તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Alpesh Mirani D 38 He Is The Son Of Late Shantilal Ravjibhai Mirani Naresh39s Brother 072609

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |અલ્પેશ મીરાણી (ઉ.વ.38)તે સ્વ.શાંતિલાલ રવજીભાઇ મીરાણીના પુત્ર, નરેશ ભાઇના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |અલ્પેશ મીરાણી (ઉ.વ.38)તે સ્વ.શાંતિલાલ રવજીભાઇ મીરાણીના પુત્ર, નરેશ ભાઇના ભાઇનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ને શનિવારના પંચનાથ મહાદેવ મંદિરે સાંજે 4 થી 5 કલાકે, રાખ્યું છે.

મંજુલાબેન સંઘાણી તે વૃજલાલ ત્રિકમજી સંઘાણીના પત્ની અને મનોજભાઇ, મનીષભાઇના માતા, શશીકાંતભાઇ, વિનોદભાઇના કાકીનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ને શનિવારના રોજ સાંજે 4 થી 5 નુતનનગર કોમ્યુનિટી હોલ ખાતે રાખ્યું છે.

કુંભાર અંબાબેન મેઘજીભાઇ નારીગરા (ઉ.વ.74)તે ચંદ્રેશભાઇ, વિમલભાઇ, ભરતભાઇના માતા તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 11ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે 4 થી 6 કલાકે, રણછોડનગર-23, પેડક રોડ ખાતે રાખ્યું છે.

લુણીધારવાળા સોની બચુભાઇ જમનાદાસ ધીનોજા (ઉ.વ.88)તે ભગવતભાઇ, સ્વ.દિનેશ ભાઇ, મનહરભાઇના મોટાભાઇ, રેખાબેન, ઇલાબેન, ભાવનાબેનના પિતા તથા આટકોટ હરીલાલ છગનલાલના મોટાભાઇ, બાબુલાલ છગનલાલના જમાઇ તા. 9ના અવસાન પામ્યા છે.

રાજના ધનાળા હાલ રાજકોટ રણજીતસિંહ માનસિંહ ઝાલા તે ધર્મેન્દ્રસિંહ (એસટી), ડી.આર.ઝાલા (આઇ.ટી.આઇ)ના પિતા, ભગદીપસિંહના દાદાનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 5.30 કલાકે, સોમનાથ મહાદેવ મંદિર, ગૌરવ પાર્ક, પુષ્કરધામ મેઇન રોડ રાખ્યું છે.

મૂળ હજામચોરા હાલ રાજકોટ પરસોત્તમભાઇ નથુભાઇ ચોટલીયા ના પત્ની દમયંતીબેન (ઉ.વ.85)તે દિપ્તીબેન વિનોદભાઇ પરમારના માતાનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડીમાં રાખ્યું છે.

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન હિરાબેન જયંતીલાલ કામદાર (ઉ.વ.85)તે સંજય, શૈલેષ, હેમાબેન (હર્ષા) બિપીનભાઇ મહેતા (રાજકોટ), કલ્પનાબેન રાજીવભાઇ રવાણી, જ્યોતીબેન હિતેશભાઇ મહેતા (જામનગર)ના માતા, સ્વ.પ્રભુદાસભાઇ તારાચંદભાઇ ગોસલીયા (બગડુવાળા)ના પુત્રીનું તા. 10ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 11ને શનિવારના રોજ સરદારનગર જૈન ઉપાશ્રય, રાજકોટ ખાતે સાંજે 4 વાગ્યે રાખ્યું છે.

કેતનગિરી રતિગિરી ગોસ્વામી (ઉ.વ.47)તે પાર્થગિરીના પિતાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 13ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, અમૃતા એપાર્ટમેન્ટ-7, શ્રોફ રોડ, સી.આઇ.ડી.ઓફિસ પાછળ રાખ્યું છે.

