Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવેએ હોસ્પિટલમાં 14 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવ્યો
કોરોના સામે રાજકોટ રેલવેએ તકેદારીના પગલાં લીધા છે. જેમાં રાજકોટ રેલવે હોસ્પિટલમાં 14 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને મહત્ત્વના 8 રેલવે સ્ટેશનોએ ખાસ મેડિકલ ઓફિસર સ્ટેન્ડ ટુ રોશે . આ ઉપરાંત 20 બેડ રાજકોટ રેલવે સ્ટેશને અને 10 બેડની સુવિધા હાપા રેલવે સ્ટેશને જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કોરોના અંગે લોકોમાં ખોટો ભય ન ફેલાઈ અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ અંગે કોરોનાથી કેવી રીતે બચી શકાય તેની સમજ આપતા માર્ગદર્શક સેમિનાર કરશે.
જો કોઈ યાત્રિક બીમાર દેખાશે તો તેની માહિતી મેડિકલ ઓફિસરને આપી તેનું ચેકિંગ કરવામાં આવશે.
રાજકોટ, હાપા, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વાંકનેર, મોરબી રેલવે સ્ટેશનોએ ખાસ મેડિકલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમના ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસ એ ચેપી છે ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે દરેક કોચની સીટને સાફ કરવામાં આવી રહી છે.
તેમજ સ્ટાફના લોકો માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જાગૃતિ માટે હાલ દરેક
જગ્યાએ પેમ્ફલેટ અને બેનર લગાવવામાં આવી રહ્યા છે જેમાં કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેના ઉપાયો બતાવવામાં આવ્યા છે .
રાજકોટમાં 20 અને હાપામાં 10 બેડની સુવિધા ઊભી કરાઈ