાઇ વીપાણી, જયશ્રીબેન ચંદ્રકાંત મહેતા (અમદાવાદ)ના માતાનું તા. 11ને શનિવારના અવસાન થયું છે. દેહદાન કરાયું છે.

ભાગીરથીબેન (ઉ.વ.83) તે હરજીવનભાઇ મંગળજીભાઇ પુજારાના પત્નિ તથા પ્રફુલ્લભાઇ, રાજુભાઇ, જીતેનભાઇ, દીનાબેન નટવરલાલ આચાર્ય, સુધાબેન ભરતભાઇ કારીયા, જાગૃતિબેન દિલીપભાઇ મજેઠીયા, નિતાબેન મહેશભાઇ આચાર્ય, મનીષાબેન જીગરકુમાર આચાર્યના માતા તથા ચાંદનીબેનના દાદીજી સાસુ તથા જુગલ, હર્ષ, નિમિત, હિરલબેન ચિરાગકુમાર દક્ષીણી, કિંજલબેન મીતકુમાર ઠકકર, કેત્શી, યશ્વીના દાદીનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા તા. 12ના સવારે સાત વાગ્યે ,અંબે ભવાની કૃપા, રાજન પાર્ક નિવાસ સ્થાન, રાજકોટથી નિકળશે.

મૂળ દેરડી કુંભાજી હાલ રાજકોટ રસિકલાલ મોહનલાલ ઝાટકિયા (ઉ.વ.77) તે મોહનલાલ હિરાચંદના પુત્ર તથા સ્વ. રમણીકભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ. ભૂપતભાઇ, સ્વ.કંચનબેન, સ્વ.જીતુબેન, સ્વ. રસિલાબેન, સ્વ. મધુબેનના ભાઇ તથા પારસ, કોમલ, શિલ્પા નીતિન પારેખ, હેતલ હિરેન ધુધુના પિતા તથા સ્વ. ભીખાલાલ રણછોડ કોઠારીના જમાઇનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા. 13ના સવારે 10 કલાકે, પંચનાથ પ્લોટ, સદર ઉપાશ્રયે, રાજકોટમાં રાખ્યું છે.

રાજકોટ નિવાસી ડો. પ્રફૂલભાઇ વસંતરાય શાહ (ઉ.વ.79) તે ડો. ચંદાબેન શાહ (સરગમ કલબ)ના પિતા તથા ડો. પારસભાઇ શાહ, ડો. પૂજાબેન વિરલભાઇ શાહ (યુએસએ)ના પિતા તથા ડો. દર્શિતાબેન શાહ (કોર્પોરેટર, પૂર્વ ડેપ્યુટી મેયર)ના સસરા તથા ડો. ચંદ્રિકાબેન રમેશભાઇ કોટક, ઇલાબેન નરેન્દ્રભાઇ કક્કડના વડીલબંધુ તથા ડો. ભરતભાઇ ચીમનલાલ મહેતાના બનેવી તથા સ્વ. ડો. પ્રફૂલભાઇ પ્રાણલાલ દોશીના વેવાઇનું તા. 11ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તા.12ના રવિવારના રોજ સવારે 9 કલાકે, તેમના નિવાસસ્થાન, ધરમ વિલા, બહુમાળી ભવન પાછળ, ફનવલર્ડ રેસકોર્સ સામેના રસ્તેથી નીકળશે.

ગોંડલ |સ્વ. મનસુખલાલ જમનાદાસ વસાણીના પત્ની ભાનુબેન (ઉ.વ.80)તે શૈલેષભાઇ, મયુરભાઇ, ધર્મિષ્ઠાબેન દિલીપભાઇ (રાજકોટ), ચેતનાબેન વિપુલભાઇ (વીંછિયા)ના માતા, સ્વ.બાવાભાઇ જેઠાભાઇ ચાંદ્રાણી (વીરપુર)ના દીકરીનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 5 લોહાણા વિદ્યાર્થી ભવન, 22-ભોજરાજપરામાં રાખેલ છે.

સોરઠિયા સારસ્વત બ્રાહ્મણ સુધાબેન જયેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ.81)તે દિનેશભાઇ (મુંબઇ), નરેન્દ્રભાઇ, કેતનભાઇ, જ્યોતિબેન વિનોદભાઇ પંડ્યા (જેતપુર), જાગૃતિબેન દિગ્વિજય વ્યાસ (મુંબઇ)ના માતા, હિરેન, હેમલ, તેજસ, રૂપાલ, શીતલ, હિનલના દાદીમાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, રિદ્ધિ સિદ્ધિ, યોગીનગર-3 ગોંડલમાં રાખ્યું છે.