સૈફુદીનભાઇ મહમદઅલી મીઠાઇવાલા (ઉ.વ.92)તે શબ્બીર ભાઇના પિતા, મુર્તજાભાઇ, મુસ્તફાભાઇ, હોઝેફાભાઇના દાદા તા. 10ના અવસાન પામ્યા છે. જીયારતના સિપારા તા. 12ના બપોરે 1.30 કલાકે મુફદ્દલ હોલ, ભગવતીપરા રાખેલ છે.

મોઢ વણિક સ્વ.પ્રદીપભાઇ, સુબોધભાઇ કરશનદાસ પારેખના ભાઇ, બ્રિજેશ, ધારાના પિતા રજનીકાંતભાઇ પારેખનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 11ને શનિવારના રોજ ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે સાંજે 4 થી 5.30 કલાકે, પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ખંભાળિયા |મુકતાબેન (ઉ.વ.91) તે સ્વ.જાદવજીભાઈ હીરજીભાઈ ગોહેલના નાનાભાઈ સ્વ.રામજીભાઈ ગોહેલના પત્નિ તે ડાે. દિનેશભાઈ, જયસુખભાઇ, મુકેશભાઈના માતા તે દિવ્યેશ, કિશનના દાદીનું તા. 9ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ને શનિવારના રોજ બપોરે 4.30 થી 5 વાગ્યેશરણેશ્વર મંદિરમાં જામખંભાળિયામાં રાખ્યું છે.

ભીખારામ નાગરદાસ દેસાણી તે દેસાણી કિશોરદાસ નાગરદાસના નાનાભાઈનું તા. 8ને બુધવારના રોજ અવસાન થયું છે.

લલીતાબેન (ઉ.વ.85) તે સ્વ. કેશવજીભાઇ લખુભાઇ મકવાણાના પત્નિ તે જયસુખભાઇ, નરેશ ભાઇ, હિતેષભાઇ, પ્રફુલ્લાબેન, કાંતાબેનના માતા તે લખનભાઇ, ખંજનભાઇ, જયેશભાઇના દાદીનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ને શનિવારના રોજ સાંજે 4 થી 4.30 ભાઇઓ તથા બહેનો માટે શરણેશ્વર મહાદેવ મંદિર, ખંભાળિયામાં રાખ્યું છે.

જામનગર |નિરંજનાબેન (ઉ.વ.80) તે સ્વ. ચંદ્રકાન્ત વીકમસી દોશીના પત્ની તે લક્ષ્મીચંદ નેમચંદ મહેતાના પુત્રી તે હિતેશભાઈ, પુનિતાબેન એ. પુનાતર, હીનાબેન યુ. શાહ, મિતેશભાઈના માતાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.11ને શનિવારના રોજ સવારે 9.30 વાગ્યે મોટા ઉપાશ્રય ચાંદીબજાર, જામનગરમાં રાખ્યું છે.

ધ્રોલ |મંજુલાબેન કોટેચા (ઉ.વ.76) તે સ્વ. પ્રભુદાસ કાનજીભાઇ કોટેચાના પત્નિ તે દ્વારકાદાસ કાનજીભાઇ કોટેચાના નાનાભાઇના પત્નિ તે હરસખભાઇ કાનજીભાઇ કોટેચાના ભાભી તે કુંદનબેન, ગીતાબેનના માતાનું તા. 9ના અવસાન થયંુ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 10ના સાંજે 4 થી 5 વાગ્યે વૈદ્યનાથ મહાદેવ મંદીર, ધ્રોલમાં રાખ્યું છે.

ભાણવડ |વાળદ રાધાબેન (ઉ.વ.74) તે સ્વ. હિરજીભાઇ નાથાલાલ કુંડલીયાના પત્નિ તે કાન્તિભાઇ, કિશોરભાઇ, રાજનભાઇના માતા તે રતીલાલ નાથાલાલ કુંડલીયાના ભાભીનું તા. 5ના અવસાન થયું છે.

