તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ ટિપરવાનમાં અલગથી આપો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં લોકડાઉન હોવા છતાં દરરોજ 350 ટિપરવાન ડોર ટુ ડોર કચરો લેવા માટે જઇ રહી છે. જેમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભીનો અને સૂકા કચરાની સાથે જ અમુક લોકો મેડિકલ વેસ્ટ જેવો કે માસ્ક, સેનિટાઇઝરની ખાલી બોટલો, ઉપયોગમાં લેવાયેલા નેપકીન સહિતની વસ્તુઓ નાખી રહ્યા છે. તેથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે શહેરીજનોને અનુરોધ કર્યો છે કે મેડિકલ વેસ્ટ કચરાની સાથે નાખવાના બદલે અલગથી આપવો. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં માસ્ક, સેનિટાઇઝર સહિતની વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે. જે મેડિકલ વેસ્ટ કહેવાય છે તે અલગથી આપવો જોઇએ. અન્ય કચરા સાથે માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ નાખવાથી મોટી સમસ્યા ઊભી થઇ શકે છે.

મહાનગરપાલિકા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે 30 માર્ચથી શહેરમાં ફાગિંગ કરવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ 30 માર્ચે વોર્ડ નં.1,2 અને 4, 31 માર્ચે વોર્ડ નં.3,5 અને 8, 1 એપ્રિલે વોર્ડ નં.6,7,9, 2 એપ્રિલે વોર્ડ નં.10,13 અને 15, 3 એપ્રિલે વોર્ડ નં.11,14 અને 16, તથા 4 એપ્રિલે વોર્ડ નં.12,17 અને 18માં ફોગિંગ કરવામાં આવશે.

ATM સહિતના સ્થળે ડિસઇન્ફેક્શનની કામગીરી

શહેરની વિવિધ બેંકો, એટીએમ, કુવાડવા રોડ, પારેવડી ચોક, ડિલક્સ ચેાક, કાલાવડ રોડ, કોટેચા ચોકથી કે.કે.વી. હોલ સુધીનો રોડ, મવડી ફાયર સ્ટેશનથી મવડી ચોકડી સુધી રોડ, ગોંડલ રોડથી ઓવરબ્રિજથી મવડી ગામ સુધી, તમામ વોર્ડ ઓફિસ, કિરાણાની દુકાનો, ડીએસપી ઓફિસની અંદર, રેલનગર, સહિતના સ્થળો પર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબાની ટીમે ડિસઇન્ફેક્શનની કામગીરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...