ધોરાજી |આશાબેન નારણદાસ ઠક્કર (ઉ.વ.82) નું તા. 8ના અવસાન થયું છે. બેસણું તા. 12ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, કિમતમલ હોલ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે રાખ્યું છે.

વીરપુર(જલારામ) |સ્વ. બાબુલાલ રાણભાઇ ડોબરિયાના પત્ની જયાબેન (ઉ.વ.75) તે નીતિનભાઇ, વિજયભાઇ, સુરેશ ભાઇના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, ગંજીવાડા સામે, વીરપુર (જલારામ) ખાતે રાખ્યું છે.

ચલાલા |ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. પ્રહલાદભાઇ ત્રિવેદીના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.68) તે વસંતભાઇ, સરલાબેન બટુકભાઇ જોશી, મધુબેન બાલક્રિષ્ન પંડ્યા, મુક્તાબેન હરકાંતભાઇ જોશીના નાનાભાઇ તથા સ્વ.ગીતાબેનના પતિ તથા પંકજભાઇ, સોનલબેન બકુલભાઇ (ભાવનગર), સ્વ. પારૂલબેન, રૂપલબેન કેતનભાઇ રાણા (ભાવનગર) તૃપ્તીબેનના પિતાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 કલાકે, નિલકંઠ નિવાસ, કસ્તુરબા પરા, ચલાલા ખાતે રાખ્યું છે.

મોરબી |ગુર્જર સુથાર ભાડેસીયા મનોજભાઈ રતીલાલભાઈ(ઉ.વ39)તે વિજયભાઈ, અમિતભાઇ, વર્ષાબેન, દક્ષાબેનનાં ભાઈ, દુર્લભજીભાઈ, સ્વ પ્રાણ જીવન ભાઈ, વલ્લભભાઈનાં ભત્રીજા, વિનોદભાઈ, અરજણભાઈ બદરકીયા નાં જમાઈનું તાં.10નાં રોજ અવસાન થયું છે. બેસણું તા.13નાં રોજ સાંજે 3 થી 5કલાકે, ન્યુ ગાયત્રી સોસાયટી, ખોડિયાર ડેરી સામે નાની વાવડી તાં. જી મોરબી ખાતે રાખ્યું છે.

કોડીનાર |સિટી તલાટી નિવૃત્ત હિંમતલાલ શાંતિલાલ કરવત તે જસ્મીનભાઇ, હિરેનભાઇ, ફાલ્ગુનીબેનના પિતા, હર્ષદભાઇના ભાઇનું તા. 10ના અમદાવાદમાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા કોડીનારમાં તા. 13ના વિશા સોરઠિયા વણિક જ્ઞાતિની વાડીમાં સાંજે 4 થી 6 રાખ્યું છે.

જામખંભાળિયા| કમળાબેન (ઉ.વ.86) તે સ્વ. હરીભાઇ ભગવાનજીભાઇ માણેકના પત્નિ તે કિરીટભાઇ, સ્વ. જગદીશભાઇ, કિશોરભાઇ, અતુલભાઇના, દક્ષાબેન જગદીશકુમાર ચોટાઇના માતા તથા સ્વ. મગનભાઇ, સ્વ. ત્રિભુવનભાઇ, સ્વ. વજુભાઇ, ચંદુભાલના ભાભી તથા દેવ, રાખીબેન લાલ, મીરાબેન સાદરાણી, બન્સી સેતાના દાદીનંુ તા. 11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. 13ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિર પ્રાર્થના હોલ, ખંભાળિયામાં રાખેલ છે.

ગુર્જર સુથાર તુલસીભાઇ લાલજીભાઇ વડગામા (ઉ.વ.78) તે મિતેશભાઇના પિતા તથા નવીનભાઇ, મહેશભાઇ, તારાબેન, હંસાબેનના મોટાભાઇનંુ તા. 10ના અવસાન થયંુ છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 5 વાગ્યે ગુર્જર સુતાર જ્ઞાતિ વિશ્વકર્મા બાગ, ખંભાળિયામાં રાખ્યું છે.

જામનગર |સુભાષભાઇ પાટલીયા (ઉ.વ.79) તે સ્વ. જેઠાલાલ ઝવેરચંદ પાટલીયાના પુત્ર તે સ્વ. રમણીકભાઇ, સ્વ. શરદભાઇ, જયસુખલાલના નાનાભાઇ તે કૌશલભાઇ, હેમનભાઇ, નિપુલભાઇના પિતા તે સ્વ. ભગવાનજીભાઇ ભાઇચંદ સંઘવીના જમાઇનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 13ના સવારના 9.30 વાગ્યે મોટા ઉપાશ્રય લાલબાગ સામે ચાંદીબજાર, જામનગરમાં રાખ્યું છે.

ગોંડલ |એડન નિવાસી હાલ ગોંડલ ગિરધરલાલ તારાચંદ જુઠાણી તે ગુલાબચંદના નાના ભાઇ તથા સ્વ.ચુનીલાલ સુંદરજી ધોળીયાનાં જમાઇનું તા.9ના અવસાન થયું છે.

કાંતાબેન ગીરધરભાઈ શેખડા (ઉ.વ. 75) તે અશોકભાઇ શેખડા ના માતા તથા હાર્દિકભાઈ શેખડા, પ્રતીક શેખડા (RDC બેંક)ના દાદીમાંનું તા 10 ના અવસાન થયું છે, બેસણું તા.13ના સાંજે 4 થી 6 કલાકે, નિવાસ્થાન ‘’ઉત્સવ’’, 7-કૈલાશબાગ, ગોંડલ ખાતે રાખેલ છે.

ઉપલેટા |દરજી ગુજરાતી મચ્છુ કઠીયા વાડી વિવેક (ઉ.વ 28) તે દીપકભાઈ રતિભાઈ પરમારના પુત્ર તથા પૂજાબેન અને અમીબેનના ભાઈનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 8.30 થી 9.30 તથા શાંતિયજ્ઞ 10 થી 12 કલાકે, દરજી મચ્છુકઠિયા ગુજરાતી જ્ઞાતિની વાડી, દેવરામ શેરી, ઉપલેટા ખાતે રાખેલ છે.

ઉપલેટા નિવાસી ગોરધનભાઈ તે છગનભાઇ પુંજાભાઈ વેકરીયા ના પુત્ર (ઉ.વ. 7) તે બાવનજીભાઈ, બાબુભાઇ, જયંતીભાઈ, અમૃતભાઈ, શાંતિભાઈ, વિનુભાઈ, વિશાલભાઈ, જયશ્રીબેન, દિપ્તીબેન, તૃપ્તિબેન, નિલ્પાબેન, સ્નેહાબેન ના પિતાનું અવસાન થયું છે, બેસણું તા. 13ને સોમવારના સાંજે 4 થી 6 કલાક, કેશરીયા હનુમાન મંદિર, ભાગ્યોદય સોસાયટી ઉપલેટા ખાતે રાખેલ છે.

જસદણ | પંચ બ્રાહ્મણ સમાજ ના કારોબારી સભ્ય બિપીનભાઈ ભટ્ટ, હિતેશભાઈ ભટ્ટ (સરવાવાળા)ના પિતા નટુભાઈ ઝવેરશંકર ભટ્ટનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 3 થી 5 કલાકે, તેમના નિવાસ સ્થાને, ગંગાભુવન ખોડિયાર મંદિરબાજુમાં ,જસદણ ખાતે રાખેલ છે.

કોડીનાર |કરવત હિંમતલાલ શાંતિલાલ (ઉ.વ.71)તે જસ્મીન ભાઇ, હિરેનભાઇ, ફાલ્ગુનીબેન ના પિતા, હર્ષદભાઇના ભાઇનું તા.10ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 6, વિસા સોરઠીયા વાડી ઘીકાંટા રોડ, કોડીનાર ખાતે રાખેલ છે.

માણાવદર |કુરાણી પ્રિતીબેન (ઉ.વ.55)તે જયેન્દ્રભાઇના પત્ની, સ્વ.રસીકભાઇ, સ્વ.વિનુભાઇ, દિલીપભાઇના ભાઇના પત્ની, પ્રિયંકાબેન, સોનીકાબેનના માતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ને સાંજના 3 થી 5, સતવારા સમાજ, માણાવદર ખાતે રાખ્યું છે.

વેરાવળ |સૂચક પુષ્પાબેન (ઉ.વ.70)તે નટવરલાલના પત્ની, નલિનભાઇના ભાભી, ચેતનભાઇ, જાગૃતિબેન, હેતલબેન, જલ્પાબેન ના માતા, ધર્મેશભાઇ, દિપકભાઇ, એકતાબેનના મોટાબા, ધિરજલાલ ગઢીયાના બહેનનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 5, લોહાણા મહાજન વાડી, પ્રભાસ પાટણ ખાતે રાખેલ છે.