વાંકાનેર| સ્વ . કસ્તુરચંદ વિરપાળ દોશીના પત્ની મુકતાબેન કસ્તુરચંદ દોશી (ઉ.વ.92)તે મઘુભાઇ, નાનુ ભાઇ (જીતેન્દ્રભાઇ), શૈલેષભાઇ, મુકેશભાઇ, અનુબેન, પુષ્પાબેન, સરલાબેન, પુનીબેન, નીનીબેન, નીશુબેન ના માતાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.12ના સવારે 9.30 કલાકે, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પ્રાર્થના સભા તા.12ને રવિવારના રોજ સવારે 10.30 કલાકે, વિસાશ્રીમાળી સ્થા. જૈન ભોજનશાળા, દિવાનપરા , વાંકાનેર ખાતે રાખેલ છે.

ગોંડલ |હસમુખભાઈ જાદવજીભાઈ ગોહેલ (ઉ.વ.69) તે અશ્વિનભાઈ તથા મનોજભાઈ ના પિતાનું તા 10ના અવસાન થયું છે. બેસણુ તા 1ને શનિવારના રોજ સાંજે 4 થી 6,શંકર વાડી, વોરાકોટડા રોડ, આસોપાલવ સોસાયટી, ગોંડલમાં રાખેલ છે.

સાવરકુંડલા | અશોકગીરી ગુલાબગીરી ગોસાઈ, (ઉ.વ.52) તે ગુલાબગીરી લાલગીરી ગોસાઈના સુપુત્ર તથા કૈલાસગીરી, દિનેશગીરી અને નટુગીરીના ભાઈ તથા વીરેનગીરી અને યતિનગીરીના પિતાનુંતા. 9 જાન્યુઆરીનાં રોજ કૈલાસગમન થયેલ છે. જેમનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 6, દેવળા ગેટ, બાર શેરી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

જૂનાગઢ | છોટીબેન રામલખનભાઇ ભૈયા (ઉ.વ.90) તે ધર્મેન્દ્રભાઇના માતાનું તા.10ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસ સ્થાન ભૈયાજીની વાડી પંચામૃત એપાર્ટમેન્ટની સામે જલારામ સોસાયટી પાછળ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

અશ્વીનભાઇ અમૃતભાઇ અગ્રાવત, તે ભરતભાઇ અગ્રાવત (પીખોર) ના નાનાભાઇ તથા જસ્મીનભાઇનાં કાકાનું તા.10નાં અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ધૈર્યશ્વર મહાદેવ મંદિર, શ્યામલ પાર્ક ટીંબાવાડી બાયપાસ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ઊના |નિલમબેન રામકૃષ્ણ જોષી (ઉ.વ.78) તે સ્વ.રામકૃષ્ણ નરોતમ જોષીનાં પત્ની, મુકેશ, મનોજ, હેમંત, મનીષ, મેહુલ, વીણા, કવિતા અને આરતીનાં માતા, જે હિંમતલાલ જોષીનાં દિકરી, ચંદ્રકાંત અને મહેશનાં બહેનનું તા.10નાં અવસાન થયેલ છે. સદ્દગની સાદડી તા.13 ને સોમવારે 3 થી 6 કલાકે, હરીભાઇ જીભાઇ વિદ્યાર્થી ગૃહ, ઉન્નતનગર સોસાયટીમાં રાખેલ છે.

કરશનભાઇ બેચરભાઇ વાઢેળ (ઉ.વ.85) તે પોલાભાઇ, પરબત ભાઇ અને જીતુભાઇનાં પિતા તેમજ ગોપાલભાઇ વાઢેળનાં મોટાબાપાનું તા.9 નાં અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.12 જાન્યુઆરીને રવિવારે મિતીયાજ ગામે તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે.

લોઢવા |વેજીબેન ભોળા (ઉ.વ.95) તે ભોળા જાદવભાઇનાં, સરમણભાઇ ભોળા, નાજાભાઇ ભોળાનાં માતા તથા રામભાઇ ભોળા, પારસભાઇ, હર્ષદકુમારનાં દાદી તથા મેરામણભાઇ વાળા, ગોવીંદભાઇ વાળાનાં ફઇનું તા.10નાં અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો