તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Railway Will Issue Tender For The Fifth Time To Build The Bridge At Amrapali Gate 074030

આમ્રપાલી ફાટકે બ્રિજ બનાવવા રેલવે પાંચમી વખત ટેન્ડર બહાર પાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાએ આમ્રપાલી ફાટક પર બ્રિજ બનાવવા માટે રૂ.21.79 મંજૂર કર્યા હતા અને રેલવેને ડિપોઝિટ પણ મોકલી આપી છે પરંતુ રેવલેએ પોતાના એસઓઆર મુજબ ડિપોઝિટ આપવાની માગ કરતા 3.76 કરોડ વધારાની રકમ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. બીજી તરફ રેલવે વિભાગે આમ્રપાલી ફાટકે બ્રિજ બનાવવા ચાર વખત ટેન્ડર પ્રક્રિયા કરી હતી પરંતુ કોઇ એજન્સીએ રસ નહીં લેતા હવે પાંચમી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમે ઉદય કાનગડે શુક્રવારે સ્ટેન્ડિંગની બેઠકમાં રેલવેને વધારાના રૂ.3.76 કરોડ આપવા માટે મંજૂરી આપી છે. કાનગડે જણાવ્યું હતું કે રેલવેના એસઓઆર મુજબ મનપાએ બ્રિજ બનાવવાની રકમ ચૂકવી આપી છે હવે રેલવે અહી બ્રિજ બનાવાનું કામ કરશે. બ્રિજ બનાવવા ચાર વખત ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે પરંતુ કોઇએ રસ નહીં લેતા રેલવે પાંચમી વખત ટેન્ડર બહાર પાડશે.

અન્ય સમાચારો પણ છે...