તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Protest Against Levy Of Bribe Twice In Free Leasing Of Housing Board Houses 073604

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઉસિંગ બોર્ડના મકાનો ફ્રી લીઝ કરવામાં બે ગણી જંત્રી વસૂલ કરવા સામે વિરોધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

ગુુજરાત હાઉસિંગ બોર્ડે બજાર કિંમત વસૂલ કરી મકાનની ફાળવણી બાદ આ મકાનમાં કોઇ ફેરફાર કરવા હોય તો તેની પૂર્વ મંજૂરી કે એનઓસીની જરૂર રહેતી નહીં, પરંતુ 2016થી બોર્ડ મનસ્વી નિર્ણય કરી ફરજિયાત એનઓસી લેવાનો નિયમ કર્યો છે. ઉપરાંત સરકારે ફ્રી લીઝ હોલ્ડ કરવા માટે અગાઉ 40 ટકા જંત્રી દર વસૂલ કરવાનો નિયમ હતો તેના બદલે જંત્રીદરના ડબલ રૂપિયા વસૂલ કરી ફ્રી લીઝ હોલ્ડ કરે છે જેના કારણે 150 ચોરસ મીટરનું મકાન હોય તેમણે 70 લાખ રૂપિયા જેવી રકમ ભરવી પડે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમીનમાર્ગ ખાતે રહેતા અશોક કામદારે જણાવ્યું હતું કે, 2015માં હાઉસિંગ બોર્ડના અધિકારી 20 લાખની લાંચ લેતા પકડાયા બાદ 2016થી બાંધકામ માટે એનઓસી લેવાનો નિયમ આવી ગયો છે. જેથી અધિકારીઓ મકાનમાલિક પાસેથી ‘વહીવટ’ કરી શકે. મકાનધારકોને મકાન વેચવુ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવું હોય તો જંત્રીદરના ડબલ રૂપિયા વસૂલ કરવા તેવો ઠરાવ 2019માં કરાતા 70 લાખથી સવા કરોડ રૂપિયા બોર્ડમાં ભરે તો જ ફ્રી લીઝ હોલ્ડર જ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો