તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે રૈયા ચોકડીએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે રૈયા ચોકડીએ ઓવરબ્રિજની જાહેરાત કરાઇ હતી. આ બ્રિજ 18 માસમાં થઈ જશે. એવો વિશ્વાસ અને દાવો સત્તાધીશોએ વ્યક્ત કર્યો હતો, પણ આ બ્રિજ 18 માસને બદલે 28 માસે રૂ.35 કરોડના ખર્ચે પૂરો થયો છે. આ બ્રિજ બની જવાથી 40 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. રૈયા ચોકડીએ બનેલા શહીદ બ્રિજને રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં રૂ.504 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ભારત કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ સાંખી નહીં લ્યે.પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા સૈનિક શહીદોને શ્રદ્ધાંજલિરૂપે નવનિર્મિત રૈયા ચોકડીએ બનેલા ઓવરબ્રિજને શહીદ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ સાથે આવાસ યોજનાના નામકરણ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક આવાસીય વસાહતનું નામ ભગિની નિવેદિતા અને બીજી આવાસનું નામ લોકમાન્ય તિલક આવાસ યોજના આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓવરબ્રિજને ખુલ્લો મુક્તા જણાવ્યું હતું કે,રાજકોટનો સમાવેશ વિશ્વના 10 શહેરમાં ઝડપથી વિકસતા શહેર તરીકે થયો છે. વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. વાહનચાલકોને સરળતા રહે, ટ્રાફિકજામના પ્રશ્નો ન થાય તે માટે આ વર્ષના બજેટમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં કુલ 75 ફ્લાઇ ઓવર બનાવવામાં આવ્યા છે. જેમાં 8 ફ્લાઇ ઓવર તો એકલા માત્ર રાજકોટમાં બનાવાના છે. રાજ્યના શહેરી વિસ્તારમાં અેક લાખથી વધારે એવરેજ ટ્રેન વ્હિકલ યુનિટ ધરાવતા તમામ 37 રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ વર્ષ 2019-20 માં શરૂ કરી દેવામાં આવશે.ત્રણ વર્ષમાં કુલ રૂ.750 કરોડથી વધુ રકમનો ખર્ચ થશે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ એક મોટી પહેલ છે, જ્યારે કોંગ્રેસના રાજમાં દાયકાઓમાં માંડ એક જ બ્રિજ બનતો હતો.ઊલટાનો ટ્રાફિક ડબલ થતો હતો. એવા સેતુનો કોઈ હેતુ સરતો ન હતો.જેના બદલે શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અમારા દ્વારા મોટી પહેલ કરવામાં આવી છે.ઓવરબ્રિજ ઉપરાંત રાજકોટને નવું એરપોર્ટ, બસપોર્ટ, એઈમ્સ, નવી ઝનાના હોસ્પિટલ, ટીપી સ્કીમ સહિતની સુવિધાઓ આપી છે.

ઓવરબ્રિજ લોકાર્પણ કરાયા બાદ રાજકોટમાં આવાસ યોજનાનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાતમાં અગાઉ ગરીબોના નામે ગુણવત્તા વિનાના મકાનો બનાવવામાં આવતા હતા. મકાનને લાત મારીએ ત્યાં પડી જાય એવા જર્જરિત અને હલ્કા હતા.આ પરિસ્થિતિને નિવારવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક પસાર કર્યું છે. 25 વર્ષથી જૂના હાઉસિંગ બોર્ડના મકાનોના રિ-ડેવલોપમેન્ટ માટે મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો