તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આજે સ્થિતિ એ છે કે બહુ જ ઓછા શ્રોતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘આજે સ્થિતિ એ છે કે બહુ જ ઓછા શ્રોતા છે જે શાસ્ત્રીય સંગીતની સમજ ધરાવે છે. જોકે આ સ્થિતિ માટે ખુદ કલાકારો જ જવાબદાર છે. કલાકારોનું શ્રોતાઓ સાથે વિચારોનું આદાન પ્રદાન જરૂરી ,શ્રોતાઓને સંગીતની બારિકી સમજાવવી જરૂરી છે ,કારણ કે પોતાના આત્મા સાથે મિલન કરાવે તે છે સાચુ સંગીત’. રાજકોટમાં સપ્ત સંગીતિ સંગીત સમારોહમાં ભાગ લેવા આવેલા જાણીતા શાસ્ત્રીય વોકાલિસ્ટ પટિયાલા ઘરાનાના પં. અજય ચક્રવર્તી નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, ‘ફક્ત સ્ટેજ પર ગાઇ ને ચાલ્યા જવું એ યોગ્ય નથી સંગીત સાંભળવા આવેલા લોકો સાથે કલાકારનું તાદાત્મ્ય પણ એટલું જ અનિવાર્ય છે.’ પં. અજય ચક્રવર્તીએ ગુજરાતના શ્રોતાઓને જોકે સમજદાર ગણાવતા એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, ‘ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના કલાકારોની અછત છે, જેથી શાસ્ત્રીય સંગીત શીખવવા માટે બાળકોને આગળ કરવા જોઇએ જેઓને હું મદદ કરીશ.હું વડાપ્રધાન પાસે પણ બે વખત ગયો હતો કે શાળાઓમાં બાળકોને શાસ્ત્રીય સંગીત શીખવવા એક માળખું ગોઠવાવું જોઇએ, પરંતુ હજુ આ દિશામાં કોઇ પ્રતિસાદ સાંપડ્યો નથી.’

અન્ય સમાચારો પણ છે...