તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ આર્મીના નિવૃત્ત અધિકારીઓ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ આર્મીના નિવૃત્ત અધિકારીઓ અને જવાનોનો જુસ્સો પણ ચરમસીમાએ છે. સર્જિકલ સ્ટ્રાઈક અથવા તો યુધ્ધ સમયે સીમા પર શું સ્થિતિ હોય છે, કઈ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, જવાનો અને અધિકારીઓને કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, તે જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટ શહેરમાં રહેતા આર્મીના નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને ભાસ્કરની ઓફિસે બોલાવીને આ તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આર્મીમાં ફરજ બજાવતા જવાનને પણ આ ખાસ ટોક-શોમાં આમંત્રણ અપાયું હતું. છેલ્લા પાંચથી પંદર વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયેલા કેપ્ટન, હવાલદાર, સુબેદાર અને જવાનોએ કારગીલ યુધ્ધ તેમજ કાશ્મીર સરહદે થતાં નાના-મોટાં છમકલા અને આતંકીઓને ઠાર કરવા માટે થતાં ઓપરેશનમાં આર્મી કેવી રીતે કામ કરે છે અને આતંકીઓને કેવી રીતે મોતને ઘાટ ઊતારાય છે તે અંગેની વિગતો જણાવી હતી. આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજકોટમાં રહેતા જવાનોના અભિપ્રાય શું હતાં તે જાણવાનો પણ પ્રયાસ કરાયો હતો. તેમાં મોટાભાગના નિવૃત્ત ફોજીઓનું કહેવું હતું કે, પરમાણુ કે યુધ્ધનો ડર રાખવાની જરૂર નથી. આપણી પાસે સૈન્ય અને શસ્ત્રબળ પાકિસ્તાન કરતા અનેકગણું વધુ છે. ટેકનોલોજિની દૃષ્ટીએ પણ આપણે અતિઆધુનિક છીએ ત્યારે કોઈપણ પ્રકારના પગલાં લઈ શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો