તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot All India Senior Citizen 60 Tennis Cricket Tournament On Sunday 035540

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ| ઓલ ઇન્ડિયા સિનિયર સિટિઝન (60+) ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ રવિવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ| ઓલ ઇન્ડિયા સિનિયર સિટિઝન (60+) ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ રવિવારે સંપન્ન થઇ છે. મુંબઇ યુનિટ 2 ચેમ્પિયન બની છે, રાજકોટની ટીમ રનરઅપ થઇ છે. જ્યોતિ સીએનસીના મેદાન પર 12-12 ઓવરનો ફાઇનલ મેચ રમાયો હતો. મુંબઇએ ટોસ જીતી રાજકોટને દાવ આપ્યો હતો. રાજકોટની ટીમે 12 ઓવરમાં 4 વિકેટે 91 રન કર્યા હતા. કિશોરસિંહ જેઠવાએ 33, રોહિત બુંદેલા 27 રન કર્યા હતા. મુંબઇના શ્યામભાઇ, કપૂરભાઇ, સુરેશભાઇએ 1-1 વિકેટ મેળવી હતી. મુંબઇની ટીમે જીતવા માટેનો લક્ષ્યાંક 9.3 ઓવરમાં બે વિકેટ ગુમાવી કરી લઇ ચેમ્પિયનશિપ મેળવી હતી. સુરેશભાઇનાં અણનમ 48 રન હતા. રાજકોટનાં મયુરસિંહને એક વિકેટ મળી હતી. વિજેતા તેમજ રનરઅપને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં કુલ 15 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવી સિનિયર સિટિઝનોએ તેમની શારીરિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં મયૂરધ્વજસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો