તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસાજ પાર્લરમાં દરોડો, સાત થાઇ યુવતીઓ મળી આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મસાજ પાર્લરના ઓઠા હેઠળ ચાલતા ગોરખધંધા અટકાવવા માટે પોલીસ દ્વારા નિયત સમયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના પગલે પોલીસે પંચનાથ મેઇન રોડ પરના મસાજ પાર્લરમાં દરોડો પાડતાં સાત થાઇ યુવતીઓને ઝડપી લીધી હતી. વર્ક પરમિટ વગર કામ કરનાર સાતેય યુવતી અને પાર્લર સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

ગેલેક્સી હોટેલ નજીક મેકર કોમ્પલેક્સમાં આવેલા પિન્કવેલ્થ એન્ડ હેલ્થ મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ કામ કરી રહ્યાની હકીકત મળતાં એસીપી ટંડેલ અને એ.ડિવિઝનના પીએસઆઇ સાખરા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મસાજ પાર્લરમાં તપાસ કરતાં સાત થાઇ યુવતીઓ મળી આવી હતી. પોલીસે સાતેય યુવતીઓની પૂછપરછ કરતાં તેમની પાસે વર્ક પરમિટ નહીં હોવાનું ખુલ્યું હતું. વર્કપરમિટ વગર કામ કરનાર સાતેય યુવતી અને યુુવતીઓને કામે રાખનાર પાર્લર સંચાલક પોપટપરામાં રહેતા સાગર મદન વિશ્વકર્મા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...