તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરની 15 પોસ્ટ ઓફિસમાં મિલકત વેરો ભરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાએ 9 એપ્રિલથી મિલકત વેરામાં વળતર યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ મિલકતધારકો લઇ શકે તે માટે મહાનગરપાલિકાએ પોસ્ટ ઓફિસ ખાતે પણ વેરા બિલ ભરી શકાય તે માટે પોસ્ટ તંત્ર સાથે કરાર કર્યા છે. શહેરની અલગ અલગ 15 પોસ્ટ ઓફિસમાં હવે વેરા બિલ સ્વીકારવામાં આવશે.

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ, ગોંડલ રોડ પોસ્ટલ કોલોની પોસ્ટ ઓફિસ, ભક્તિનગર પોસ્ટ ઓફિસ, ઉદ્યોગનગર પોસ્ટ ઓફિસ, ભોમેશ્વર પ્લોટ પોસ્ટ ઓફિસ, કરણપરા પોસ્ટ ઓફિસ, મોચીબજાર પોસ્ટ ઓફિસ, રૈયારોડ પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર યુનિ., પારસી અગિયારી ચોક પોસ્ટ ઓફિસ, બેડીપરા, ડી.એમ. કોલેજ, કાલાવડ રોડ, જંકશન પ્લોટ અને રાજકોટ સેવા સદન પોસ્ટ ઓફિસ ખાતે વેરો સ્વીકારવામાં આવશે.

આ ઉપરાંત મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તેમજ મુખ્યકચેરી સહિતના સ્થળે પણ વેરો સ્વીકારવામાં આવે છે. તેમજ મિલકતધારકો ઓનલાઈન પણ વેરો ભરી શકે છે. ઓનલાઈનમાં રૂ.50થી લઈને 250 સુધીનું વધારાનું વળતર પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...