તંબોળી વિજયાબેન મનસુખલાલ (ઉ.વ.90)તે પરેશભાઇના માતા, વિશાલભાઇ, દર્શનાબેનના દાદીનું તા.10ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.11ને સાંજના 4 થી 5:30, નવા રામ મંદિર, ખડખડ, વેરાવળ ખાતે રાખ્યું છે.

માંગરોળ |કગરાણા પ્રવિણભાઇ (ઉ.વ.75)તે વિમલભાઇ, સેજલબેન, તેજલબેન, નિતાબેનના પિતાનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ને સાંજના 4 વાગ્યે તથા બેસણું સાંજના 4:30 થી 6, સોરઠીયા વાડી, જેઇલ રોડ, માંગરોળ ખાતે રાખ્યું છે.

સાવરકુંડલા |પટેલ કાંતિલાલ બાલાશંકર(ઉ.વ.93)નું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.13ને સાંજના 4 થી 6, મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ બોર્ડીંગ, કોલેજ રોડ, ગુરૂકુળ સામે, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

રાઠોડ જયંતીભાઈ દેવરાજભાઈ (ઉ.વ.80)તે હિમતભાઈ, સુરેશભાઈના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ને સાંજના 4 થી 6, દેવળા ગેટ, કૃષ્ણા પ્લોટ, શેરી-૩, સાવરકુંડલા તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

જયાણી ધનુબેન જાદવભાઈ (ઉ.વ.75)તે લાલજીભાઈ, અમિતભાઈ, ગોપાલભાઈ, કિશન ભાઈના માતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ને સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી જેસર રોડ, મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી સામે, સાવરકુંડલા તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

વઘાસીયા કંચનબેન ગોરધનભાઈ (ઉ.વ.58)નું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ને સવારે 8 થી 5 કલાકે, મુ.વંડા ખાતે તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

મશરૂ કંચનબેન રતિલાલ(ઉ.વ.80)તે રતિલાલ પત્ની, જનકભાઈ, ભાવેશભાઈના માતા, ઈશાનભાઈ, ધર્માંગભાઈના દાદીનું તા.11ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.12ને સવારે 8:30 કલાકે અને ઉઠમણું તા.12ને રવિવારના રોજ સાંજના 4:30 થી 5:30, લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

જૂનાગઢ |ગુર્જર સુથાર પંચાસરા દિનેશભાઇ સુંદરજીભાઇ(ઉ.વ.65, મુળ માંડણકુંડલા, હાલ જૂનાગઢ)તે અરૂણાબેનના પતિ, સતિષભાઇ, ધર્મેશભાઇ, જ્યોત્સનાબેનના પિતા, નરેન્દ્રભાઇ, કાંતિભાઇ, હસમુખ ભાઇ, વિનુભાઇ, ભુપતભાઇના ભાઇ, વલ્લભભાઇના જમાઇનું તા.11ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ બપોરે 3 થી 5, શુભેશ્વર મહાદેવના મંદિરે, ઓમ ફર્નિચરની સામે, ખલીલપુર રોડ, જોષીપુરા, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ પંડ્યા કનકરાય મગનલાલ(ઉ.વ.78)તે ધર્મેન્દ્રભાઇ, જયેશભાઇ, નેહાબેન, આરતીબેનના પિતાનું તા.10ના અવસાન થયું છે.સદ્દગતનું ઉઠમણું તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, નહેરૂપાર્ક કોમ્યુનીટી હોલ, નહેરૂપાર્ક સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

શાપુર(સોરઠ) |મકવાણા દેવાયતભાઇ વેલજીભાઇ (ઉ.વ.65)તે સાહિલભાઇના પિતા નું તા.10ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન રાવલ ચોક, શાપુર(સોરઠ) ખાતે રાખ્યું છે.

ચોરવાડ |કુકસવાડા નિવાસી રાયજાદા સગુણાબા ઘનશ્યામસિંહ (ઉ.વ.55)તે મોતિસિંહના પુત્રવધુ, ભરતસિંહ, નરેન્દ્રસિંહ, કિશોર સિંહ, મહેન્દ્રસિંહ, પ્રહલાદસિંહ, અમરસિંહ, દિગ્વિજયસિંહના ભાભી, કુલદિપસિંહ, ઘનશ્યામ સિંહના માતાનું તા.10ને શુક્રવારના રોજ અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો