તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot At Present Rajkot Biwarbhai Sawajibhai Jotania U 85 Rajput 070639

રાજકોટ |મૂળ વાંદરવળ હાલ રાજકોટ જીવરાજભાઇ સવજીભાઇ જોટાણિયા (ઉ.વ.85)તે રાજુભાઇ,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મૂળ વાંદરવળ હાલ રાજકોટ જીવરાજભાઇ સવજીભાઇ જોટાણિયા (ઉ.વ.85)તે રાજુભાઇ, હરેશભાઇના પિતા તા. 9ના અવસાન પામેલ છે. બેસણું તા. 11ના ખોડલ હોલ, 40 ફૂટ રોડ, પ્રિયદશર્ન-1, ચામુંડા ભૂમીમાં રાખેલ છે.

ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ) સ્વ.ભૂપેન્દ્રભાઈ રમણીકલાલ વ્યાસ નાં પુત્ર સ્વ. ઋસીભાઈ ભૂપેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.42) (સિંગેચ) તથા જામનગર નિવાસી જલ્પેશભાઈ ભૂપેન્દ્રભાઈ વ્યાસ ના મોટાભાઈ તથા ધ્રોલ નિવાસી પ્રવીણભાઈ નવલશંકર જોશી ના જમાઈ નું દુઃખદ અવસાન તા.09/04/2019 ના જામનગર મુકામે થયેલ છે.બેસણું તા.11 ના રોજ સાંજે 5 થી 6 કલાકે નર્મદેશ્વરમહાદેવ મંદિર, પંચવટી, જામનગર ખાતે રાખેલ છે તથા પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

ઝાલાવાડી સઇ સુથાર દરજી સ્વ.ડો.ભીખુભાઇ મહાદેવભાઇ સેંદલીયાના પત્ની કમળાબેન (ઉ.વ.82)તા.9ના અવસાન પામેલ છે. તે પ્રહલાદભાઇ, અશોકભાઇના માતા અને સંદીપભાઇ સોલંકીના ફઇબાનું બેસણું તા. 11ના સાંજે 5 થી 6 જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ટોકીજ પાસે રાખ્યું છે. ચક્ષુદાન કરાયું છે.

મહારાજ ઔદિચ્ય ઘેલારામજી સ્વ.મોહનલાલ દામોદર વ્યાસના પુત્રી ચંદ્રિકાબેન વ્યાસ (ઉ.વ.65)તે સ્વ.બળવંતભાઇ તેમજ સ્વ.વિનોદભાઇ અને ભાનુભાઇ, ભરતભાઇ, જગદીશભાઇના બહેન, રાજકોટ ચંદ્રકાંતભાઇ દેવશંકરભાઇ દવેના ભાણેજનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 5 થી 6.30 કલાકે જ્ઞાતિની વાડી, જયંત કે.જી.રોડ, મવડી પ્લોટમાં રાખ્યું છે.

ગોંડલ |અ.સૌ.રસનાબેન કીર્તિભાઇ ચૌહાણ (ઉ.વ.59)તે કીર્તિભાઇ શામજીભાઇ ચાૈહાણના પત્ની, દર્શિતા, પ્રિયકા, ગાયત્રીના માતા, ચિરાગભાઇ, વિરેન્દ્રભાઇ, નિધીબેનના સાસુ, ચંદ્રિકાબેન, હરિશભાઇ, રાજેન્દ્રભાઇના ભાભીનું તા. 6ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4 થી 6, ગોંડલમાં રાજપૂત સમાજની વાડી, દરબારવાડી, રેલવે સ્ટેશન લાલપુર પાસે, યુનિટ ન-1 માં રાખ્યું છે.

વેરાવળ |સુચક સરોજબેન મનોહરભાઇ (ઉ. 62), તે સ્વ. કાંતીલાલનાં દિકરી, દિપકભાઇ, પરેશભાઇ તેમજ નિર્મલાબેન, હિરાબેનનાં મોટાબેનનું તા. 3 નાં અવસાન થયું છે. સાદડી તા. 11 નાં સાંજે 5 થી 6, જૈન દેરાસર, શિક્ષક કોલોની, જલારામ ટોકીઝ પાસે, વેરાવળ ખાતે રાખેલ છે.

ઉના |જોષી શરદચંદ્ર કાંતિલાલ (ઉ. 76) તે સ્વ. જીતેન્દ્રભાઇ, બકુલભાઇ તેમજ મહાદેવભાઇ, લલીતભાઇ, સ્વ. રેખાબેન, સ્વ. ભાવનાબેન, મધુબેનનાં મોટાભાઇ, નિલમબેન, કમલબેન અને અલ્પાબેન, જનકભાઇ, અવિનાશભાઇનાં પિતાનું તા. 9 નાં અવસાન થયું છે. સાદડી તા. 11 નાં 3 થી 6, બ્રહ્મ સમાજની વાડી, ટાવરચોક, ઉના ખાતે રાખેલ છે.

અમરેલી |ધોરડા નટવરલાલ જગજીવનભાઇ (ઉ. 77), તે મનુભાઇ, વિનુભાઇનાં મોટાભાઇ, સંજયભાઇનાં પિતા, અરવિંદભાઇ, અમીતભાઇ, કમલેશભાઇનાં મોટા બાપુજીનું તા. 4ના અવસાન થયું છે.

ધારી |સાદ્રાણી જીતેન્દ્ર ડાયાલાલ, તે નરેશભાઇ, અરવિંદભાઇ, કોકીલાબેનનાં ભાઇનું તા. 8 નાં અવસાન થયું છે. બેસણું તા. 11 નાં સાંજે 4 થી 5, ભગવાનની માયા, કોળી પાશેરી, ધારી ખાતે રાખેલ છે.

બાબરા |મેતર જીલુબેન રેમાનભાઇ (ઉ. 68), તે મ. કાળાભાઇ જમાલભાઇ અગવાનનાં પુત્રી, સતારભાઇ, ઇભુભાઇ, મ. નકુભાઇ, નુરાભાઇ, બાબુભાઇ, હસનભાઇનાં મોટાબહેન, ઇસુબ ભાઇ, ઇકબાલભાઇનાં વાલીદાનું તા. 9 નાં અવસાન થયું છે. જીયારત તા. 11ના સવારે 10 કલાકે પુરૂષો માટે અમરાપરા મદ્રેસા તેમજ બહેનો માટે ઇન્દિરા નગરના નિવાસ રાખેલ છે.

જૂનાગઢ |ટાંક પ્રભાબેન દેવશીભાઇ (ઉ. 85), તે લીલાધર ભાઇ, રસીકભાઇનાં માતાનું તા. 8 નાં અવસાન થયું છે.

બુચ માલીનીબેન (ઉ. 72), તે સ્વ. મનોરમભાઇનાં પત્નિ, હરિત તેમજ ભદન્ત, પુનિતાનાં માતા, શીતલબેનનાં સાસુ, સ્વ. વિક્રમ કિશોરભાઇ, મેઘા વિનભાઇ, અશોકભાઇનાં ભાભીનું તા. 8 નાં અવસાન થયું છે. બેસણું તા. 11 નાં સાંજે 5 થી 6, અનંત ધર્માલય, કાળવા ચોક પાસે, માંગનાથ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

મીઠાપુર |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મૂળ વરવાળા હાલ મીઠાપુર બિપીનચંદ્ર હિંમતલાલ વ્યાસ (ઉ.વ.62) તે વંદનાબેન ના પતિ અને કશ્યપ ભાઈ તથા પ્રતિકભાઇ ના પિતા તેમજ વૈદિક ના દાદાનું તા 7 ના અવસાન થયેલ છે. બેસણું તા 11ને ગુરુવાર સાંજે 4 થી 6 કલાકે સીધનાથ મહાદેવ મંદિર, જય અંબે સોસાયટી, આરંભડામાં રાખ્યું છે.

સિક્કા |સોનગઢ હાલ સિક્કા નિવાસી મીનાબા સુરેન્દ્રસિંહ ગોહિલ ( ઉ.વ.60) તે સુરેન્દ્રસિંહ કનુભા ગોહિલ (સિક્કા હાઇસ્કુલ નિવૃત પ્રિન્સિપાલ)ના પત્ની, પદ્યુમનસિહ કે. ગોહિલ, જયસિંહ કે. ગોહિલ (આચાર્ય અમરગઢ શાળા), બળદેવસિંહ કે. ગોહિલ (જામનગર), નળવીરસિંહ, ભરત સિંહ, વિરપાલસિંહ, હરપાલસિંહ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ ગોહિલના ભાભીસાહેબ તેમજ બાલકૃષ્ણ સિંહના માતાનું તા. 7ના અવસાન થયું છે.

આટકોટ |ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ ત્રમ્બકભાઈ પંચોલીના પુત્રવધુ નિલમ બેન (ઉ.વ.37)તે ગૌતમ ભાઈના પત્ની, દીપકભાઈના નાના ભાઈના પત્ની તેમજ હસુભાઇ ભટ્ટ (ખારાઘોડા)ના પુત્રી હિરેનભાઈના ભાભીનું તા.8ના અવસાન થયુ છે. ઉઠમણું તા.11ના સાંજે 4 થી 6 બ્રાહ્મણ શેરી, આટકોટમાં રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...